ગોવિંદાને ઓફર થઇ હતી હોલીવુડની ફિલ્મ ‘અવતારની’, આ કારણે હીરો બનવાની ના પાડી ગોવિંદાની આ વાતો જાણીને ભરોસો નઈ થાય.

0
524

હોલીવુડના ઉત્તમ ડાયરેક્ટર્સના ગણવામાં આવતા જેમ્સ કેમરૂનના નિર્દેશનમાં બનેલી ‘અવતાર’ ફિલ્મે દુનિયાભરમાં ડંકો વગાડી દીધો હતો. આ ૩ડી એનીમેટેડ ફિલ્મ વર્ષ ૨૦૦૯માં રીલીઝ થઇ હતી, ફિલ્મે કમાણીની દ્રષ્ટીએ બોક્સ ઓફીસ ઉપર નોંધાયેલા તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા હતા. તેની જોરદાર સફળતાના થોડા સમય પહેલા જ જેમ્સ કેમરૂને તેને ચાર પાર્ટ્સની જાહેરાત કરી હતી. પરંતુ તે વાત ઓછા લોકો જાણે છે કે ગોવિંદાને આ સુપરહિટ ફિલ્મમાં મહત્વનું પાત્ર મળ્યું હતું.

ફિલ્મમાં Sam Worthington માં મુખ્ય પાત્ર નિભાવ્યું હતું પરંતુ શું તમને ખબર છે કે ફિલ્મમાં મુખ્ય પાત્ર કલાકાર ગોવિંદાને ઓફર થઇ હતી. તે વાતનો ખુલાસો પોતે ગોવિંદાએ કર્યો હતો.

હાલમાં જ ગોવિંદા એક પોપુલર ચેટ શો માં હાજરી આપી હતી. તે દરમિયાન તેમણે જણાવ્યું કે તેને અવતાર ઓફર થઇ હતી પરંતુ તેમણે ના કહી દીધી હતી. વાતચીત દરમિયાન ગોવિંદાએ જણાવ્યું, અવતાર ટાઈટલ મે જ આપ્યું હતું. તે ઘણી જ સુપરહિટ ફિલ્મ થઇ હતી. અને મેં એ પણ કહ્યું હતું તેની આ ફિલ્મ ઘણી ચાલવાની છે. અને મેં એવું પણ કહ્યું હતું કે તમારી આ ફિલ્મ ૭ વર્ષમાં નહિ બની શકે, તમે ફિલ્મ નહિ પૂરી કરી શકો, એવું મને લાગે છે.

મારી એ વાત સાંભળીને તે મારાથી ઘણા ગુસ્સે થઇ ગયા. મેં વિચાર્યું નહિ કે હું શહેરમાં જ છું. તેણે કહ્યું આવું કેવી રીતે કહી શકો છો, તમે કે ફિલ્મ ૭ વર્ષ સુધી નહિ બનાવી શકો. આગળ ગોવિંદાએ જણાવ્યું, એક તો તમે અવતાર ઈચ્છી રહ્યા છો અને એવા પ્રકારનું અવતાર ઈચ્છી રહ્યા છો જે અપંગ છે. તે ઈશ્વરનો અંશ છે અને તે અપંગ છે. મેં જણાવ્યું તે નહિ બને. તે શક્ય નથી.

ગોવિંદાએ જણાવ્યું, હું જે પ્રકારનો માણસ છું, તમે ૪૧૦ દિવસ ઈચ્છી રહ્યા છો અને મેં કહ્યું કે હું આર્યુવેદ, પતંજલિ અને શું શું કરતો રહું છું અને તમે કલર કરશો આખા મારા શરીર પર. મેં જણાવ્યું મારાથી નહિ થઇ શકે. સોરી મને માફ કરો પરંતુ મેં એવું કહી દીધું હતું કે આ ફિલ્મ સુપરહિટ થશે. ‘અવતાર 2’ ને 2020માં ક્રીસમસ ઉપર રીલીઝ કરવામાં આવશે એવી શક્યતા છે. આ વખતે ફિલ્મની કહાની આત્મઘાતી બાબતની હશે. તેમાં પાણીની અંદર થતા યુદ્ધ દેખાડવામાં આવશે. ફિલ્મનું મોટાભાગનું શુટિંગ અંડરવોટર કરવામાં આવ્યું છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.