ગુજરાતની આ ભજન ગાયિકાએ લિંગ પરિવર્તન કરાવ્યું, કહ્યું – કોલેજમાં છોકરાઓ પાસેથી ગુણોની ખબર પડી હતી.

0
301

ભજન ગાયિકા અમિતા બની આદિત્ય, પોતાને જ અંદરથી અનુભવ થયો કે તે છોકરી નહિ પણ છોકરો છે. ગુજરાતના અમરેલી જિલ્લાના મોટા મુંજિયાસર ગામની રહેવાસી અને ભજન ગાયિકા અમિતા લિંગ પરિવર્તન (જેંડર ચેંજ) કરાવીને હવે આદિત્ય બની ગઈ છે. અમિતા જન્મથી એક છોકરી હતી, પણ મોટી થઈ ત્યારે તેને અનુભવ થયો કે તે અંદરથી એક છોકરી નહિ પણ એક છોકરો છે. ત્યારબાદ તેણે પોતાનું લિંગ પરિવર્તન કરાવવાનો નિર્ણય લીધો. ગયા વર્ષે અમિતાનું ઓપરેશન થયું છે. ત્યારબાદ તે સંપૂર્ણ રીતે છોકરો બની ગઈ. હવે અમિતાએ પોતાનું નામ બદલાવીને આદિત્ય પટેલ કરી દીધું છે.

મળતી જાણકારી અનુસાર અમિતાનો જન્મ 31 જાન્યુઆરી 1994 ના રોજ બગસરા તાલુકાના એક નાનકડા ગામમાં થયો હતો. શરૂઆતમાં તેનું શરીર સામાન્ય છોકરીઓ જેવું જ હતું. સ્કૂલમાં ભણતી હતી તે દરમિયાનના સંપૂર્ણ સમયગાળામાં તેની રહેણી-કરણી અન્ય છોકરીઓ જેવી જ રહી. આ દરમિયાન તે ભજન ગાયિકાના રૂપમાં પોતાની ઓળખ બનાવી ચુકી હતી. પણ કોલેજના દિવસોમાં તેણે પોતાની અંદર પરિવર્તન અનુભવવાનું શરૂ કર્યું. થોડા સમય પછી તેને સંપૂર્ણ રીતે અનુભવ થયો કે ભલે તે જન્મથી છોકરી હોય, પણ અંદરથી તે છોકરો હતો.

હિંમત કરીને ઘરવાળાને વાત કરી : ત્યારબાદ અમિતાએ પરિવાર સાથે બધી વાત કરી અને પોતાનું લિંગ પરિવર્તન કરાવવાનું કહ્યું. અને સારી વાત એ રહી કે તેના ઘરવાળાએ તેનો સપોર્ટ કર્યો અને પછી તેમણે દિલ્લીની એક હોસ્પિટલનો સંપર્ક કર્યો. તેની મેડિકલ તપાસ પછી તેના હાર્મોન પરિવર્તનની દવા શરૂ કરવામાં આવી. અને ગયા વર્ષે તેની સર્જરી કરવામાં આવી જે સફળ રહી. થોડા સમય પછી સંપૂર્ણ રીતે છોકરો બન્યા પછી અમિતાએ પોતાનું નામ બદલીને આદિત્ય પટેલ કરી લીધું. તેણે આધારકાર્ડ સહીત અન્ય ડોક્યુમેન્ટ્સમાં પણ પોતાનું નામ આદિત્ય કરાવી દીધું છે.

કહ્યું – લિંગ પરિવર્તન કરાવવાવાળાને સમાજ સપોર્ટ કરે : ન્યુઝ એજન્સી દૈનિક ભાસ્કર સાથે તેણે વાતચીત કરી જેમાં તેણે જણાવ્યું કે, આ એક એવી સમસ્યા છે જેના માટે સમાજના ડરનો સામનો કરવો પડે છે. પણ આવા લોકોએ ખુલીને પોતાની સમસ્યા રાખવી જોઈએ. તેણે આગળ કહ્યું કે – પરિવાર અને સમાજના લોકો પણ લિંગ પરિવર્તન કરાવવાવાળાનો સપોર્ટ કરીને તેમની મદદ કરે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.