વરરાજો સીધો આકાશમાંથી ટપક્યો પોતાની જાનમાં, જોઈને જાનૈયા રહી ગયા ચકિત, વિડીયો થયો વાયરલ

0
646

લગ્ન દરેકના જીવનનો એક યાદગાર સમય હોય છે, જેને લોકો જીવનની સોનેરી પળ માને છે, કારણ કે આજ તે દિવસ હોય છે, જયારે તમને તમારો જીવનસાથી મળે છે. નવવિવાહિત જોડું આ પળને ખાસ બનાવવા માટે એકથી એક ચઢિયાતા પ્રયોગ કરે છે.

એવો જ એક પ્રયોગ હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. અહીં વરરાજો પોતાના લગ્નમાં આકાશમાંથી આવે છે. હકીકતમાં થયું એવું કે, વરરાજો વિમાનથી સ્કાઈડાઈવિંગ કરીને એક જાનૈયા તરીકે નીચે ધરતી પર ઉતર્યો અને પછી નવવધૂ સાથે સાત ફેરા લીધા.

વીડિયોમાં તમે જોઈ શકો છો, કે વરરાજાએ સંપૂર્ણ સ્ટ્રેપ-ઈન અને કાળો પેરાગ્લાઈડિંગ સૂટ પહેર્યો છે. તે એક પીળા અને સફેદ રંગના પેરાશૂટ સાથે નીચેની તરફ આવતો દેખાય છે. વીડિયોમાં જમીન પર રહેલા લોકો ઉત્સાહિત છે અને તાળીઓ વગાડી રહ્યા છે, હુટસ કરી રહ્યા છે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર WedMeGood કૈપ્શન સાથે શેયર કરવામાં આવ્યો છે. વરરાજાની લગ્નમાં સ્કાઈ ડાઈવિંગથી એન્ટ્રીએ બીજા પર લોકોને આ જબરજસ્ત આઈડિયા આપ્યો છે, પણ આ યોજના જેટલી રોમાંચક છે, એટલી જ ખતરનાક પણ છે.

જુઓ વીડિયો :

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.