હવે ભારત સરકાર 2 વર્ષ સુધી જમા કરશે PF, જાણો કયા લોકોને મળશે તેનો ફાયદો.

0
327

આ લોકોને સરકાર તરફથી મળશે 2 વર્ષ સુધી PF, જાણો કોને કોને મળશે તેનો લાભ. કોરોના વાયરસ મહામારીમાં લોકોને રાહત આપવા માટે મોદી સરકારે ઘણા પ્રકારની યોજનાઓ શરુ કરી છે. સરકારે તેના માટે હવે ચોથા રાહત પેકેજ હેઠળ આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની શરુઆત કરી છે. આ યોજના કર્મચારીઓ અને રોજગારને પ્રોત્સાહન આપવા માટે શરુ કરવામાં આવી છે. સરકારે એ જાહેરાત કરી છે કે, આ યોજના 1 ઓક્ટોમ્બર, 2020 થી લાગુ માનવામાં આવશે અને 30 જુન, 2021 સુધી ચાલુ રહેશે.

કયા લોકોને મળશે ફાયદો : કેન્દ્ર સરકારની આ યોજનાનો હેતુ નવા રોજગારને પ્રોત્સાહન આપવાનો છે. તેની હેઠળ જે કંપનીઓ નવા લોકોને રોજગાર આપી રહી છે, તેનો ફાયદો તે કર્મચારીઓને મળશે જે પહેલાથી EPFO માં કવર ન હતા. 15,000 રૂપિયાથી ઓછી માસિક આવક મેળવવાવાળા કે 1 માર્ચ 2020 થી લઈને 31 સપ્ટેમ્બર 2020 વચ્ચે નોકરી ગુમાવનારા લોકોને તેનો ફાયદો મળશે.

સરકાર આપશે પીએફના પૈસા : આ યોજના હેઠળ કર્મચારીઓને પ્રોવીડંડ ફંડ (PF) ના પૈસા કેન્દ્ર સરકાર આપશે. આ યોજના હેઠળ તે લોકોને EPFO સાથે જોડવામાં આવશે, જે હજુ સુધી તેમાં રજીસ્ટર્ડ ન હતા. યોજના હેઠળ ઈપીએફઓ સાથે જોડાયેલા કર્મચારીઓના પ્રોવીડંડ ફંડ (PF) માં 2 વર્ષ સુધી સંપૂર્ણ 24 ટકા ભાગ સરકાર આપશે.

કેવી રીતે મળશે ફાયદો? કેન્દ્ર સરકાર આવતા 2 વર્ષ સુધી સબસીડી આપશે. જે કંપનીમાં 1000 ની સંખ્યા સુધી કર્મચારી છે, તેમાં 12 ટકા કર્મચારી અને 12 ટકા એમ્પ્લોયર (નોકરી પર રાખનાર કંપની) નો પીએફનો ભાગ કેન્દ્ર સરકાર આપશે. 1000 થી વધુ કર્મચારીવાળી કંપનીઓમાં કેન્દ્ર સરકાર કર્મચારીઓના ભાગના 12 ટકા આપશે. આ યોજના હેઠળ 65 ટકા કંપનીઓ કવર થઇ જશે.

હાલમાં શું નિયમ છે? કોઈ પણ કંપનીમાં નોકરી કરવાવાળા લોકોના પીએફ (PF) ફંડમાં 12 ટકા રકમ તેમના પગારમાંથી જાય છે. અને બાકીના 12 ટકા ભાગ તે કંપનીએ આપવાનો રહે છે. હવે સરકાર તરફથી નવી યોજનાઓમાં જે લોકો EPFO સાથે જોડાશે, તેમણે 2 વર્ષ સુધી પીએફને લઈને કોઈ ચિંતા નહિ કરવી પડે. તેમના પીએફના પૈસા પગારમાંથી નહિ કપાય. તે પૈસા સરકાર પોતે કર્મચારીઓના પીએફ એકાઉન્ટમાં નાખી દેશે.

કોને મળશે ફાયદો? કેન્દ્ર સરકારની આ યોજનાનો ફાયદો માત્ર તે લોકોને મળશે, જેની નોકરી કોરોના સંકટ (1 માર્ચથી 30 સપ્ટેમ્બર) દરમિયાન જતી રહી છે, અને 1 ઓક્ટોમ્બર કે ત્યાર પછી નોકરી મળી ગઈ હોય. બીજા લોકો માટે આ યોજના નથી.

કંપની માટે શરત : આ યોજનાનો લાભ લેવા માટે થોડી શરતો પણ છે. તેના માટે આધાર કાર્ડનું યુએએન નંબર સાથે લીંક હોવું જરૂરી છે. આ યોજનામાં થોડી શરતો કંપની માટે પણ છે. કેન્દ્ર સરકાર કુલ 24 ટકા પીએફ તે કંપનીમાં આપશે, જ્યાં 1 હજાર કર્મચારી હોય. 1 હજારથી વધુ કર્મચારીઓવાળી કંપનીમાં સરકાર માત્ર 12 ટકા ભાગ આપશે જે કર્મચારીઓના પગારમાંથી કપાય છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.