ગુજરાત વાસીઓ માટે મહત્વના સમાચાર, રજુ થયું ગુજરાતનું બજેટ, જાણો ગુજરાત સરકારે કઈ જાહેરાત કરી.

0
122

જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ગૃહમાં 2021-22 નું ગુજરાતનું બજેટ રજુ થઈ ગયું છે. આ વખતે નાણાંમંત્રી નીતિન પટેલે રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. તો આવો જાણીએ આ વર્ષના બજેટમાં શું ખાસ છે, અને ગુજરાત સરકારે કઈ મહત્વની જોગવાઈઓ કરી છે.

રાજ્ય સરકારની મોટી જાહેરાત :

હયાત વેરાના દરમાં કોઈ વધારો નહીં કરાય.

કોરોનાના કારણે પણ વેરામાં વધારો નહીં કરાય.

કોઈ નવો વેરો નાંખવામાં નહીં આવે.

આ વર્ષે શહેરોના વિકાસ માટે બજેટ કેવું છે?

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે કુલ 13,493 કરોડ રૂપિયા.

દીન દયાળ અંત્યોદય યોજના હેઠળ 150 કરોડ રૂપિયા.

નગરપાલિકાનો સ્માર્ટ સિટી હેઠળ વિકાસ માટે 700 કરોડ રૂપિયા.

અમૃત યોજના હેઠળ 8 મહાનગર પાલિકા, 23 નગર પાલિકામાં પ્રાથમિક સુવિધા માટે 650 કરોડ રૂપિયા.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ હેઠળ 586 કરોડ રૂપિયા.

વર્ષ 2022 સુધી આવાસ યોજના માટે 900 કરોડ રૂપિયા.

સ્વચ્છ ભારત મિશન તથા નિર્મળ ગુજરાત હેઠળ 200 કરોડ રૂપિયા.

મહાનગરોમાં મેટ્રો લાઇટ-મેટ્રોની સેવા માટે 500 કરોડ રૂપિયા.

મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ 80 કરોડ રૂપિયા.

નગર પાલિકામાં ભૂગર્ભ યોજનાઓ માટે ર50 કરોડ રૂપિયા.

ગિફ્ટ સિટી કંપનીમાં મૂડી રોકાણ માટે 100 કરોડ રૂપિયા.

ફાયર સેફ્ટિની સુવિધા માટે 39 કરોડ રૂપિયા.

દેવસ્થાન અંબાજીના વિકાસ માટે 5 કરોડ રૂપિયા.

ફાયર સેફ્ટિ કોપ પોર્ટલ માટે 20 કરોડ રૂપિયા.

આ વર્ષે ગ્રામ્યસ્તરે વિકાસ માટે બજેટ કેવું છે?

ગ્રામ પંચાયતોને હાઇટેક બનાવવા 90 કરોડ રૂપિયા.

ગ્રામ્ય સ્તરે પ્રાથમિક સુવિધા સુધારવા 2385 કરોડ રૂપિયા.

મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત ગ્રામ પંચાયતને 175 કરોડ રૂપિયા.

માદરે વતન અને રૂર્બન યોજના માટે 140 કરોડ રૂપિયા.

પંચાયત, ગ્રામ્ય ગૃહ નિર્માણ અને વિકાસ માટે કુલ 8796 કરોડ રૂપિયા.

નવી બનેલી પંચાયતોમાં સોલાર રૂફ માટે 10 કરોડ રૂપિયા.

ગંદા પાણીના શુદ્ધિકરણ માટે 5 કરોડ રૂપિયા.

શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મીશન હેઠળ 100 કરોડ રૂપિયા.

વર્ષ 2022 સુધીમાં સૌને આવાસ માટે 1250 કરોડ રૂપિયા.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 800 કરોડ રૂપિયા.

ગ્રામ પંચાયતની મિલકતો અને રેકર્ડની વ્યવસ્થા માટે 5 કરોડ રૂપિયા.

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ માટે 124 કરોડ રૂપિયા.

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ યોજના માટે 564 કરોડ રૂપિયા.

ગ્રામ્ય સ્તરે સરકારી મિલકતો ઉભી કરવા 100 કરોડ રૂપિયા.

નેશનલ રૂરલ લાઇવ્લિહુડ મિશન હેઠળ કરોડ રૂપિયા.

આ વર્ષે રોજગારીને લઇને બજેટમાં શું છે?

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને 40 કરોડ રૂપિયા.

શ્રમ અને રોજગાર વિભાગ માટે કુલ 1520 કરોડ રૂપિયા.

મુખ્યમંત્રી અપ્રેન્ટિસ યોજના હેઠળ 53 કરોડ રૂપિયા.

ગો-ગ્રીન શ્રમિક યોજના માટે 10 કરોડ રૂપિયા.

4 નવી આઇ.ટી.આઇ.ના બાંધકામ માટે 35 કરોડ રૂપિયા.

ગાંધીનગર ખાતે એક્સલન્સ સેન્ટર શરૂ કરવા 1 કરોડ રૂપિયા.

