આ નુસખાથી ખુબ જ ઝડપથી વધારો નવા ટ્રેન્ડ જેવી દાઢી, ઘણો જ અસરકારક નુસકો છે, જાણવા ક્લિક કરો.

0
2228

પહેલા લોકો ક્લીન સેવ વાળો લુક રાખવાનું પસંદ કરતા હતા. પણ હમણાં ભરાવદાર દાઢી અને મૂછ રાખવાનો નવો ટ્રેન્ડ શરુ છે. પણ ઘણા લોકો એવા છે જેમને આ ટ્રેન્ડ પ્રમાણે દાઢી મૂછ રાખવા તો છે, પણ એમને એવી દાઢી આવતી જ નથી. તો આજે અમે તમને જણાવીશું કે, કેવી રીતે દાઢી અને મૂછને ઓછા સમયમાં વધારી શકાય છે?

દાઢી વધારવા માંગતા લોકો બહારના ઉપાય કરતા હોય છે, જેમ કે કેમિકલ વાળા તેલ વગેરે વાપરતા હોય છે. પણ એના માટે બહારથી કરેલ ઉપાય કરતા શરીરના અંદરના પણ ઉપાય કરવા ખુબ જરૂરી છે. કારણ કે આપણા ખાન-પાનમાં પોષક તત્વોની કમી વાળ ન વધવાનું કારણ પણ બની જાય છે.

જેના કારણે ઘણા લોકોના ચહેરા પર વાળ કોઈ કોઈ જગ્યાએ જ ઉગે છે, અને કોઈ કોઈ જગ્યાએ નથી ઉગતા. કારણકે તમે ખાવામાં એવું વસ્તુ નથી ખાઈ રહ્યા જેમાં વાળ વધારવા માટેના પોષક તત્વો મળે છે. આ પોષક તત્વો આપણા શરીરમાં શક્તિ પ્રદાન કરે છે, જેથી તે સારી રીતે કામ કરી શકે.

તો આજના આ લેખમાં અમે તમને એક એવો નુસખો બતાવવાના છીએ, જેનાથી તમારી દાઢી અને મૂછ ઝડપથી વધવા લાગશે. અને થોડા અઠવાડિયાની અંદર જ તમે તમારી દાઢીમાં ફરક જોઈ શકશો.

પણ એ ઉપાય જાણતા પહેલા એ જાણી લેવું જોઈએ કે, તમારા શરીરમાં ક્યાં વિટામિનના કમીના કારણે અને ક્યાં પોષક તત્વોના કમીના કારણે તમને આવી સમસ્યાનો સામનો કરવો પડે છે.

વિટામિન B3 :

જણાવી દઈએ કે, મગફણી, સૂરજમુખીના બીજ અને મશરૂમ વિટામિન B3 ના સ્ત્રોત છે. એ સિવાય તમે આ વિટામિન બ્રાઉન રાઈસ, આખા અનાજ, ટ્યુન, લાલ સિમલા મરચા વગેરે ખાવાથી વિટામિન B3 પ્રાપ્ત કરી શકો છો. પણ આમાં એક વાતનું ધ્યાન રાખવું કે, તમારે આ સ્ત્રોતો માંથી કોઈપણ વસ્તુને વધારે માત્રામાં ખાવાની નથી.

વિટામિન C :

જાણકારી માટે જણાવી દઈએ કે, જે વિટામિનના કારણે તમારી દાઢી નથી વધતી તેનું કારણ વિટામિન સી ની કમી હોય છે. વિટામિન C ન ફક્ત તમારા રોગપ્રતિકારક તંત્રને મજબુત કરવા માટે સારું છે, પણ તે તમારા વાળ અને ત્વચાને પણ સ્વસ્થ રાખે છે. આ વિટામિન તમને ખાટા રસવાળા ફળમાં વધારે મળશે, જેવા કે આંબળા, નારંગી, દ્રાક્ષ, ટમેટા, મોસંબી, લીંબુ વગેરે. તેમજ કેળા, બોર, પેરુ, સફરજન, જેકફ્રૂટ, બિલ્વ અને દૂધ આ બધી વસ્તુનું સેવન પણ આપણા શરીરમાં વિટામિન સી ની પૂર્તિ કરે છે.

