આ કર્મચારીઓને મળવાની છે મોટી ખુશખબર, એક ઝટકામાં જ વધશે 10 હજાર પગાર, જાણો વધુ વિગત

0
931

આજના સમયમાં મોંઘવારી કુદકે ને ભૂસકે વધી રહી છે, અને દરેકનું બજેટ ખોરવાઈ જાય છે. તેથી સરકાર પણ તેમના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને વધારતી રહે છે. મોંઘવારી ભથ્થું કર્મચારીના મૂળ પગારનો ભાગ છે. તે સીધો કર્મચારીની કોસ્ટ ઓફ લીવીંગ (COL) સાથે અને કન્ઝયુમર પ્રાઈઝ ઇન્ડેક્ષ (CPI) સાથે જોડાયેલ છે.

૭માં પગાર પંચના તાજા સમાચાર : કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઘણા સારા સમાચાર છે.

કર્મચારીઓ વધુ પગાર વધારાની આશા રાખી શકે છે, કેમ કે સરકારે સંકેત આપ્યા છે કે તે ૧ જુલાઈ, ૨૦૧૯થી મોંઘવારી ભથ્થા (dearness allowance-DA) વધારશે. આ વધારાથી ૪ થી ૫ % પગાર વધવાની શક્યતા છે. વધારો ૪ ટકા થયો, તો કેન્દ્ર સરકારના કર્મચારીઓનો પગાર ૭૨૦ રૂપિયાથી ૧૦,૦૦૦ રૂપિયા દર મહીને વધશે. કોનો પગાર કેટલો વધશે, તે હોદ્દા ઉપર આધાર રાખશે.

અખિલ ભારતીય ગ્રાહક મુલ્ય ઇન્ડેક્ષ (Consumer Price Index – AICPI) નો ડેટા જુન મહિના પછી આવે છે. તેનાથી એ સ્પષ્ટ થશે કે ડી.એ. કેટલા ટકા વધશે. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓનું ડી.એ. ૧૨% છે. સરકાર તરફથી ૪% વધશે તો ૧૬% થઇ જશે.

તમામ સ્તરના સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું સરખા પ્રમાણમાં વધે છે. વધારા પછી, માત્ર સ્ટેજ ૧ થી સ્ટેજ ૧૮ના અધિકારીઓનો પગાર (તેના પગાર સ્ટેજ મુજબ) સરખા પ્રમાણમાં વધશે. સ્ટેજ ૧ શરૂઆતનું સ્તર છે, જયારે સ્ટેજ ૧૮ ઉપરનું સ્તર છે.

૭માં પગારપંચના ફાયદા :

૭મું પગાર ધોરણ લાગુ થવાથી, સ્ટેજ ૧ સ્તરના અધિકારીનો મૂળ પગાર ૧૮,૦૦૦ રૂપિયા મહીનાનો નક્કી કરવામાં આવ્યો છે. ૧૮માં સ્ટેજના અધિકારીનો પગાર ૨.૫ લાખ રૂપિયા મહિનાનો નક્કી કરવામાં આવ્યો છે.

શું છે મોંઘવારી ભથ્થું?

જેવું કે તમે ઉપર વાંચ્યું એ એમ મોંઘવારી ભથ્થું કર્મચારીના મૂળ પગારનો ભાગ છે. તે સીધો કર્મચારીની કોસ્ટ ઓફ લીવીંગ (COL) સાથે, અને કન્ઝયુમર પ્રાઈઝ ઇન્ડેક્ષ (CPI) સાથે જોડાયેલ છે. કેન્દ્ર સરકાર તરફથી તે સમય સમયે સંશોધિત (revise) કરવામાં આવે છે. આ બેઝીક પગારના ટકાના આધારે ગણતરી કરવામાં આવે છે. કર્મચારીઓની સાથે સાથે પેન્શન મેળવતા કર્મચારીઓને પણ ૧૨ ટકા ડી.એ. મળે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.