રસ્તા પર પડેલા પૈસાનો અર્થ જાણો છો તમે? જાણી લેશો તો ક્યારેય નહિ કરો ઉઠાવવાની ભૂલ

0
3693

શું તમને ક્યારેય રસ્તા પર પડેલા પૈસા મળ્યા છે? ઘણા બધા એવા લોકો હશે જેમને કયારેક ને કયારેક રસ્તા પર પડેલા પૈસા જરૂર મળ્યા હશે. તમે જોયું હશે કે હંમેશા લોકોને રસ્તા પર પડેલા પૈસા મળે છે, તો તેઓ એને કોઈ ગરીબને દાન કરી દે છે, અથવા મજૂરને આપી દેતા હોય છે. ઘણા ઓછા લોકો એવા હોય છે જે આ રીતે મળેલા પૈસા પોતાની પાસે રાખતા હોય છે. કારણ કે તમે જાણો છો કે જમીન પર પડેલા પૈસા કંઈક અલગ વાત કહે છે.

તમને જણાવી દઈએ કે એનો સીધો સંબંધ આધ્યાત્મિકતા સાથે છે. આમ તો જમીન પર પડેલા પૈસાને ઉઠાવવા જોઈએ નહીં. અને જો ભૂલથી ઉઠાવી લો છો તો એને પોતાની પાસે રાખવા જોઈએ નહિ. એવી એટલા માટે કારણ કે તમને નથી ખબર કે જેના પૈસા પડ્યા છે તે કઈ પરિસ્થિતિ માંથી પસાર થયો છે. જમીન પર પડેલા પૈસા અથવા સિક્કા એના હાથમાં પણ લાગ્યા હશે.

દુનિયામાં રૂપિયા-પૈસાનો પ્રતીકાત્મક અર્થ શક્તિ, ઈતિહાસ અને મુલ્ય સાથે લેવામાં આવે છે. તેનો સંબંધ ઈતિહાસ સાથે પણ હોય છે, કેમ કે તે એક હાથમાંથી બીજા હાથમાં જતા હોય છે. એક ચલણી નોટ ઘણા વર્ષો સુધી ચલણમાં જળવાઈ રહે છે. આવો જાણીએ આ રસ્તા પર પડેલા પૈસા સાથે જોડાયેલી થોડી વાતો.

તમને રસ્તા પર જે પૈસા મળે છે તે જે કોઈ પણ વ્યક્તિના પડી ગયેલા હોય, તે ખુશ છે અને તેના દિવસો સારા પસાર થઇ રહ્યા છે, તો તેની સકારાત્મક ઉર્જા પૈસા દ્વારા તમારામાં પ્રવેશ કરી જશે. પરંતુ તે એ વાત પણ સાચી છે કે જો તે વ્યક્તિ દુ:ખી છે અને ખરાબ દિવસોમાંથી પસાર થઇ રહ્યો છે. તો તેની નકારાત્મક ઉર્જા તમારામાં આવી જશે એટલા માટે રોડ ઉપર પડેલા પૈસા પહેલા તો ઉપાડવા ન જોઈએ.

જો ભૂલથી ઉપાડી લીધા તો તેને આપણી પાસે રાખવા ન જોઈએ. જયારે તમને પૈસા મળે તો તમારે સૌથી પહેલા બે વસ્તુ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. પહેલી વાત જયારે તમને પૈસા મળે તો તે સમયે તમે શું વિચારી રહ્યા હતા? અને બીજી વાત તમને કયું ચલણ મળ્યું છે.

જણાવી દઈએ કે ઉર્જાનું આદાન પ્રદાન આગળ પણ ચાલતું રહે છે. જો તમે રસ્તા પર મળેલા પૈસાને ઉઠાવો છો, તો એની ઉર્જા તમારામાં આવી જાય છે. અને તમે આગળ આ પૈસા જેને આપશો એમાં તમારી ઉર્જા જતી રહેશે. આ શૃંખલા એવી રીતે જ આગળ વધતી રહે છે. પરંતુ જો તમને રસ્તા પર સિક્કો પડેલો મળે છે, તો એ શુભતાની નિશાની છે. હકીકતમાં, કહેવામાં આવે છે કે રસ્તા પર પડેલા સિક્કો મળવો નવી શરૂઆત તરફ ઈશારા કરે છે.

એટલે કે જો તમે કોઈ નવી પરિયોજનાની શરૂઆત કરવા માંગો છો, અથવા એને સફળ બનાવવા માંગો છો, તો આ સૌથી ઉત્તમ સમય છે. રસ્તા પર પડેલો સિક્કો મળવાનો સંબંધ પ્રગતિ અને ઉપલબ્ધીઓ સાથે હોય છે. તમે એને એક શુભ સંકેત માની શકો છો. એનાથી વિપરીત જો રસ્તા પર નોટ પડેલી મળે તો એ અશુભ સંકેત આપે છે.

જ્યાં રસ્તા પર પડેલો સિક્કો પ્રગતિ તરફ ઈશારો કરે છે, ત્યાં રસ્તા પર પડેલી નોટ મળવી તમારા આવનાર સમય વિષે સચેત કરે છે. રસ્તા પર જો તમને નોટ પડેલી મળે તો સમજી જાવ કે તમારે પોતાની પરિસ્થિતિઓને ગંભીરતાથી જોવાની જરૂર છે. આ ઈશારો છે કે તમે પોતાના કામમાં બેદરકારી દાખવી રહ્યા છો અને એવી જ ચાલતું રહ્યું તો તમારે ભારે નુકશાન ભોગવવું પડી શકે છે. માટે તમને જયારે પણ રસ્તા પર પડેલી નોટ મળે તો તમારે ખુશ થવાની જગ્યાએ સતર્ક થઇ જવું જોઈએ અને પરિસ્થિતિઓને ગંભીરતાથી લેવાની શરુ કરી દો.