ગ્રહ હોઈ શકે તમારી બીમારીનું કારણ, જાણો ક્યા ગ્રહને કારણે કઈ બીમારી હોઈ શકે છે

0
1158

તમારી બીમારીનું કારણ ગ્રહ પણ હોઈ શકે છે, જાણો કયા ગ્રહને લીધે કઈ બીમારી થઈ શકે છે

આજના સમયમાં લોકોમાં અનેક પ્રકારની બીમારીઓ જોવા મળે છે, આમ તો તેના ઈલાજ પણ રહેલા છે, અમુક બીમારીઓ એવી પણ છે, જેના ઈલાજ પણ નથી હોતા. તે બીમારીઓને માત્ર આગળ ન વધે તે જ કાળજી રાખવાની રહે છે. પરંતુ સંપૂર્ણ દુર નથી થઇ શકતી. પરંતુ લોકોમાં બીમારીઓ થવાના કારણો વિષે તમે નહિ જાણતા હો. આવો જાણીએ તેના વિષે વિસ્તારથી.

જ્યોતિષ મુજબ કોઈ વ્યક્તિના જીવનમાં થતી બનતી શુભ અને અશુભ ઘટનાઓનો સંબંધ તમામ ૯ ગ્રહો સાથે સીધી જોડાયેલી હોય છે. કુંડળીમાં જયારે પણ કોઈ ગ્રહ શુભ ફળ આપે છે, તો વ્યક્તિને દરેક કામમાં સફળતા અપાવે છે. અને જો કુંડળીમાં ગ્રહ અશુભ છે, તો વ્યક્તિને કામમાં જાત જાતની અડચણો આવવા લાગે છે. અશુભ ગ્રહોની અસરથી વ્યક્તિને જાત જાતની બીમારીઓ પણ ઘેરી લે છે. આવો જાણીએ તમને કયો ગ્રહ અશુભ હોવાથી તમને કેવા પ્રકારની બીમારીઓ થઇ શકે છે.

સૂર્ય : કુંડળીમાં સૂર્યના અશુભ ફળ આવવાથી વ્યક્તિને આંખો અને માથા સાથે જોડાયેલી બીમારીઓ થવા લાગે છે.

ચંદ્રમા : કુંડળીમાં ચંદ્રમાની અશુભ અસરથી વ્યક્તિને કફ અને પેટ સાથે જોડાયેલી બીમારીઓ ઘેરવા લાગે છે.

મંગળ : મંગળની અસર લાલ રંગ ઉપર સૌથી વધુ રહે છે, એટલા માટે કુંડળીમાં મંગળની અશુભ અસર હોય તો વ્યક્તિને લોહી સંબંધિત બીમારીઓ વધુ થવા લાગે છે.

બુધ : જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ અશુભ અસર પાડે છે, તો તમને દાંત અને નસો સાથે જોડાયેલી બીમારીઓ થઇ શકે છે.

ગુરુ : ગુરુની અશુભ અસરથી વ્યક્તિને શ્વાસ સાથે જોડાયેલી ઘણી બીમારીઓ થવા લાગે છે.

શુક્ર : શુક્ર ગ્રહ પૂર્ણતા અને વૈભવનો કારક ગ્રહ છે. તેની અશુભ અસર થવાથી વ્યક્તિ એક સાથે ઘણી બીમારીઓથી ઘેરાવા લાગે છે.

શની : જે વ્યક્તિની કુંડળીમાં શની ગ્રહ અશુભ હોય છે તેને પેટ સંબંધી બીમારીઓ ઘેરી લે છે.

રાહુ : કુંડળીમાં રાહુની અશુભ અસર રહેવાથી વ્યક્તિને વારંવાર તાવ આવે છે.

કેતુ : કુંડળીમાં જો કેતુ ગ્રહ સારો નથી, તો વ્યક્તિને હાડકા સંબંધિત બીમારીઓ થવા લાગે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.