બળદગાડાની લાંબી કતાર લઇને કન્યાના ઘરે પહોંચ્યો વરરાજો, કારણ જાણી થશે ગર્વ.

0
151

ના મોંઘી કાર ના શણગારેલી બગી, વરરાજો તો બળદગાડા લઈને પહોંચ્યો લગ્ન કરવા, જાણો તેની પાછળનું કારણ.

લગ્નનો દિવસ દરેક માટે જીવનની વિશેષ ક્ષણો માંથી એક હોય છે. તેથી દરેક વ્યક્તિ તેને યાદગાર અને સ્પેશિયલ બનાવવા ઉપર જોર આપે છે. ખાસ કરીને આજકાલના યુવા પોતાના લગ્ન ધામધૂમ સાથે અને વૈભવી રીતે કરવાનું પસંદ કરે છે.

કોઈ વરરાજો ફૂલોથી શણગારવામાં આવેલી બગીમાં બેસીને કન્યાના ઘરે જાય છે, તો કોઈ હાથી પર જાન લઇ જાય છે. તો કેટલાક લોકો શો ઓફ કરવા માટે લકઝરી કારમાં પણ જાન લઇને નીકળે છે. પણ કેટલાક ગણ્યાગાંઠ્યા લોકો એવા પણ હોય છે, જે ઘેંટાચાલ ચાલવાને બદલે તેમના લગ્નમાં કાંઈક અલગ કરવાનું પસંદ કરે છે.

હવે ઉત્તર પ્રદેશના દેવરિયામાં નીકળેલી આ અનોખી જાનને જ જોઈ લો. આ જાનમાં વરરાજો ઘોડા કે કોઈ લકઝરી ગાડીમાં બેસીને ન ગયો, પણ તેણે બળદગાડામાં બેસીને પોતાની જાન કાઢી. આ જાને બળદગાડામાં 35 કી.મી. ની મુસાફરી કરી. તેમાં વરરાજાની સાથે બીજા જાનૈયાઓએ પણ બળદગાડામાં પ્રવાસ કર્યો. જાન દેવરિયા જીલ્લાના કુશહરી ગામથી નીકળી પકડી બજાર ગઈ. તે દરમિયાન તે જ્યાંથી પસાર થઇ ત્યાં લોકો જાનને જોતા જ રહી ગયા. મહિલાઓ પોતાના ઘરની બારીઓમાંથી જાનનો આ અંદાજ જોઈને હસવા લાગી. અને આ જાનમાં ડીજે વાગવાને બદલે લોકનૃત્ય થયું.

બળદગાડાની લાંબી કતાર વાળી આ જાનને જેણે પણ જોઈ તેના મનમાં એ પ્રશ્ન ઉભો થઇ રહ્યો હતો કે, આજના મોર્ડન જમાનામાં પણ વરરાજા આવી જાન લઈને કેમ આવી રહ્યા છે? ભારતમાં જયારે પણ કોઈ અનોખી વસ્તુ થાય છે તો તે સોશિયલ મીડિયા ઉપર ફેમસ જરૂર થાય છે. બસ આ જાન સાથે પણ એવું જ બન્યું. કોઈએ આ અનોખી જાનનો વિડીયો બનાવી લીધો અને સોશિયલ મીડિયા ઉપર શેર કરી દીધો. અને મીડિયા વાળા પણ આ અનોખી જાનને પોતાની સ્ટોરીમાં કવર કરવા પહોંચી ગયા. જયારે તેમણે વરરાજા છોટેલાલને આવી જાન કાઢવાનું કારણ પૂછ્યું, તો તેનો જવાબ ઘણો રસપ્રદ હતો.

વરરાજા છોટેલાલ પાલે જણાવ્યું કે, મેં ઘણા સમય પહેલાથી વિચારી રાખ્યું હતું કે હું મારી જાન બળદગાડીમાં લઇને જઈશ. હું ઇચ્છતો હતો કે, લોકો જૂની પરંપરાને સમજી શકે. તેમને ખબર પડે કે આજથી ઘણા વર્ષો પહેલા કેવી રીતે જાન જતી હતી. આ એક જૂની પરંપરા છે જે ગાડીઓને કારણે દુર થવા લાગી છે. પણ હું તેને દુર થવા દેવા માંગતો નથી. હું લોકોને આ જૂની પરંપરાથી માહિતગાર કરવા માગુ છું.

જાનમાં ડઝન બળદગાડામાં શામેલ થયેલા જાનૈયાઓનું કહેવું હતું કે, આ એક જૂની પરંપરા છે જેનો ભાગ બની અમને આનંદ થયો. આવી જાન કાઢવાનું એક બીજું કારણ એ છે કે, ડીઝલ-પેટ્રોલના ભાવ આકાશને આંબી ગયા છે. એટલા માટે આ અમારો મોંઘવારી વિરુદ્ધ એક સંદેશ પણ છે. છોટેલાલ મુંબઈમાં ફિલ્મોનું શુટિંગ કરતી ટીમમાં કામ કરે છે. તમે તેમની અનોખી જાનનો વિડીયો અહિયાં જોઈ શકો છો.

તો મિત્રો તમને આ જાનનો આઈડિયા કેવો લાગ્યો? તમારો જવાબ કોમેન્ટ કરીને જણાવજો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.