વરરાજાએ દહેજ સ્વીકારવાની ના પાડી તો સસરાએ આપી દીધું આ, હવે ખુશીથી ફુલ્યા નથી સમાતા આ વ્યક્તિ.

0
1059

આપણા દેશમાં દહેજ પ્રથા ભલે એક કાયદાકીય ગુનો ગણવામાં આવતો હોય, પરંતુ આપણા સમાજમાં આ પ્રથા હજુ પણ ઘણી ચાલે છે. ભારતમાં કદાચ જ એવો કોઈ ખૂણો હશે, જ્યાં લગ્નમાં દહેજ ન લેવામાં આવતું હોય. આમ તો સમાજમાં ઘણા લોકો એવા પણ છે, જે દહેજના સખ્ત વિરોધી છે. પણ અમુક લોકો એવા પણ છે જે દહેજ માંગે છે. દહેજ સંબંધિત એક એવી જ ઘટના પશ્ચિમ બંગાળના મિદનાપુર માંથી સામે આવી છે.

અહિયાં એક વ્યક્તિએ પોતાના લગ્નમાં દહેજ લેવાની ના કહી દીધી. ત્યાર બાદ સાસરિયા વાળાએ તેને કાંઈક એવું આપી દીધું કે, તે હવે આનંદથી ફૂલાયેલા રહે છે. અને આ લગ્નની ચર્ચા હવે આખા વિસ્તારમાં થઇ રહી છે.

ખાસ કરીને સૂર્યકાંત બરીક વ્યવસાયથી એક શિક્ષક છે. તેમના લગ્ન પૂર્વી મિદનાપુરના રહેવાસી પ્રિયંકા બેજ સાથે થયા છે. તેમનું કહેવું છે કે, જયારે તે લગ્ન કરવા માટે લગ્ન સ્થળ ઉપર પહોંચ્યા, તો ત્યાં સાસરીયા વાળાએ તેમને દહેજ તરીકે કાંઈક એવું આપી દીધું, જેને જોઇને પહેલા તો તે ચોંકી ઉઠ્યા, પણ પછી તે ઘણા ખુશ થયા.

સૂર્યકાંતે પોતાના લગ્નમાં દહેજ ન લેવાની શરત મૂકી હતી. તેમની પત્ની પ્રિયંકાનું કહેવું છે કે, તેને એવા લગ્નમાં વિશ્વાસ નથી જેમાં દહેજ લેવા-દેવામાં આવે. અને આ બનાવ પછી તેમણે આનંદ વ્યક્ત કર્યો છે કે, તેમના પતિ પણ દહેજ પ્રથા ની વિરુદ્ધ છે.

મીડિયા રીપોર્ટ અનુસાર, વરરાજા બનેલા સૂર્યકાંતને તેના સાસરિયા વાળાએ દહેજમાં એક લાખ રૂપિયાના એક હજાર પુસ્તકો આપ્યા છે. તેમાં ઉત્તમ પુસ્તકોનું વિશેષ કલેક્શન છે, જેમાં રવીન્દ્રનાથ રાગોર, બંકિમ ચંદ્ર ચેટરજી અને શરત ચંદ્ર ચટોપાધ્યાય જેવા દેશના જાણીતા બંગાળી લેખકોના પુસ્તકો છે. એ ઉપરાંત હેરી પોટર જેવા પુસ્તકો પણ એમાં રહેલા છે. આ પુસ્તકોને ૧૫૦ કી.મી. દુરથી ખાસ મંગાવવામાં આવ્યા હતા.

અને આ લગ્નની ખાસ વાત એ પણ છે કે, લગ્નમાં આવવા વાળા મહેમાનોને પણ વિનંતી કરવામાં આવી હતી કે, તે કોઈપણ કિંમતી વસ્તુ ભેંટમાં ન લાવે. પરંતુ તેના બદલે તે વર-વધુને પુસ્તકોની ભેંટ આપે. સૂર્યકાંતનું કહેવું છે કે તેને ભેંટમાં એટલા પુસ્તકો મળ્યા છે કે, એનાથી તે એક લાયબ્રેરી પણ ખોલી શકે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.