વિવાદોમાં છે ગુગલના કો-ફાઉન્ડર, પત્નીએ દાખલ કરાવ્યો મુકદ્દમો, જાણો વધુ વિગત

0
386

સુંદર પીચાઈ માટે ગુગલ અને આલ્ફાબેટના સીઈઓ બનવાનો માર્ગ વિસ્તૃત કરવાવાળા ગુગલના કો-ફાઉન્ડર એટલે કે સહ સંસ્થાપક લેરી પેજ અને સર્ગી બ્રેન સિવાયના ત્રીજા સહ સંસ્થાપક સ્કૉટ હસન આજકાલ હેડલાઈનમાં છે. એમની વિરુદ્ધ એમની જ પત્નીએ કેસ દાખલ કરાવ્યો છે.

હકીકતમાં, ગુગલના ત્રીજા સહ સંસ્થાપક સ્કૉટ હસન લગભગ ભુલાઈ ગયા છે. હસનની પત્નીએ એમના પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે.

ન્યૂઝ એજન્સી આઈએનએસના વિદેશી મીડિયાના જણાવ્યા અનુસાર હસન પર આરોપ લાગ્યો છે કે, બંને વચ્ચે ચાલી રહેલ છૂટાછેડાની કાર્યવાહી વચ્ચે હસને પોતાના રોબોટિક સ્ટાર્ટઅપને જાણી જોઈને એક ફાયર સેલ (જ્યાં ભારે ડિસ્કાઉન્ટ પર વસ્તુનું વેચાણ થાય છે) માં વેચી દીધો છે.

ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, ડેલાવેયરમાં દાખલ કરેલ એક ફરિયાદમાં એલિસન હુઆને કહ્યું કે, એમના પતિ જે ટેક્નિકલ કંપનીના સીઈઓ છે, એમણે કંપનીની મૂળ સંપત્તિને ચાર લાખ ડોલરની ‘ન વેચવા યોગ્ય’ કિંમત પર ડેનમાર્કમાં આવેલી કંપની બ્લુ ઓશનને વેચી દીધી છે.

ફરિયાદમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, કંપનીના મૂળ પોર્ટફોલિયો, કુલ સંપત્તિ અને એની લાઈસન્સિંગ ક્ષમતાને ધ્યાનમાં રાખીને એને હજી વધુ કિંમત પણ વેચવી જોઈતી હતી.

રિપોર્ટ અનુસાર આ કંપનીમાં એલિસને પણ પૈસા લગાવ્યા હતા, અને એના કારણે કંપનીના એક ભાગીદારના રૂપમાં તે હસન પર મુકદ્દમો કરવા યોગ્ય છે.

સ્કૉટ હસનના લગ્ન વર્ષ 2011 માં થયા હતા અને વર્ષ 2015 માં કેલિફોર્નિયામાં એમની વચ્ચે છૂટાછેડાની કાર્યવાહી શરૂ થઈ, જેને અત્યાર સુધી ઉકેલી શકાય નથી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.