ગૂગલે તોડી 10 વર્ષ જૂની પરંપરા, Android Q નું ઓફિશિયલ નામ કર્યું જાહેર, જાણો વધુ વિગત

0
4297

મિત્રો, ગૂગલની મોબાઈલ ફોન ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ, તો Android Q પહેલાના જેટલા પણ ઓપરેટીંગ સીસ્ટમના વર્ઝન લોન્ચ થયા છે, તેમના નામ કોઈ ને કોઈ ડિઝર્ટ પર રાખવામાં આવ્યા છે. આ વખતે Android Qનું નામ કોઈ વર્ઝન પર નથી રાખેલું.

ગુગલે પોતાની એક દશકથી ચાલતી આવી રહેલી પરંપરાને તોડતા Android Q નું સત્તાવાર નામ જાહેર કરી દીધું. Android Q પહેલા ઓપરેટીંગ સીસ્ટમના જેટલા પણ વર્ઝન લોન્ચ થયા છે, તેમના નામ કોઈને કોઈ ડિઝર્ટ પર રખાયા છે. પણ આ વખતે Android Q નું નામ અલગ છે. એન્ડ્રોઇડની ઓફિશિયલ યુ ટ્યુબ ચેનલે જાહેર કરેલા વિડીઓમાં આ નવું નામ જાહેર કર્યું છે.

ગુગલે Android Q ને આ વર્ષે આયોજિત Google I/O માં રજુ કર્યું હતું. એનું નામ Android 10 રાખવામાં આવ્યું છે. આ લેટેસ્ટ ઓપરેટીંગ સીસ્ટમમાં પાછલા વર્ષે લોન્ચ કરેલી ઓપરેટીંગ સીસ્ટમની સરખામણીમાં ઘણા અપગ્રેડ જોવા મળી શકે છે. આમાં સીસ્ટમ વાઈડ ડાર્ક મોડ સહીત ઘણા આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સથી સજ્જ ફીચર્સ આપેલા છે. Android 10 ને આ વર્ષના અંત સુધી સત્તાવાર રીતે સ્માર્ટફોન માટે રોલ આઉટ કરવાનું શરુ કરી દેવામાં આવશે.

નવી ઓપરેટીંગ સીસ્ટમને સૌથી પહેલા Google Pixel 4 સીરીઝ માટે રોલ આઉટ કરી શકાશે. ત્યાર પછી Android one પ્લેટફોર્મ પર આધારિત ડીવાઈસ માટે આ ઓપરેટીંગ સીસ્ટમનું રોલ આઉટ કરવામાં આવશે.

પહેલા આ અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા કે, Android Q નું અધિકારીક નામ ક્વિન્સ જેલી રાખવામાં આવી શકે છે. Android 10 માં એપ્પલના ડીવાઈસની જેમ જેસ્ચર બાર નીચે તરફ આપવામાં આવ્યું છે. તેમાં સ્વાઇપ અપ અને હોલ્ડ કરતા રીસેન્ટલી ઉપયોગમાં લીધેલી એપ પર જઈ શકો છો. તેના માટે તમને ડાબી અથવા જમણી બાજુ સ્વાઇપ કરવું પડશે.

ગુગલે એન્ડ્રોઇડ ડીવાઈસ માટે કોલ પીક અને ડીસ્ક્નેક્ટ કરવા માટે સ્માર્ટ રીપ્લાઈ ફીચર જોડેલું છે. આ ફીચર તમારા બદલે કોઈ પણ મેસેજને રીપ્લાઈ કરી શકશે. ગુગલે આ ફીચરનું નામ લાઈવ રીલે રાખ્યું છે. આ લાઈવ કેપ્શન તે લોકો માટે મદદગાર થશે જે બોલી નથી શકતા અને કોમ્યુનિકેટ નથી કરી શકતા. આ ફીચર મશીન લર્નિંગનો ઉપયોગ કરતા તે નોટિફિકેશનને આઇડેન્ટિફાઈડ કરશે જે વધુ મહત્વપૂર્ણ છે સાથે જ, તે મેસેજને ઇગ્નોર કરી દેશે જે વધુ જરૂરી નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.