ગૃહ ક્લેશનું કારણ થઇ શકે છે બાથરૂમનો વાસ્તુદોષ, આ ભૂલ કરવાથી હંમેશા રહે છે પૈસાની તંગી.

0
1195

સામાન્ય રીતે જોવા જઈએ તો કોઈપણ ઘરમાં બાથરૂમનું ઘણું મહત્વ હોય છે. વાસ્તુ અનુસાર બાથરૂમને ઘરના સૌથી વિશેષ ભાગોમાંથી એક માનવામાં આવે છે. જો તમારા ઘરમાં વાસ્તુ દોષ થઇ રહ્યા છે, તો તેમાંથી એક કારણ તમારું બાથરૂમ પણ હોઈ શકે છે. જો બાથરૂમમાં એક ખાસ વાતનું ધ્યાન ન રાખવામાં આવે તો ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ બાથરૂમ સાથે જોડાયેલી થોડી જરૂરી વાતો જે તમને તેનાથી થનારા વાસ્તુદોષોથી બચાવે છે.

બાથરૂમનો અરીસો :

બાથરૂમમાં લગાવેલો કોઈપણ અરીસો દરવાજાની બરોબર સામે ન રાખવો જોઈએ. વાસ્તુ મુજબ જયારે જયારે લોકો બાથરૂમનો દરવાજો ખોલે છે, ત્યારે ત્યારે ઘરની નકારાત્મક ઉર્જા બાથરૂમમાં પ્રવેશ કરે છે. આ સ્થિતિમાં જો દરવાજા સામે કોઈ અરીસો હશે તો નકારાત્મક ઉર્જા ટકરાઈને પાછી ઘરમાં આવી જશે. એટલા માટે બાથરૂમના દરવાજાને ખુલ્લો ન રાખો.

બાથરૂમનો ઉપયોગ કર્યા પછી હંમેશા તેનો દરવાજો યોગ્ય રીતે બંધ કરી દેવો જોઈએ. બાથરૂમ દરવાજા ખુલ્લા રહે તે સારું નથી માનવામાં આવતું. બેડરૂમમાં બાથરૂમ હોય તો એના દરવાજા ઉપર હંમેશા પડદો લગાવી રાખવો જોઈએ. વાસ્તુ મુજબ તો બેડરૂમ અને બાથરૂમમાં બે અલગ અલગ પ્રકારની ઊર્જાઓ રહેલી હોય છે, અને તેનું એક બીજા સાથે અથડાવું સારું નથી માનવામાં આવતું. તેની આરોગ્ય ઉપર ખરાબ અસર પડી શકે છે.

નળમાંથી પાણી ટપકવા ન દો :

બાથરૂમના નળને સારી રીતે બંધ કરીને રાખવો જોઈએ. જો નળનું પાણી ટપકે છે તો તે ઘણો મોટો વાસ્તુ દોષ ગણવામાં આવે છે. નળમાંથી પાણી ટપકવાથી ઘરમાં ખોટા ખર્ચા વધે છે. જે ઘરોમાં સતત નળમાંથી પાણી ટપકે છે ત્યાં પૈસાની હંમેશા તંગી રહે છે. એટલા માટે આર્થિક નુકશાનીથી બચવા માટે આ વાત ઉપર ખાસ ધ્યાન આપો.

બાથરૂમને રાખો સ્વચ્છ :

ઘરના કોઈપણ ભાગમાં ગંદકી હોવી અશુભ માનવામાં આવે છે. વાસ્તુ મુજબ તો કિચન અને બાથરૂમ હંમેશા સ્વચ્છ હોવું જોઈએ. આ એકમાત્ર એવું સ્થાન છે જે આખા ઘરમાં નકારાત્મક અને સકારાત્મક ઉર્જાનું સંચાલન કરે છે. એટલા માટે બાથરૂમ હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત હોવું જોઈએ. બાથરૂમમાં કોઈપણ વસ્તુ આમ તેમ વિખરાયેલી ન હોવી જોઈએ. હંમેશા બાથરૂમમાં વસ્તુને સારી રીતે તેના યોગ્ય સ્થાન ઉપર રાખો.

પાણીનો નિકાલ :

ક્યારેય પણ બાથરૂમના અરીસાનું મોઢું દરવાજા તરફ ન રાખવું જોઈએ, જો બાથરૂમમાં લગાવેલા અરીસાનું મોઢું દરવાજા તરફ હશે તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. તે ઉપરાંત તે વાતનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે, પાણીનો નિકાલ ઉત્તર કે પૂર્વ દિશા તરફ હોવો જોઈએ. દક્ષીણ અને પશ્ચિમ તરફ નિકાલ કરવાથી આર્થિક મુશ્કેલીઓ અને ગ્રહ કલેશ થાય છે.

તો વાસ્તુ દોષથી બચવા માટે ઉપર જણાવેલી વાતોનું ધ્યાન રાખી પોતાને સુરક્ષિત કરી શકો છો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.