રાજ્ય સરકારે લગ્ન સમારંભ, મૃત્યુ તેમજ ધાર્મિક વિધિ બાબતે લીધો આ મોટો નિર્ણય, દરેકે જાણવું જરૂરી છે.

0
294

એ વાતથી તમે બધા સારી રીતે માહિતગાર હશો કે, દેશમાં કોરોનાનો પ્રકોપ હજી ઓછો નથી થયો. તેના કેસ ફરીથી વધી રહ્યા છે. અમદાવાદમાં કેસ વધતા હાલમાં જ કર્ફ્યું લાગુ કરવામાં આવ્યું હતું, તેમજ સુરત, રાજકોટ વગેરે શહેરોમાં રાત્રી કર્ફ્યું લાગુ કરવામાં આવ્યું છે. એવામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક અતિ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે લગ્ન સમારંભ, મૃત્યુ અને ધાર્મિક વિધિ સાથે જોડાયેલો છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ગુજરાત રાજ્યામાં વકરતી કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ લગ્નમાં ફક્ત 100 લોકોને છૂટ આપવામાં આવી છે. આ સંખ્યા પહેલા 200 લોકોની હતી. પણ હવે તેને ઘટાડીને માત્ર 100 કરી દેવામાં આવી છે. આ છૂટછાટ 24 નવેમ્બરથી આખા રાજ્યમાં અમલી બનાવવામાં આવશે.

ધ્યાન રહે કે, લગ્ન સમારંભ દરમિયાન કોરોના ગાઈડલાઈનને અનુસરવી પડશે. અને તે પ્રમાણે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરેના નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નવા નિર્ણય અનુસાર, મૃત્યુ અને ધાર્મિક વિધીમાં હવે ફક્ત 50 લોકોને જ પરવાનગી આપવામાં આવી છે. અને રાત્રિ કર્ફ્યૂ ધરાવતા શહેરોમાં લગ્ન સમારોહ પર પ્રતિબંધ રહેશે.

24 નવેમ્બર 2020 ની રાત્રિથી આખા રાજ્યમાં આ નિર્ણય અમલી બનાવાવામાં આવશે. જેનું તમામ લોકોએ પાલન કરવું જરૂરી છે. હાલના બે દિવસ લગ્ન મુહુર્ત વધુ હોવાથી આયોજકોનો હરખ સમાતો ન હતો, પણ હવે અચાનક જ રાત્રી કફર્યુની જાહેરાત થતા લગ્નના આયોજકો ફરીથી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ રાત્રી કફર્યુને કારણે કેટલાય લગ્ન કેન્સલ કરવા પડે તેવી નોબત આવી ગઈ છે. જેને લઈને યુવક-યુવતીઓના પરિવારોની પણ મુશ્કેલી વધી છે.