ગુજરાતમાં પહેલીવાર રિવર રાફટિંગની સુવિધા શરૂ થસે જાણો ક્યાં અને ક્યારેથી મળશે એનો લાભ

0
1127

અમુક લોકોને બાદ કરતા મોટાભાગના લોકોને પ્રવાસ કરવો ગમે છે. તો ઘણાને પ્રવાસની સાથે સાથે એડવેન્ચર કરવું પણ ગમે છે. જેમાંથી એક પ્રવૃત્તિ રિવર રાફટિંગ છે. દેશમાં અલગ અલગ જગ્યાઓએ રિવર રાફ્ટિંગનો આનંદ લઇ શકાય છે. જો કે ગુજરાતમાં એના માટે કોઈ સુવિધા હતી નહિ. પણ હવે ગુજરાતના પ્રવાસીઓએ આનો રોમાંચ માણવા માટે રાજ્ય બહાર જવાની જરૂર નથી. કારણ કે હવે ગુજરાતમાં રિવર રાફ્ટિંગ કરી શકાશે. આજે અમે તમને એના વિષે જાણકારી આપવાના છીએ કે, ક્યાં અને ક્યારથી તમે આ પ્રવૃત્તિનો રોમાંચ માણી શકશો.

જેવું કે તમે જાણો છો કે ગુજરાતમાં રિવર રાફ્ટિંગ માટેની કોઈ સુવિધા હતી નથી, એટલે સાહસી લોકો એનો રોમાંચ માણવા માટે રાજ્ય બહાર જતા હતા. પણ જણાવી દઈએ કે, ટૂંક સમયમાં તમે ગુજરાતમાં જ એનો રોમાંચ માણી શકશો, અને એ પણ બીજે ક્યાંય નહિ પણ નર્મદા નદીમાં. જણાવી દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા નર્મદા નદી ખાતે રિવર રાફ્ટિંગની સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. અને ગુજરાત રાજ્યમાં પહેલી વખત આ સુવિધા ઉપલબ્ધ થઇ રહી છે.

રાજ્યના મુખ્યમંત્રી એવા શ્રી વિજય રૂપાણીએ શનિવારે આ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. અને આ સિવિધાનો લાભ દરેક પ્રવાસીઓને 1 સપ્ટેમ્બર 2019 થી મળશે. વિજય રૂપાણીએ આ સુવિધાની શરૂઆત કરાવતા સમયે પ્રવાસીઓ આગામી દિવાળી કેવડિયામાં ઉજવે અને સાથે સાથે પ્રકૃતિ તથા સાહસિક પ્રવાસનનો આનંદ માણે તેવો અનુરોધ કર્યો હતો. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ સુવિધા મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષશે.

ગુજરાતની મુખ્ય નદીઓમાંથી એક એવી નર્મદા નદીમાં આ સુવિધા પુરી પાડીને રાજ્ય સરકારે ઘણા પ્રવાસીઓનો સમય અને ખર્ચ બચાવવાનો પ્રયત્ન કર્યો છે. જાણકારી માટે જણાવી દઈએ કે, નર્મદા નદીને કાંઠે આવેલા ખલવાણી ગામથી આ સુવિધા શરુ કરવામાં આવી છે.

આ રિવર રાફ્ટિંગની સુવિધા કુલ 5 કિ.મી. વિસ્તારમાં કરી શકાશે, જે ગોડબોલે ગેટથી સૂર્યકૂંડ સુધી હશે. આ વિષયમાં વાત કરતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ સુવિધાનો વિકાસ ઉત્તરાખંડના નિષ્ણાતોની મદદથી કરવામાં આવ્યો છે. અહીં સુવિધા શરુ કરવા પાછળનું કારણ એ છે કે, આ સ્થળે બારેમાસ 600 ક્યુસેક્સ જેટલો પાણીનો પ્રવાહ રહે છે. આ કારણે પૂરતું પાણી મળી રહેતા યુવાનો રેપીડ અને એક્સાઇટિંગ રાફટિંગની મઝા માણી શકશે. નદીના વળાંકોને લીધે રાફટિંગ કરનારાઓને એનો અનુભવ ખૂબ આનંદપ્રદ બની રહેશે, અને લોકો સાહસિકતાના પાઠો પણ શીખશે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.