ભાડાના મકાનમાં રહેતા લોકો માટે જરૂરી સમાચાર, સરકાર જલ્દી જ લાવવા જઈ રહી છે નવો કાયદો.

0
420

જો તમે પણ ભાડાના ઘરમાં રહો છો, તો જરૂર વાંચો આ જરૂરી સમાચાર, જે તમારા માટે છે ખૂબ કામના. સરકાર જલ્દી જ આદર્શ ભાડા કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. આવાસ અને શહેરી બાબતોના સચિવ દુર્ગા શંકર મિશ્રાએ જાણકારી આપતા કહ્યું કે, તેનાથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને વિશેષરૂપથી ભાડાના ઘરોને પ્રોત્સાહન મળશે. મંત્રાલયે જુલાઈ 2019 માં આદર્શ ભાડા કાયદાનો ખરડો જાહેર કર્યો હતો.

રિયલ એસ્ટેટ કંપનીઓના સંગઠન નારેડકો દ્વારા આયોજિત વેબિનારને સંબોધિત કરતા મિશ્રાએ કહ્યું કે, પ્રવાસીઓ માટે યોગ્ય ભાડાવાળા આવાસ પરિસર (એઆરએચસી) યોજનાની પ્રગતિ ઘણી સારી છે. આ કાર્યક્રમ દ્વારા શહેરોમાં ઝુપડપટ્ટીને અટકાવી શકાશે. સરકારે થોડા મહિના પહેલા જ આ યોજના શરૂ કરી હતી.

સુધરી રહ્યું છે ઘરોનું વેચાણ : મિશ્રાએ કહ્યું કે અર્થવ્યવસ્થાને ‘અનલોક’ કર્યા પછી કેંદ્ર અને રાજ્ય સરકારો તરફથી કરવામાં આવેલા ઉપાયોને કારણે હવે ઘરોનું વેચાણ સુધરી રહ્યું છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોએ સંપત્તિના રજીસ્ટ્રેશન પર સ્ટેપ ફી ઘટાડી છે, જેનાથી ઘરોનું વેચાણ વધી રહ્યું છે. સચિવે કહ્યું કે, કેન્દ્રએ દરેક રાજ્યો/કેંદ્ર શાસિત પ્રેદેશોને સ્ટેમ્પ ફી ઘટાડવાની સલાહ આપી છે, જેથી આવાસ ક્ષેત્રને પ્રોત્સાહન આપી શકાય.

તૈયાર છે આદર્શ ભાડા કાયદો : દુર્ગા શંકર મિશ્રાએ આગળ કહ્યું કે, ‘આદર્શ ભાડા કાયદો તૈયાર છે. તેનું અલગ અલગ ભાષાઓમાં અનુવાદ કરવામાં આવી રહ્યું છે. તેની વ્યાપક અસરો થશે.’ તેમણે કહ્યું કે, પ્રસ્તાવિક આદર્શ ભાડા કાયદા પર ટિપ્પણીઓ લેવાની સમય મર્યાદા 31 ઓક્ટોબરે સમાપ્ત થઈ ગઈ છે. હવે રાજ્યોને તેના પર તેમની સલાહ આપવા માટે કહેવામાં આવ્યું છે. સચિવે કહ્યું કે, આદર્શ ભાડા કાયદો ઘણો જલ્દી આવશે.

રિયલ એસ્ટેટ ક્ષેત્રને મળશે પ્રોત્સાહન : તેમણે કહ્યું કે 2011 ની વસ્તી ગણતરી અનુસાર 1.1 કરોડ ઘર ખાલી છે કારણ કે લોકો પોતાના ઘર ભાડે આપતા અચકાય છે. દુર્ગા શંકર મિશ્રાએ કહ્યું કે, આદર્શ ભાડા કાયદાથી દરેક અસંગતતાઓ દૂર થશે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.