વિટામિન A :

વિટામિન A તમને બીમારીથી બચાવવામાં મદદ કરે જ છે, સાથે તે વાળના કોષોને અને શરીરની ત્વચાને હાઈડ્રેડ રાખે છે. જે વાળને સ્વસ્થ રૂપ આપવામાં મહત્વ પૂર્ણ છે. તમે વિટામિન A ને પનીર, ગાજર, કોળું, બ્રોકલી અને લીલા પાંદડાદાર શાકભાજી માંથી પણ મેળવી શકો છે. અને સાથે સાથે દૂધી અને દૂધથી બનેલા ખાદ્ય પદાર્થમાંથી, અને પીળી શાકભાજી અને પીળા ફળોમાંથી પણ મેળવી શકો છો.

વિટામિન E :

મિત્રો, વિટામિન E નો સારો સ્ત્રોત બદામ, મગફળી અને અખરોટ છે. તેમજ ઘઉંના બીજ, મકાઈ અને સોયાબીનમાં પણ વિટામિન E જોવા મળે છે. સૂરજમુખીના બીજ અને લીલા પાંદડા વાળી શાકભાજી જેવી કે પાલક અને બ્રોકલીના રૂપમાં પણ વિટામિન ઈ મળે છે. તો તમે આ બધી વસ્તુ ખાવાથી વિટામિન E ની કમીને દૂર કરી શકો છો.

વિટામિન B5 :

વિટામિન B5 ની વાત કરીએ તો આ વિટામિન તમને ખીર, દૂધ, માખણ પિસ્તા અને દાળમાં સહેલાઇથી મળે રહે છે.

અને સૌથી છેલ્લે ફોલિક એસિડ :

જણાવી દઈએ કે, લીલા પાંદડા વાળા શાકભાજી, સીંગો વળી શાકભાજી, બીજ, અનાજ અને ખાટા ફળોમાંથી તમે ફોલિક એસિડ મેળવી શકો છો. લીલા પાંદડાવાળા શાકભાજીમાં પાલક, અજમોદ અને શતાવરીમાં તે મળી આવે છે. તે દાળ અને કઠોળમાં પણ જોવા મળે છે. તેના સિવાય ફુલાવર, બ્રોકલી, પપૈયા અને સ્ટ્રોબેરી પણ ફોલિક એસિડનો સ્ત્રોત છે.

તો ઉપર જણાવેલી વસ્તુઓ યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે, તમારી દાઢી અને મૂછને વધારવામાં મદદ મળે છે. અને આ બધી વસ્તુઓમાં વધારે તો લીલી શાકભાજી જોવા મળે છે, જેને તમે પોતાની દરોરોજની ડાયટમાં એડ કરી દો, તો તમને ગજબ પરિણામ મળશે. અને લીલા શાકભાજી રોજ ખાવાથી બીજી બીમારીઓથી પણ રક્ષણ મળે છે. તે માટે રોજ ખાવામાં એક લીલી શાકભાજી હોવી જરૂરી છે.

મિત્રો તમે કઈ કઈ વસ્તુ ખાવાથી દાઢીને વધારી શકો છો એ જાણ્યું. હવે હમણાં બહારથી વાળને કેવી રીતે વધારી શકો છો એ પણ જાણી લો. તો મિત્રો, દાઢી વધારવા માટે આ એક એવો ઉપાય છે, જેનાથી તમારી દાઢી ખુબ ઝડપી વધવા લાગશે અને ઓછા સમયમાં તમારી દાઢી ભરપુર થઇ જશે. સાથે શરીરના અંદરના વિટામિનનું પણ ધ્યાન રાખવું પડશે જેથી તમારી દાઢી ઝડપથી વધી શકે.

