મોટી રાહત : સરકારે ખાનગી સ્કુલોમાં યુનિફોર્મ અને પુસ્તકોના વેચાણ પર લગાવી રોક

0
815

મિત્રો જેવું કે તમે બધા જાણો છો કે ઘણી બધી ખાનગી સ્કૂલો એવી છે, જે પોતાના પરિસરમાં જ પુસ્તકો અને યુનિફોર્મ વધુ કિંમતે વેચે છે. તેમજ ઘણી ખાનગી સ્કૂલો એવી છે, જે વાલીઓને દબાણ કરે છે તેઓ સ્કુલ દ્વારા નક્કી કરાયેલી દુકાન પરથી જ યુનિફોર્મ અને પુસ્તકો ખરીદે. આમ કરવાથી સ્કૂલોને સારું એવું કમીશન મળતું હોય છે. પણ પંજાબ સરકારે આ બાબતે કડક વલણ દેખાડયું છે.

પંજાબની સરકારી સ્કુલના પરિસરમાં પુસ્તકો અને યુનિફોર્મ વેચવા પર પંજાબ સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. એની સાથે જ સ્કૂલોના યુનિફોર્મના રંગો અને ડીઝાઈનમાં ત્રણ વર્ષ સુધી ફેરફાર નહિ કરવાનો આદેશ આપ્યો છે. સ્કુલોને પોતાની વેબસાઈટ પર પુસ્તકો અને યુનિફોર્મ વિષે જાણકારી અપલોડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આદેશનું ઉલ્લંઘન કરવાં વાળી ખાનગી સ્કૂલોની એનઓસી રદ્દ કરી દેવામાં આવશે એવું પંજાબ સરકારે જણાવ્યું છે.

શિક્ષણનું સત્ર શરુ થઈ ગયાના બે મહિના પછી જાગેલી પંજાબ સરકારના આ નિર્ણયથી વાલીઓને થોડી રાહત મળશે. જો આ આદેશ આવતા સત્ર સુધી અસરકારક રહ્યો તો વાલીઓને મોટી રાહત થશે.

રાજ્યમાં અમુક ખાનગી સ્કૂલો દ્વારા વાલીઓનું આર્થિક શોષણ કરવા સંબંધિત રીપોર્ટ પર કાર્યવાહી કરતા, શિક્ષણ વિભાગે રાજ્યમાં આવેલી સીબીએસઈ, આઈસીએસઈ અને પંજાબ સ્કુલ શિક્ષણ બોર્ડ પાસેથી માન્યતા પ્રાપ્ત કરી દરેક સ્કૂલોને નિર્દેશ આપ્યો છે કે, તેઓ વાલીઓને સ્કુલ દ્વારા સલાહ અપાયેલી દુકાન અથવા વેપારી પેઢી પાસેથી પુસ્તકો અને યુનિફોર્મ ખરીદવા માટે મજબુર નથી કરી શકતા.

જણાવી દઈએ કે, શિક્ષણ સત્ર દરમ્યાન સિલેબસ બદલાવાના નામ પર અસંગત પુસ્તકો ખરીદવા પર દબાણ આપવામાં આવે છે. એમાં ફક્ત પ્રકાશક બદલાય છે, પણ કન્ટેન્ટમાં કોઈ પરિવર્તન આવતું નથી.

ત્રણ વર્ષ સુધી નહિ બદલાય યુનિફોર્મ :

સ્કુલ યુનિફોર્મ સાથે સંબંધિત દિશા-નિર્દેશોને જાહેર કરતા કહેવામાં આવ્યું છે કે, સ્કુલ યુનિફોર્મ ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી લાગુ રહેશે, અને આ દરમ્યાન યુનિફોર્મના રંગ અને ડીઝાઇનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહિ કરી શકાય. યુનિફોર્મના રંગ, ડીઝાઇન, ટેક્સચર, મટીરીયલ સંબંધિત બધી જાણકારી સ્કુલની વેબસાઈટ પર અપલોડ કરવી પડશે.

આદેશને લાગુ કરવાં માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. જે સ્કૂલોની વેબસાઈટ નથી એમણે વેબસાઈટ બનાવીને જાણકારી અપલોડ કરવી પડશે. પુસ્તકો અને યુનિફોર્મની બાબતમાં કોઈ કસર સહન કરવામાં નહિ આવે. અને એની દેખરેખ માટે અધિકારીઓને એકાએક નિરીક્ષણ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આદેશનું પાલન ન કરવાં વાળી સ્કૂલોની એનઓસી રદ્દ કરી દેવામાં આવશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.