લગ્ન પછી નળિયાવાળા ઘરમાં રહેતી છોકરીની વિદાઈ થઇ હેલિકોપ્ટરમાં, આજે કહેવાય નસીબ સાહેબ…

0
4343

‘કિસ્મત કભી ભી પલટ શકતી હૈ’ આ કહેવત તો તમે સાંભળી જ હશે. સરળ રીતે સમજીએ તો કહેવત કહે છે, કિસ્મતને બદલાતા વાર ન લાગે. જેની સાથે નસીબ હોય છે તેની સાથે બધું સારું થાય છે. ખરાબથી ખરાબ સમયમાં પણ તે વ્યક્તિએ પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી. ઘણા લોકોને જીવનમાં પહેલાથી નક્કી હોય છે તેમને જીવનમાં શું કરવાનું છે. સારા નસીબ વાળા લોકો જે વસ્તુ વિષે ક્યારે વિચારતા પણ નથી, તેવું જ તેમની સાથે થાય છે. હમણાં જ એક એવી જ ઘટના જોવા મળી છે, જેના વિષે જાણીને તમે હકીકતમાં વિચારમાં પડી જશો.

માતા -પિતા એ કહ્યું કે અમારી દીકરી ખુબ નસીબદાર છે :

આપણે ત્યાં ઇંદોર પાસે જાવરામાં પઠાનટોલીની એક નાની ગલીમાં ફક્ત ચાદરથી ઢાકેલ બે રૂમમાં રહેવા વાળી શાહિસ્તાનું જીવન અચાનક બદલાઈ ગયું, જેના વિષે તેણે કે બીજા કોઈએ ક્યારેય નહોતુ વિચાર્યુ. જે શાહિસ્તા ક્યારેક તૂટેલા-ફૂટેલા ઘરમાં રહેતી હતી અચાનક મંગળવારે એણે હેલિકોપ્ટરમાં બેસીને વિદાઈ લીધી. દીકરીના વિદાઈ દરમિયાન ફળ વેચવા વાળા પિતા અને સિલાઈ કરવા વાળી માં ની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તે રડતા રડતા બોલ્યા કે અમારી દીકરી ખુબ વધારે નસીબદાર છે.

ત્રણ વર્ષ પહેલા થઇ હતી શાહીસ્તાની સગાઇ :

વિદાય લીધેલ અને મૈટ્રીક પાસ શાહીસ્તાનું કહેવું છે કે, “મેં સપનામાં પણ કયારેય આવું વિચાર્યુ ન હતું કે મારી સાથે લગ્ન કરવા માટે કોઈ હેલિકોપ્ટરમાં બેસીને આવશે. ખુદાએ વગર માંગ્યે જ મને આખી દુનિયાની ખુશીઓ આપી દીધી.” જણાવી દઈએ કે પઠાનટોલીના રહેવા વાળા વાહીલ ખાનની દીકરી શાહીસ્તાની સગાઈ આજથી ત્રણ વર્ષ પહેલા રાજસ્થાનના કોટા જિલ્લામાં રહેવા વાળા ખનીજ વ્યાપારી આરીફ ખાન દીકરા હાજી આસિફ ખાન જોડે થઇ હતી. સોમવારે આસિફ હેલિકોપ્ટરમાં બેસીને લગ્ન કરવાના માટે આવ્યો અને મંગળવારની સવારે દુલ્હનને હેલિકોપ્ટરથી લઇ ગયો.

પહેલી જ નજરમાં શાહીસ્તાને કરી નાખી હતી પસંદ :

દુલ્હન એટલે કે શાહીસ્તાની માં આસિફ બી એ જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા આ મુગલપુરમાં પોતાની બહેનને મળવા માટે ગઈ હતી. અહીંયા જ પડોસમાં રહેવા વાળી રહના બી એ શાહીસ્તાને જોતાજ કહ્યું કે આટલી સુંદર સુશીલ છોકરી મને પહેલા કેમ દેખાઈ નહિ. આના પછી તેમને સુકેતના રહેવા વાળા ખનીજ વ્યાપારી આરીફ ખાન દીકરા જોડે લગ્નની વાત કરી. તેના પછી સુકેત જોડે આરીફ ખાન પોતાની માં ની સાથે મુગલપુરામાં દીકરીને જોવા આવ્યા. પહેલી નજરમાં તેમને પણ શાહીસ્તા ગમી ગઈ. તે સમયે રહના બી એ જણાવ્યું કે તારી દીકરી ખુબ નસીબદાર છે તેમને જણાવ્યું કે આ લોકો 50 થી વધારે છોકરીઓ જોઈ ચુક્યા છે. પરંતુ ક્યાંય પણ વાત આગળ વધી નહિ.

અમીરી-ગરીબીથી કોઈ લેવા દેવા નથી, બસ શાહીસ્તા પસંદ છે અમને :

મિત્રો જણાવી દઈએ કે આસિફ ખાનના ભાઈ આદિલ ખાનના પણ લગ્ન સોમવારે જાવરાના જ જુલાહપુરામાં એક ખેડૂતની દીકરી સાથે થયા. બંને ભાઈ એક સાથે જ હેલિકોપ્ટરમાં બેસીને સુકેતના માટે રવાના થયા. શાહીસ્તાની માં એ જણાવ્યું કે સંબંધની વાત ચાલવા પર જયારે તે સુકેત પહોંચ્યા તો તેમને ખબર પડી કે આસિફ અને તેમના પિતા આરીફ ખુબ મોટા કારોબારી છે.

છોકરા વાળાના ઠાઠ-બાઠ જોઈને મેં કહ્યું તમે અમીર છો અને અમે ગરીબ છીએ, અમારી પાસે તો રહેવા માટે સારું ઘર પણ નથી. હું સિલાઈ કરું છું અને મારા પતિ ફળ વેચે છે. એવામાં સંબંધ કેવી રીતે જોડાશે? એટલું સાંભળીને આસિફ અને તેમના પિતાએ જણાવ્યું કે અમીર ગરીબ કઈ હોતું નથી અમને શાહીસ્તા પસંદ છે બસ અમને બીજું કઈ જોઈતું નથી.