મુખ્ય મંત્રીએ આપ્યા સારા સમાચાર : ગ્રામ્ય વિસ્તારોમાં વાડાની જમીન ત્યાંના કબજેદારોને સોંપવામાં આવશે

0
1939

મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. મુખ્યમંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, સરકારી માલિકીની વાડાની જમીનનો કબ્જો ત્યાં વર્ષોથી રહેતા પરિવારને કાયદેસર કરીને સોંપવામાં આવશે.

આ માટે રેવન્યુ કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાણકારી માટે જણાવી દઈએ કે, વિધાનસભામાં ધારાસભ્યોના પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકારની માલિકીની હોય પરંતુ વર્ષોથી ઘર, વાડા અને રહેણાંક પ્રવૃત્તિ માટે કબજા હેઠળ હોય તેવી જમીન, સોસાયટી કે સૂચિત રહેણાંક સ્થળોને નિયમિત કરવા માટે રેવન્યુ કાયદામાં ફેરફાર કરાયો છે.

ટૂંક સમયમાં જ કાર્યવાહી શરૂ કરવામાં આવશે :

એમણે કહ્યું હતું કે, અમારી સમક્ષ ગ્રામ્ય વિસ્તારના લોકોની પણ લાગણી રજૂ થઇ છે, કે ગામડામાં ઘરની બાજુમાં આવેલી વાડાની જમીનો બાપ- દાદાના વખતથી લોકો વર્ષોથી વાપરતા આવ્યા છે, જે ખરેખર સરકારી માલીકીની હોય છે. ઘરની સાથે જ આવી જે જમીન હોય છે તેમાં લોકો પશુઓ- નીરણ રાખતા હોય છે. આથી હવે આવી સરકારી માલિકીની જમીનને કાયદેસર કરીને કબજેદારોને સોંપવાનો નિર્ણય સરકારે લીધો છે. આ માટે ટૂંક સમયમાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે.

સરકારે ગૌચરની 13.43 કરોડ ચોરસ મીટર જમીન ભાડે-વેચાણથી આપી છે :

સરકારે છેલ્લા બે વર્ષની સ્થિતિ પ્રમાણે 13.43 કરોડ ચો.મી. ગૌચરની જમીન ભાડે અથવા વેચાણથી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિધાનસભાની બહાર કોંગ્રેસના બળદેવ ઠાકોરે એવો આક્ષેપ કર્યો છે કે, નામદાર કોર્ટના આદેશ હોવા છતા ગૌચરની જમીન પણ ભાડા કે વેચાણથી આપવામાં આવી છે. અને દિનપ્રતિદિન ગૌચરની જમીન ઘટતી જ જાય છે, અને ગૌચરની જમીન પર દબાણ વધતા જમીન ખુલ્લી કરવાના બદલે રાજય સરકાર હયાત સરકારી પડતર,ખરાબા અને ગૌચરની જમીનનું વેચાણ કરી રહીં છે.

સરકારે 60 % પડતર જમીનનો કબ્જો લીધો નથી :

જાણકારી માટે જણાવી દઈએ કે, રાજયમાં છેલ્લા બે વર્ષમાં 1,20,36,951 ચોરસ મીટર જમીનમાં શરતભંગ બદલ સરકારી પડતર દાખલ કરવાના હુકમ કરાયા છે. આ પૈકી 48,49,625 ચોરસ મીટર જમીનનો કબ્જો લેવાયો છે. જયારે 60,21,192 ચોરસ મીટર એટલે કે 60 % જમીનનો કબજો લેવામાં આવ્યો નથી. પરેશ ધાનાણીએ એવો આક્ષેપ કર્યો છે કે, સરકાર પડતર દાખલ કરીને કબજે ન લેતી હોવાથી જમીનનો કબ્જો તો શરતભંગ કરનાર જ ધરાવે છે.

નીચે જિલ્લાનું નામ અને એને અનુરૂપ સરકારી પડતર, ખરાબા અને ગૌચર સહિતની જમીનનું ક્ષેત્રફળ જણાવવામાં આવ્યું છે.

(1) જામનગર : 38618985

(2) મોરબી : 28885642

(3) અમદાવાદ : 15017301

(4) રાજકોટ : 4788214

(5) સુરેન્દ્રનગર : 1048007

(6) વડોદરા : 763352

(7) પંચમહાલ : 345281

(8) અમરેલી : 130143

(9) બોટાદ : 125500

(10) મહેસાણા : 123862.32

(11) જુનાગઢ : 94315.54

(12) દાહોદ : 93907.53

(13) આણંદ : 56233.4

(14) ગીર સોમનાથ : 46535.22

(15) મહીસાગર : 31300

(16) સુરત : 6575

(17) ગાંધીનગર : 4347

(18) ભાવનગર : 44191906

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.