લગ્નમાં ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા, બીજા દિવસે વરરાજો સંક્રમિત આવ્યો અને 9 માં દિવસે તો…..

0
244

આખો દેશ હાલમાં કો-રો-ના વાયરસ સામે ઝઝૂમી રહ્યો છે. અને બીજી લહેરમાં તો પરિસ્થિતિ પહેલા કરતા પણ મુશ્કેલ જોવા મળી છે. આથી સરકારે જરૂરી પગલાં ભરી કડક નિયંત્રણો લાગુ કર્યા છે. હાલમાં ઘણા રાજ્યોમાં લોકડાઉન છે, તો ઘણા રાજ્યોમાં આંશિક લોકડાઉન છે. આવા સમયે લગ્ન અને મરણના પ્રસંગોમાં લોકોની સંખ્યા માર્યાદિત કરી દેવામાં આવી છે. અન્ય કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે.

પણ અમુક લોકો એવા છે જે આ નિયમો, ગાઈડલાઈનોનું ઉલ્લંઘન કરે છે. સરકારની મનાઈ હોવા છતાં ગુપ્ત પાર્ટીઓ કરે છે જેમાં લોકોના ટોળા ભેગા થાય છે. લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઇઝેશન વગેરેનું પાલન નથી કરતા. સ્વાભાવિક છે કે મહામારીમાં સમયે આવી બેદરકારી ભારે પડે જ છે. અને એવો જ બનાવ રાજસ્થાન માંથી સામે આવ્યો છે.

કો-વિ-ડ ગાઈડલાઈનનું પાલન ન કરવાને કારણે રાજસ્થાનના એક નવ પરણિત યુવકે જીવ ગુમાવ્યો. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર રાજસ્થાનના જાલોર ગામમાં કેટલાક દિવસો અગાઉ એક નવ પરણિત યુવકનું કો-રો-નાને કારણેનિ ધનથયું હતું.

લગ્નના બીજા જ દિવસે નવ પરણિત યુવકની તબિયત અચાનક બગડી ગઈ હતી. તે યુવકની હાલત ગંભીર થઈ જતા એને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો. ત્યારે ટેસ્ટમાં ખબર પડી કે તે યુવક કો-રો-ના પોઝિટિવ છે.

તે યુવકનું નામ શેતાન સિંહ હતું. 30 એપ્રિલનાં રોજ તેના લગ્ન હતા. 1 મેનાં રોજ જાન ઘરે પાછી આવી અને ગૃહપ્રવેશની વિધિ પુરી કરી. પણ શેતાન સિંહનું સ્વાસ્થ્ય વધુ ખરાબ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. તેનું શુગર લેવલ 600 ને પાર જતું રહેતા એની હાલતમાં કોઈપણ સુધારો આવ્યો નહોતો. આથી તેને જાલોરથી સિરોહી અને પછી પાલનપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ તમામ ઘટના 9 દિવસોમાં પરિણમી અને નવમાં દિવસે સાંજે તો યુવક દુનિયા છોડી જતો રહ્યો.

ગંભીર પરિસ્થિતિ હોવા છતાં ગામડાઓની અંદર લોકો લગ્નપ્રસંગમાં મોટી સંખ્યામાં હાજરી આપતા હોય છે. લોકો લગ્ન પ્રસંગમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની ગાઈડલાઈનનું પણ પાલન કરતા નથી. આ કારણે એક નવ પરણિત યુવતીએ લગ્નનાં થોડા દિવસોની અંદર જ વિધવા થવું પડ્યું હતું.

(ફોટા પ્રતિકાત્મક છે.)