ગ્રહ-નક્ષત્રોની સ્થિતિથી બન્યો હર્ષણ યોગ, જાણો કઈ રાશિવાળાએ કરવો પડશે સુખ-દુઃખનો સામનો.

0
227

જ્યોતિષ અનુસાર આ ખાસ યોગ બનવાથી અમુક રાશિઓનો થશે ભાગ્યોદય, આર્થિક નફો મળવાની છે શક્યતા. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો-નક્ષત્રોની સતત બદલાતી સ્થિતિને કારણે જ વ્યક્તિએ આકાશમંડળમાં ઘણા શુભ-અશુભ યોગ ઉભા થાય છે, જેની અસર તમામ 12 રાશીઓ ઉપર વધુ ઓછા પ્રમાણમાં જરૂર પડે છે. જો ગ્રહોની ચાલ વ્યક્તિની રાશીમાં સારી છે, તો તેના કારણે જ માણસના જીવનમાં સુખ મળે છે પરંતુ ગ્રહોની ચાલ સારી ન હોવાને કારણે જીવનમાં સુખ-દુઃખનો સામનો કરવો પડે છે. આવો જાણીએ હર્ષણ યોગને કારણે કઈ રાશી વાળા ઉપર પડશે સારી અસર

વૃષભ રાશી વાળા લોકો ઉપર આ શુભ યોગની સારી અસર રહેશે. સામાજિક કાર્યોમાં તમે વધુ રસ લેશો. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને સારું પરિણામ પ્રાપ્ત થવાની સંભાવના છે. તમે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે વિદેશ જઈ શકો છો. તમારું ભાગ્ય પ્રબળ રહેશે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. અચાનક આર્થિક લાભ મળવાની સંભાવના છે. વેપારમાં તમને સફળતા પ્રાપ્ત થશે. થોડી મહેનતમાં તમને વધુ લાભ મળી શકે છે. વાહન સુખની પ્રાપ્તિ થઇ શકે છે.

વૃશ્ચિક રાશી વાળા લોકો ઉપર આ શુભ યોગની સારી અસર રહેવાની છે. ઘરનું વાતાવરણ આનંદમય રહેશે. તમારા ઘરમાં મહેમાનોનું આગમન થઇ શકે છે. આરોગ્ય સંબંધિત તકલીફો માંથી છુટકારો મળશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકોનો સમય સારો રહેશે. તમારા પ્રેમ સંબંધોમાં મજબુતી આવશે. આ રાશીના વિદ્યાર્થીઓની કારકિર્દીમાં સકારાત્મક પરિણામ મળવાની સંભાવના જોવા મળી રહી છે. તમે કોઈ જરૂરિયાત વાળા લોકોની મદદ કરી શકો છો. ધનમાં વધારો થવાની પ્રબળ સભાવના જોવા મળી રહી છે.

ધન રાશી વાળા લોકો ઉપર આ શુભ યોગની ઉત્તમ અસર રહેશે. તમે કોઈ લાભદાયક પ્રવાસ ઉપર જઈ શકો છો. ઓફીસમાં તમે તમારા તમામ કામ આત્મવિશ્વાસ સાથે પુરા કરશો. તમે કોઈ નવા કામની શરુઆત કરવાનું આયોજન બનાવી શકો છો, જેની આગળ જતા તમને ફાયદો મળશે. અચાનક અટકેલા પૈસા પાછા મળી શકે છે. લવ લાઈફ સારી રહેશે. તમે તમારા પાર્ટનર સાથે કોઈ પ્રવાસનું આયોજન બનાવી શકો છો. કુટુંબમાં આનંદ વધશે. વેપારની બાબતમાં અનુભવી લોકો સાથે જોડાવાની તક મળી શકે છે. દુર સંચાર માધ્યમથી શુભ સમાચાર મળવાની સંભાવના છે.

