ટુ-વ્હીલર્સ વાળાઓ માટે સારા સમાચાર, આ નવો રેઇન કવર બચાવશે ભયંકર તડકા અને વરસાદથી

0
1948

આપણે ત્યાં હવે પ્રિ-મોનસુનની શરૂઆત થઇ ગઈ છે, અને ધીરે ધીરે દરેક પ્રદેશોમાં ચોમાસુ આવી જશે. આમ તો વરસાદ આપણા માટે જરૂરી છે. કારણ કે તે ગરમીથી રાહત તો આપે જ છે, પણ પાકને પાણી પણ પૂરું પાડે છે. પણ વરસાદને લીધે બાઈક અને સ્કૂટર પર સવારી કરનાર લોકોને તકલીફ થતી હોય છે.

આમ તો વરસાદથી બચવા માટે બાઈક અને સ્કૂટર વાળા લોકો રેઈનકોટ પહેરીને વાહન ચલાવતા હોય છે. છતાં પણ ઘણી વાર રેઇનકોટ પહેર્યા પછી પણ ભીના થઇ જવાય છે. તો એના માટે જરૂરી છે કે, લોકો પાસે કોઈ એવી વસ્તુ હોય જે બાઈક પર આગળ અને પાછળ બેસવા વાળા લોકોને વરસાદથી બચાવી શકે.

વરસાદથી બચાવશે રેઈન કવર :

તો જણાવી દઈએ કે, બાઈક અને સ્કૂટર પર જતા લોકો માટે વરસાદથી બચી શકાય એના માટે ખાસ રેઇન કવર બનાવવામાં આવ્યા છે. આ કવર સનરૂફ કવરના નામથી પણ ઓળખાય છે. અને આ સંપૂણ રીતે વોટર પ્રુફ છે. આ કવરને બાઈક કે સ્કૂટરમાં સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય છે.

અને આ કવરમાં આગળ અને પાછળ બંને બાજુ ટ્રાન્સપરન્ટ પોલીથિન હોય છે, જે વાહન ચાલકને વાહન ચલાવવામાં અગવડરૂપ થતું નથી. અને ઉપર પેરાશુટ કપડાંનું રૂફ હોય છે. એ બાઈક અને સ્કૂટરને સીટ સુધી ઢાંકી દે છે, જેથી વરસાદનું પાણી અંદર નથી આવતું. ફકર પગ વરસાદમાં ભીના થશે. અને જો રેનકોટનો નીચેનો ભાગ પહેરી લેવામાં આવે તો પગ પણ ભીના નહિ થાય.

મિત્રો, આ રેઇન કવરને સરળતાથી કાઢીને અલગ કરી શકાય છે. એનો ભાવ લગભગ 900 રૂપિયાથી શરુ થાય છે. એક જ કવરને બાઈક અને સ્કૂટર બંને પ્રકારના વાહનો પર વાપરી શકાય એવી ડિઝાઇન કરવામાં આવી છે.

રેઇન કવર ખરીદવા માટે :

આ ખાસ રેઇન કવરને તમે સરળતાથી કોઈપણ ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પરથી ખરીદી શકો છો. અને જો તમારા માંથી કોઈ આ રેઇન કવર કીટ પહેલાથી વાપરતા હોય તો કોમેન્ટમાં તમારો રીવ્યુ લખજો, જેથી બીજા પણ વાંચીને જાણી શકે કે આ ખરીદવું ખરેખર ફાયદાકારક છે કે નહિ? અને જે આ આર્ટીકલ વાંચ્યા પછી આ રેઇન કવર ખરીદે છે, તો તેઓ પણ પોતાનો અભિપ્રાય આપે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.