આ ઉપાયને બનાવવા માટે સામગ્રી :

નારિયળનું તેલ,

એરંડીયાનું તેલ,

મીઠો લીમડો.

જણાવી દઈએ કે, શરીર પરના વાળને વધારવા માટે હંમેશા એવા તેલનો ઉપયોગ કરવો જોઈએ જેમાં Monounsaturated Fatty Acids ની માત્ર વધારે હોય. અને એ માટે એરંડીયાનું તેલ સૌથી સારું હોય છે. કારણ કે આમાં 80 થી 90 % Monounsaturated Fatty Acids જોવા મળે છે. જે ચહેરામાં વાળ ઉગાડવા માટે ઉપયોગી છે અને સાથે સાથે દાઢીના વાળ પણ મોટા થઇ જાય છે, માર્કેટમાં મળતા તેલમાં આ તેલની માત્રા જોવા મળે છે.

બનાવવાની રીત :

આ તેલ બનાવવા માટે સૌથી પહેલા 3 થી 4 ચમચી નારિયળનું તેલ એક કઢાઈ કે પેનમાં રાખી ધીમે ગેસ પર 1 મિનિટ માટે ગરમ કરવાનું છે. અને આ તેલ વધારે ગરમ થાય એ પહેલા તેમાં 8-10 મીઠા લીમડાના પાન નાખી દેવા. તેને 2-3 મિનિટ સારી રીતે હલાવો. જયારે લીમડો સારી રીતે ફ્રાઈ થઇ જાય ત્યારે ગેસ બંદ કરી દો. આને ઠંડુ કરવા મૂકી દો. ઠંડુ થઇ ગયા બાદ તેમાંથી લીમડો કાઢી તેમાં 3 થી 5 ચમચી એરંડીયાનું તેલ નાખો. આ રીતે તૈયાર થઇ જશે.

આ ઉપાયને અજમાવવા માટે ચહેરા પર સ્ટીમ લેવું ખુબ જરૂરી છે. જો તમે આવું નહિ કરી શકો તો ગરમ પાણીમાં પલાળેલો રૂમાલ ચહેરા પર 5 મિનિટ સુધી રાખી મુકો. આવું કર્યા બાદ આ ઉપાય કર્યા પછી તેની અસર બે ગણી થઇ જાય, સ્ટીમ લીધા બાદ ચહેરાની તે જગ્યા પર માલીસ કરવું જે જગ્યા એ વાળોની કમી છે, તેને 10 થી 15 મિનિટ સુધી માલિશ કરતા રહો. મસાજ કરતા સમયે ધ્યાન રાખવું કે ખુબ જોરથી મસાજ ન કરવી. હલકા હાથથી મસાજ કરવી. મસાજ કર્યા બાદ તેને 10 થી 15 મિનિટ ચહેરા પર લગાવી રાખો. ત્યાર બાદ તેને સાદા પાણીથી ધોઈ લો.

તમે આ તેલને વધારે પ્રમાણમાં બનાવી 1 થી 2 મહિના સુધી ફ્રિઝમાં સ્ટોર કરીને રાખી શકો છો. આનો દરરોજ 10 થી 15 દિવસ ઉપયોગ કરી તમે તમારી દાઢીમાં ફરક જોઈ શકો છો. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, આ ઉપાયમાં બતાવેલ વસ્તુ અસલી એટલે કે શુદ્ધ હોવી જોઈએ. આ બજારમાં નકલી પણ મળે છે. સાચા ઓરીજનલ લગાવશો તો જ વ્યવસ્થિત લાભ મળશે. નહિ તો તમે એમ કહેશો કે મેં આ મહિનો લગાવ્યું પણ કાંઈ ફાયદો થયો નહિ. એટલે કહીયે છીએ કે અસલી વસ્તુઓ જ વાપરજો.