કુંભ રાશી વાળા લોકોને પોતાની કુશળતાથી કામમાં સફળતા પ્રાપ્ત થશે. ધન લાભમાં ઘણો વધારો થઇ શકે છે. દાંપત્ય જીવન સારું રહેશે. આરોગ્ય સંબંધી તકલીફો દુર થશે. તમે પોતાને ઉર્જાવાન અનુભવશો. કારકિર્દીમાં આગળ વધવાની સારી તક મળી શકે છે. નવા લોકો સાથે મુલાકાત થશે, જેનો ભવિષ્યમાં લાભ મળશે. નોકરીના ક્ષેત્રમાં મોટા અધિકારી તમાટી ઉપર ઘણા ખુશ રહેશે. તમે તમારી તમામ પ્રકારની જવાબદારીઓ સારી રીતે નિભાવવાના છો.

મીન રાશી વાળા લોકો ઉપર આ શુભ યોગની સારી અસર જોવા મળશે. સરકારી કર્મચારીઓને લાભ મળવાની સંભાવના છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. જીવનસાથીના સહકારથી તમને લાભ મળી શકે છે. ઘરમાં કોઈ નાની મોટી પાર્ટીનું આયોજન થઇ શકે છે. ઓફીસના કામ સમયસર પુરા થશે. કારકિર્દીમાં સકારાત્મક ફેરફાર આવવાની સંભાવના જોવા મળી રહી છે. જો તમે ક્યાય ધન રોકાણ કરો છો, તો તેનો તમને સારો ફાયદો મળશે.
આવો જાણીએ બીજી રાશીઓની કેવી રહેશે સ્થિતિ

મેષ રાશી વાળા લોકો ઉપર તેની સામાન્ય અસર રહેશે. તમે તમારા કામમાં ઘણા વધુ વ્યસ્ત રહેશો. ઘરની જરૂરિયાતો પાછળ ખર્ચા વધી શકે છે એટલા માટે તમે તમારા ખોટા ખર્ચા ઉપર નિયંત્રણ રાખો. કુટુંબના કોઈ સભ્ય સાથે માથાકૂટ થવાની સંભાવના છે. કામ પ્રત્યે તમારે સંયમ અને ધીરજ જાળવી રાખવી પડશે. તમે ઉતાવળમાં કોઈ પણ કામ ન કરો. આ રાશિના લોકો તેના આરોગ્ય ઉપર ધ્યાન આપે. ઋતુ પરિવર્તન થવાના કારણે આરોગ્ય પ્રભાવિત થઇ શકે છે.

મિથુન રાશી વાળા લોકોને માનસિક તનાવ માંથી પસાર થવું પડશે. તમે તમારા ભવિષ્યને લઈને ઘણા ચિંતિત રહેશો. તમે તમારા કોઈ પણ કામમાં બેદરકારી ન રાખશો નહિ તો તેનું મોટું નુકશાન વેઠવું પડશે. તમારા મનમાં નકારાત્મક વિચાર ઉભા થઇ શકે છે, જેના કારણે કામમાં ધ્યાન કેન્દ્રિત કરવું ઘણું મુશ્કેલ બનશે. સંતાન સાથે કોઈ વાદ વિવાદ થવાની સંભાવના ઉભી થઇ રહી છે. કોઈ પણ બાબતને તમે વાતચીત અને શાંતિથી ઉકેલવાનો પ્રયત્ન કરો.

કર્ક રાશી વાળા લોકોને મધ્યમ ફળની પ્રાપ્તિ થશે. તમારા અમુક કામ ઈચ્છા મુજબ પુરા થઇ શકે છે, સંતાન તરફથી શુભ સમાચાર મળવાની સંભાવના ઉભી થઇ રહી છે, જેથી તમારું મન પ્રફુલ્લિત થશે. સામાજિક ક્ષેત્રોમાં મન સન્માન વધશે. કુટુંબના લોકો સાથે તમે ક્યાંક ફરવાનું આયોજન બનાવી શકો છો. વેપાર સાથે જોડાયેલા લોકોને નુકશાન થવાની સંભાવના છે. તમે તમારા ભાગીદારોની કામગીરીઓ ઉપર નજર રાખો. આવકથી વધુ ખર્ચ વધશે. તમે તમારા કામને સારું કરવા માટે નવી નવી તકો શોધી શકો છો.

