ગુજરાતના આ લગ્નમાં થયો નોટોનો જોરદાર વરસાદ, જાનૈયાઓએ થોડાક જ સમયમાં ઉડાવ્યા આટલા રૂપિયા ઉડાવ્યા

0
567

આ દિવસોમાં દરેક જગ્યાએ લગ્નની વાત ચાલી રહી છે, લોકો જાનમાં નાચવા અને મોજ-મસ્તી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અને આમ પણ આપણે ત્યાં લગ્નમાં અને જાનમાં ડાન્સ કરવા અને રૂપિયા ઉડાડવા સામાન્ય વાત હોય છે. લોકો એના દ્વારા પોતાની ખુશી દેખાડે છે. પણ શું થાય જયારે લગ્નનો આ ખર્ચ બધી સીમાઓને પાર કરી જાય?

એવો જ એક મામલો ગુજરાતના જામનગરમાંથી સામે આવ્યો છે. અહીં લગ્નનો ખર્ચ તો છોડો સાહેબ, વરરાજાના પરિવારજનોએ નોટોનો વરસાદ કરી દીધો. તમે બધા વિચારતા હસો કે એમાં કઈ મોટી વાત છે? આ તો દરેક લગ્નમાં થાય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આ લગ્નમાં નોટોનો મુશળધાર વરસાદ થયો છે.

મીડિયામાં આવેલા સમાચારોનું માનીએ તો, અહીં જાનૈયાઓએ નોટોના એક-બે નહિ પણ પુરા 90 લાખ રૂપિયા ઉડાવ્યા છે. આ દરમિયાન રસ્તા પર નોટોના પડ જેવું બની ગયું હતું. ત્યાં હાજર લોકોને એવું લાગી રહ્યું લે જાણે નોટોનો વરસાદ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ રોયલ લગ્ન ચેલા ગામના જાડેજા પરિવારમાં થયા હતા. સમાચારોનું માનીએ તો, લગ્નમાં ઉડાવેલી બધી રકમને 5 ગામોની ગૌશાળામાં દાન કરી દેવામાં આવશે. આ લગ્નમાં વરરાજો પોતાની પત્નીને લેવા હૅલોપ્કટરમાં આવ્યો હતો, અને પોતાના ઘરે લઈ ગયો હતો.

તેમજ બીજી તરફ વરરાજાના ભાઈએ પોતાના નાનાભાઈને ગિફ્ટમાં 1 કરોડ રૂપિયાની કાર આપી છે. હાલમાં આ લગ્નની ચર્ચા દરેક તરફ થઈ રહી છે. દરેકની જીભ પર લગ્નમાં ઉડાવવામાં આવેલા 90 રૂપિયાની વાત છે. અને થાય જ કેમ નહિ, વરરાજો હેલીકૉપટરમાં આવે, પરિવાર જાણો 90 લાખ રૂપિયા ઉડાવે અને વરરાજને ગિફ્ટમાં તેનો ભાઈ 1 કરોડની કાર આપે. આ બધું કાંઈ રોજ રોજ થોડી જોવા મળે, એટલે આ લગ્ન વિષે દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

જુઓ વિડીયો :

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.