લગ્ન પછી પગ પૂજનમાં રિસાઈ ગયો વરરાજો, કન્યાના ઘરવાળાઓએ લગ્ન મંડપમાં જ કરી ધોલાઈ.

0
359

રિસાયેલા વરરાજાને આપ્યા આટલા હજાર રૂપિયા તો પણ ન માન્યો, પછી કન્યા પક્ષે વરરાજાને ધોઈ નાખ્યો. બિહારના બક્સરમાં વરરાજાને નારાજ થવું મોંઘુ પડ્યું. મુફ્ફસિલ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં કરહંસી ગામમાં એક જાન આવી હતી. જેમાં લગ્ન દરમિયાન વર પક્ષ અને કન્યા પક્ષ વચ્ચે જોરદાર મારપીટ થઈ. રવિવારે રાત્રે થયેલી આ ઘટનામાં વરરાજા સહીત તેના કાકા તથા ભાઈ ઘાયલ થઈ ગયા, તેમજ કાકાની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. ઘટના પછી દરેક ઘાયલોને ઈલાજ માટે સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કેસમાં અત્યાર સુધી પોલીસને કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.

ઘટનાના સંબંધમાં મળતી જાણકારી અનુસાર, સિકરૌલ પોલીસ સ્ટેશન ક્ષેત્રના જિગના ગામના રહેવાસી સુરેન્દ્ર મિશ્રાના પુત્ર અનિલ મિશ્રાની જાન મુફ્ફસિલ પોલીસ સ્ટેશન ક્ષેત્રના કરહસી ગામના રહેવાસી ઉપેંદ્ર મિશ્રાના ઘરે આવી હતી. લગ્ન સંપન્ન થયા પછી મંડપમાં ખાવાનું ખવડાવતા સમયે વરરાજાના પગ પૂજવાની પરંપરા છે. આ પરંપરા દરમિયાન જયારે વરરાજો રિસાઈ ગયો ત્યારે સસરા ઉપેંદ્ર મિશ્રા તેને મનાવવા માટે હજાર રૂપિયા આપવા લાગ્યા, પણ વરરાજાએ તે લેવાની ના પાડી દીધી. વરરાજાના માન-સમ્માનથી શરૂ થયેલી વાત વિવાદમાં ફેરવાઈ ગઈ.

કન્યા પક્ષવાળાએ વર પક્ષની જોરદાર ધોલાઈ કરી : ત્યારબાદ કન્યા પક્ષવાળાએ વર પક્ષની જોરદાર ધોલાઈ કરી. મારપીટની આ ઘટનામાં વર પક્ષ તરફથી વરરાજા સહીત ત્રણ અન્ય લોકો ઘાયલ થયા છે. આ બનાવ પછી વરરાજાના સ્વજનો દ્વારા દરેકને સદર હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા, જ્યાં તેમનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. તેમજ ચિકિત્સકોએ જણાવ્યું કે ત્રણ લોકોને થોડી ઇજા પહોંચી છે.

વરરાજાના કાકાને થઈ ગંભીર ઇજા : વરરાજાના કાકાને ગંભીર ઇજા થઈ હતી અને તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. આ બાબતની જાણકારી આપતા વરરાજા અનિલ મિશ્રાએ જણાવ્યું કે, મારપીટ દરમિયાન તેના ગળામાં રહેલી સોનાની ચેન તથા વરરાજાની સ્વીફ્ટ ડિઝાયર ગાડીમાં પણ તોડફોડ કરવામાં આવી છે. આ બાબત વિષે પોલીસ સ્ટેશનમાં પુષ્ટિ કરવા પર ત્યાં હાજર એસઆઈ સંજય શર્માએ જણાવ્યું કે, કરહંસી ગામમાં લગ્ન દરમિયાન જાનૈયાઓ સાથે મારપીટની ઘટના બની હતી, જેમની સારવાર સદર હોસ્પિટલમાં થઈ રહી છે. જોકે, આ બાબતમાં પોલીસ સ્ટેશનને હજી સુધી કોઈ ફરિયાદ મળી નથી.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.