કૌશલ્ય વર્ધન કેન્દ્રોના રીફોર્મિંગ માટે 10 કરોડ રૂપિયા.

દેશની પ્રથમ સર્વિસ સેક્ટર યુનિવર્સિટીનું નિર્માણ કરાશે.

આ વર્ષે આરોગ્ય વિભાગ માટે બજેટ કેવું છે?

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11,323 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત સગર્ભા માતાઓને સહાય માટે 66 કરોડની જોગવાઈ.

રાજ્યમાં 1477 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 9231 પેટા આરોગ્ય કેન્દ્રો, 321 શહેરી આરોગ્ય કેન્દ્રો અને 348 સામુદાયિક આરોગ્ય કેન્દ્રો દ્વારા આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

રાજ્યમાં ઓછા વજન સાથે જન્મતા બાળકોને વિના મુલ્ય સારવાર પૂરી પાડતી યોજના બાલસખા-૩ માટે 145 કરોડની જોગવાઈ.

ખૂબજ લોકપ્રિય અને ઉપયોગી બનેલ 108 એબ્યુલન્સ સર્વિસમાં હાલ 622 એબ્યુલન્સ વાન કાર્યરત છે. નવી 150 એબ્યુલન્સ વાન સેવારત કરવા 30 કરોડની જોગવાઈ.

નવી સિવિલ હોસ્પિટલ, અમદાવાદની સુવિધાઓને અપગ્રેડ કરવા માટે 87 કરોડની જોગવાઈ.

ભારત સરકારના સહયોગથી ગોધરા અને મોરબી ખાતે બનાવવામાં આવનાર નવી મેડિકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલોને અપગ્રેડ કરવા માટે 50 કરોડની જોગવાઈ.

20 સિવિલ હોસ્પિટલો ખાતે આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર પૂરી પાડવા ડે-કેર પંચકર્મ સેન્ટર શરૂ કરવામાં આવશે.

રસીકરણની કામગીરી સુચારુરૂપથી કરવા માટે રાજ્યકક્ષાએ ખાસ રસીકરણ સેલ ઉભો કરવામાં આવશે. વધુમાં 9 જિલ્લામાં મેડિકલ વેક્સીન સ્ટોરના બાંધકામ માટે 3 કરોડની જોગવાઇ.

સુરત ખાતે કિડની હોસ્પિટલને અદ્યતન બનાવવા માટે સાધન સામગ્રી અને માનવ સંશાધન ઉપલબ્ધ કરાવવા માટે 25 કરોડની જોગવાઈ.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે 652 કરોડ રૂપિયા :

કેવડિયામાં સંગ્રહાલય માટે રૂ.25 કરોડની જોગવાઈ.

આદિવાસી સંસ્કૃતિનો કરાશે પ્રચાર પ્રસાર.

કેવડિયામાં બનશે રાજ્યનું પ્રથમ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

વન અને પર્યાવરણ વિભાગ માટે 1814 કરોડની જોગવાઈ કરવામાં આવી :

સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે જોગવાઈ.

ભારત સરકારના લાયન પ્રોજેક્ટ માટે 11 કરોડ.

ગીરમાં સિંહોના ખોરાક માટે પ્રે – બેઝ તૈયાર કરાશે.

સાંભર બ્રીડીંગ સેન્ટર માટે 10 કરોડની જોગવાઈ.

ગુજરાતમાં બે મેગા ટેક્ષટાઈલ પાર્ક સ્થપાશે.

યાત્રાધામ વિકાસ માટે 154 કરોડની જોગવાઈ કરવામાં આવી :

કચ્છના નારાયણ સરોવરના વિકાસ માટે 30 કરોડ.

પાવાગઢના માંચીના વિકાસ માટે 31 કરોડ.

ગાંધીનગરના કંથારપુર વડના વિકાસ માટે 10 કરોડ.

યાત્રાધામ બહુચરાજીના વિકાસ માટે 10 કરોડ.

કચ્છના માતાના મઢના વિકાસ માટે 25 કરોડ.

ગૃહ વિભાગ માટે રૂ.7960 કરોડની જોગવાઈ

ગૃહ વિભાગમાં નવી 3020 જગ્યા ઊભી કરાશે.

સુરત શહેરમાં 4 પોલીસ સ્ટેશનમાં 300 જગ્યા.

સરહદી વિસ્તાર વિકાસ માટે 30 કરોડ.

પોલીસ આધુનિકીકરણ માટે 26 કરોડ.

કમાન્ડો તાલીમ સેન્ટર માટે 20 કરોડ.

SRPFમાં નવી વિશેષ બટાલીયનની રચના કરાશે.

10 કરોડના ખર્ચે 100 નવી PCR વાન ખરીદાશે.

FSLના આધુનિકીકરણ માટે 14 કરોડ.

વોટરડ્રોમ, હેલીપેડને સુરક્ષા પુરી પાડવા બટાલીયન.

રાજ્ય હસ્તકના એરપોર્ટ, એરોડ્રોમની સુરક્ષા માટે નિર્ણય.