સિંહ રાશી વાળા લોકો ઉપર ઘણે અંશે તેની ઠીક ઠીક અસર રહેશે. મિત્રો સાથે મોજ મસ્તી ભરેલો સમય પસાર કરશો. મનોરંજનના સાધનોમાં વધુ પૈસા ખર્ચ થઇ શકે છે. આર્થિક સ્થિતિમાં ઉતર ચડાવ આવી શકે છે. નોકરીના ક્ષેત્રમાં તમારે વધુ દોડધામ અને મહેનત કરવી પડશે. અજાણ્યા લોકો ઉપર તમે જરૂર કરતા વધુ વિશ્વાસ ન કરશો. વેપારમાં પ્રગતી પ્રાપ્ત થશે. આવકની થોડી તકો પ્રાપ્ત થઇ શકે છે. પૈસાની લેવડ દેવડથી દુર રહેવું પડશે.

કન્યા રાશી વાળા લોકો ઉપર તેની મિશ્ર અસર પડશે. તમારા જીવનમાં ઘણા ફેરફાર જોવા મળશે. અટકેલા કામ મિત્રોની મદદથી પુરા થઇ શકે છે. આ રાશિના લોકોને થોડી નવી જવાબદારીઓ મળી શકે છે, એટલા માટે તમે તેના માટે તૈયાર રહો. પ્રાઇવેટ નોકરી કરવા વાળા લોકો કાર્યાલયમાં સારું પ્રદર્શન કરશે. ઉપરી અધિકારી તમારા કામની પ્રસંશા કરશે. તમારી કોઈ જૂની યોજના પૂરી થઇ શકે છે. તમારે તમારા દુશ્મનોથી ચેતીને રહેવાની જરૂર છે. તે તમારા કામમાં અડચણ ઉભી કરી શકે છે. કોઈ પણ પ્રકારના રોકાણ કરતા પહેલા તમારે વિચાર વિમર્શ કરવો પડશે.

તુલા રાશી વાળા લોકોને મધ્યમ ફળની પ્રાપ્તિ થશે. કોઈ પણ મહત્વની બાબતમાં નિર્ણય લેતા પહેલા વિચાર વિમર્શ જરૂર કરો. વેપારમાં ફાયદો મળી શકે છે. તમારી સમજણ દરેક પ્રકારની તકલીફોને દુર કરવામાં મદદ કરશે. કુટુંબના કામને કારણે તમારે વધુ દોડધામ કરવી પડશે, જેના કારણે શારીરિક થાક અનુભવશો. સંતાન તરફથી સુખની પ્રાપ્તિ થશે. સાસરીયા પક્ષ તરફથી શુભ સમાચાર મળવાની સંભાવના ઉભી થઇ રહી છે. માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને નિરાશા હાથ લાગી શકે છે.

મકર રાશી વાળા લોકો ઉપર તેની ઠીક ઠીક અસર રહેશે. પ્રગતીના રસ્તામાં થોડી અડચણ ઉભી થઇ શકે છે. જેના કારણે તમે ઘણા દુઃખી રહેશો. કુટુંબમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. માતા પિતા સાથે તમે કોઈ ધાર્મિક સ્થળ ઉપર જવાનું આયોજન બનાવી શકો છો. અજાણ્યા લોકો ઉપર તમે વિશ્વાસ ન કરશો. લવ લાઈફ સામાન્ય રહેશે. કોઈ વિશેષ વ્યક્તિ સાથે માથાકૂટ થવાની સંભાવના છે. તમે નકામી વાતો ઉપર ધ્યાન ન આપશો. જરૂરી કામો ઉપર ધ્યાન આપવું પડશે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.