માત્ર 42 રૂપિયાનું આ ફોર્મ ભરો તો દર મહિને 5 હજાર રૂપિયા આપશે સરકાર, બેન્ક એકાઉન્ટમાં આવશે રૂપિયા

0
13616

સરકાર દ્વારા લોકો માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. એ યોજનાનો લાભ મેળવી લોકો થોડે અંશે પોતાની મુશ્કેલીઓમાં રાહત મેળવી શકે છે. આજે અને તમને મોદી સરકારની એ યોજના વિષે જણાવીશું, જે મધ્યમ વર્ગના લોકો માટે સૌથી સારી છે. ખાસ કરીને પ્રાઈવેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકો માટે આ એક ઘણી જ ખાસ યોજના છે.

એ યોજના છે અટલ પેન્શન યોજના. આ યોજનામાં ન માત્ર તમે ઓછી રકમ જમા કરાવીને દર મહીને વધુ પેન્શનના હક્કદાર બની શકો છો, પરંતુ આકસ્મિક મૃત્યુ વખતે તમારા પરિવારને પણ તેનો ફાયદો પૂરો પાડી શકાય છે. અમે અમારા આ લેખના માધ્યમથી તમને તેની સાથે જોડાયેલી દરેક નાની મોટી બાબતો જણાવીશું.

તો મિત્રો આ યોજનાને સરકાર દ્વારા ૯ મે ૨૦૧૫ ના રોજ બહાર પાડવામાં આવી હતી. એના માટે તમે બેન્કમાંથી ફોર્મ મેળવીને કે પછી વેબસાઈટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરીને વિગતો ભરીને, જરૂરી દસ્તાવેજો સાથે એને બેંકમાં જમા કરાવી એનો લાભ મેળવી શકો છો.

આવો જાણીએ શું છે યોજનાનો હેતુ :

આપણા દેશના ઘરડા લોકોને સહારો આપવાના હેતુથી આ એક વિશેષ યોજના બહાર પાડવામાં આવી છે. આ પેન્શન ફંડને ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ અથોરેટી ચલાવે છે. તમે વૃદ્ધાવસ્થા દરમિયાન પોતાના સહારા માટે આ યોજનાથી રક્ષણ મેળવી શકે છે.

હવે જાણીએ શું છે આ યોજનાના ફાયદા :

તો મિત્રો આ યોજના અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરવા વાળા ૧૮ થી ૪૦ ની ઉંમરના લોકો માટે ખાસ યોજના છે. આ સુવિધા તે લોકો માટે છે જે આવકવેરો નથી ભરતા અને જેમના ઇપીએફ અને ઇપીએસ એકાઉન્ટ ખાતા નથી.

આ યોજના હેઠળ અત્યારે થોડા થોડા પૈસા ભેગા કરો તો તમે ૬૦ વર્ષની ઉંમરમાં પેન્શનના હક્કદાર બનશો. આ યોજનામાં તમને ૫૦૦૦ રૂપિયા સુધીનું પેન્શન મળશે. જો તમે અટલ પેન્શન યોજના હેઠળ ૪૨ રૂપિયા માસિક રકમ જમા કરાવો છો, તો તમને ૬૦ વર્ષની ઉંમર પછી ૧૦૦૦ રૂપિયા માસિક પેન્શન મળશે. તે ૨૧૦ રૂપિયા દર મહીને જમા કરાવવા વાળા ૬૦ વર્ષના થાય એટલે ૫૦૦૦ રૂપિયાનું પેન્શન મળશે.

આ યોજના હેઠળ તમે નક્કી કરેલી રકમ બેંક એકાઉન્ટ માંથી ઓટોમેટીક પેંશનમાં જમા થઇ જશે. અને જે લોકો ૩૧ માર્ચ ૨૦૧૬ સુધીમાં આ યોજનાના ભાગીદાર બની ગયા છે, તેમને પહેલા પાંચ વરસના જમા થતી રકમના ૫૦ ટકાનું યોગદાન સરકાર આપશે.

હવે આગળની બીજી બાબતો જણાવી દઈએ કે ૬૦ વર્ષ પછી જો એકાઉન્ટ ધારકનું મૃત્યુ થઇ જાય છે, તો પેન્શનની રકમ તેના જીવનસાથીને આપી દેવામાં આવશે. અને જો કોઈ સ્થિતિમાં પત્નીનું મૃત્યુ થઇ જાય તો તેના વારસદારને એક સાથે એ બધી રકમ મળશે. જો કે ૧૦૦૦ રૂપિયા પેન્શન માટે ૧ થી ૭ લાખ અને ૫૦૦૦ રૂપિયા પેન્શન માટે ૫ થી ૮ લાખ રૂપિયા હશે.

હવે તમને જણાવીએ કે કેટલું પેશન મેળવવા માટે તમારે કેટલા કેટલા રૂપિયા ભરવા પડશે :

તો મિત્રો આ પેંશન યોજના હેઠળ તમે તમારી ઉંમર અને ઈચ્છુક પેન્શનની ગણતરીએ પ્રીમીયમ ચૂકવી શકો છો. ઉદાહરણ સાથે જણાવીએ તો માની લો કે તમારી ઉંમર ૧૮ વર્ષ છે, અને તમે ૬૦ વર્ષની ઉંમર પછી ૧૦૦૦ રૂપિયાનું માસિક પેન્શન ઈચ્છો છો, તો તમારા માટે માત્ર ૪૨ રૂપિયા માસિક આપવાના રહેશે. તેમજ તમારે ૨૦૦૦ માસિક પેન્શન માટે ૮૪ અને ૩૦૦૦ રૂપિયા માસિક પેન્શન માટે ૧૨૬ રૂપિયા આપવા પડશે. ફોટામાં તમે વધુ મેળવશો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય,તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.