દાદા કોર્ટમાં કરતા હતા ચોકીદારી, પિતા છે કોર્ટમાં ડ્રાયવર, દીકરાને બનાવ્યો જજ, જાણો વધુ વિગત

0
558

કહેવામાં આવે છે કે સપના ત્યારે પુરા થાય છે જયારે તે જોવામાં આવે. તમે એક વખત પોતાના સપના સાકાર કરવા માટે મક્કમ બની જાવ છો, તો પછી તમને રોકી શકવા અશક્ય બની જાય છે. ધગશ, મહેનત અને હિંમત જ કોઈ પણ સપના પુરા કરવાની ચાવી છે.

તમારી પરિસ્થિતિ ભલે જેવી પણ હોય, જો તમે હાર માન્યા સિવાય સતત પ્રયાસ કરતા રહો છો, તો સફળતા એક દિવસ તમારી સામે ચાલીને આવે છે. તે વાતને મધ્ય પ્રદેશના શહેર ઇન્દોરમાં રહેતા ચેતન બજાડે સાચી સાબિત કરી બતાવી છે. ચેતન ઘણા લોકો માટે એક પ્રેરણારૂપ બની ગયા છે. ૨૬ વર્ષના ચેતને સિવિલ જજ ક્લાસ-II રીક્રુમેંટ ટેસ્ટમાં પાસ થઇ ગયા છે.

આમ તો તે તેમના માટે એટલું સરળ પણ ન હતું. ચેતન જણાવે છે કે તે તેમનો ચોથો પ્રયત્ન હતો. પિતાના સપોર્ટને લીધે એમને સૌથી વધુ હિંમત મળી છે. પહેલી વખત નિષ્ફળ થવા ઉપર તે નિરાશ થઈને હાર માનવા લાગ્યો હતો, પરંતુ પિતા ગોવર્ધનલાલ બજાડેએ તેને હિંમત આપી અને પ્રયાસ કરતા રહેવાનું કહ્યું. રસપ્રદ વાત એ છે કે ચેતનના પિતા અને દાદા બંનેને કોર્ટ સાથે જુનો સંબંધ રહ્યો છે. પિતા ગોવર્ધનલાલ ઇન્દોર જીલ્લાની કોર્ટમાં ડ્રાઈવર છે, જયારે તેમના દાદા હરીઓમ બજાડ આ કોર્ટમાં ચોકીદાર હતા. આમ તો હાલમાં તે નિવૃત્ત થઇ ગયા છે.

ગોવર્ધનલાલ બજાડને ત્રણ બાળકો છે. તેમનું સપનું હતું કે એક દીકરો જજની ખુરશી ઉપર જરૂર બેસશે. તેવામાં તે સપનું પૂરું કરવાનું બીડુ ચેતને ઉપાડી લીધું. તેણે સૌથી પહેલા કાયદામાં પોતાનું ગ્રેજયુઈશન પૂર્ણ કર્યું. ત્યાર પછી તે જજ બનવાની તૈયારી કરવા લાગ્યા. મધ્ય પ્રદેશ હાઈ કોર્ટના જબલપુર એક્ઝામિનેશન સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રોવિઝન સિલેકશન લીસ્ટમાં ચેતને ૪૫૦ માર્ક્સમાંથી ૨૫૭.૫ ટકા પ્રાપ્ત કર્યા છે. ઓબીસી કેટેગરીમાં તેને ૧૩ મો નંબર પ્રાપ્ત થયો છે.

ચેતન હંમેશાથી પોતાના પિતાને જ પોતાના આદર્શ માનતા આવ્યા છે. તેમણે પિતા પાસેથી પ્રેરણા મેળવીને કાયદાના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું. આજે દીકરાની એ સફળતાથી પિતાની છાતી ગર્વથી ફૂલી ગઈ છે. તેમના કુટુંબમાં દરેક ચેતનના જજ બનવાથી ઘણા ખુશ છે. ત્યાં સોશિયલ મીડિયા ઉપર પણ ચેતનની સફળતાની કહાની વાયરલ થઇ રહી છે.

ઘણા લોકો હવે ચેતનને આદર્શ માનીને પોતાના સપના પુરા કરવામાં લાગી ગયા છે. ચેતનનું કહેવું છે કે, જયારે તે જજ બનશે તો તેની પહેલી પ્રાથમિકતા એ હશે કે લોકોને વહેલામાં વહેલી તકે ન્યાય મળી શકે. હંમેશા લોકો મહિના કે પછી વર્ષો સુધી કોર્ટમાં ધક્કા ખાઈ ખાઈને થાકી જાય છે. એટલા માટે તે આ સ્થિતિમાં થોડો સુધારો લાવવા માંગે છે.

ચેતને તે વાત સાબિત કરી બતાવી છે કે, જો તમે સફળ થવા માંગો છો તો બધા બહાના નકામા છે. તમારે તમને મળતી સુવિધાઓમાં જ ધીમે ધીમે આગળ વધતા રહેવું જોઈએ. એક દિવસ એવો જરૂર આવશે જયારે તમે તમારા સપના પુરા કરી શકશો અને તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. અમારી તરફથી ચેતનને જજ બનવાની ઢગલાબંધ શુભકામનાઓ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.