લોન લેનારાઓ માટે આવ્યા સારા સમાચાર, આ 8 શ્રેણીમાં વ્યાજમાં થશે આ ફાયદો

0
353

હોમ લોન, કાર લોન, ક્રેડિટ કાર્ડ લેવાવાળા માટે સારા સમાચાર, સુપ્રીમ કોર્ટ આપ્યો વ્યાજ બાબતે આ આદેશ. પ્રીમ કોર્ટે શુક્રવારે સરકારને એ સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો કે, કોરોના વાયરસ મહામારીને કારણે 8 શ્રેણીઓના 2 કરોડ રૂપિયા સુધીના દેવા પર વ્યાજમાં રાહત આપવાના નિર્ણયને લાગુ કરવા માટે દરેક પગલાં ભરવામાં આવે. ન્યાયાધીશ અશોક ભૂષણ, ન્યાયાધીશ આર એસ રેડ્ડી અને ન્યાયધીશ એમ આર શાહની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે, કોવિડ-19 મહામારીને કારણે ન ફક્ત લોકોના સ્વાસ્થ્યને લઈને સંકટ ઉત્પન્ન થયો છે, પણ દેશની આર્થિક વૃદ્ધિ પર પણ પ્રતિકુળ પ્રભાવ પડ્યો છે. તેનાથી દુનિયાના અન્ય દેશ પણ પ્રભાવિત થયા છે.

આ 8 શ્રેણીઓના દેવા (લોન) પર મળશે રાહત : વ્યાજ પર રાહત મેળવવાવાળી આ 8 શ્રેણીઓમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (એમએસએમઈ), શિક્ષણ, ટકાઉ ઉપભોગતા, ક્રેડિટ કાર્ડ, વાહન, પર્સનલ, હોમ અને ઉપભોગ લોન શામેલ છે. પીઠે કહ્યું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદો 2005 અંતર્ગત કોરોના વાયરસ મહામારીને અટકાવવા માટે લગાવેલા લોકડાઉનમાં, ખાનગી અને સાર્વજનિક ક્ષેત્ર સહીત મોટાભાગના કારોબાર પર પ્રતિકૂળ પ્રભાવ પડ્યો છે. અને તે વાતમાં કોઈ શંકા નથી. ઘણા મહિના સુધી મોટી સંખ્યામાં ઉદ્યોગોને કામ કરવાની પરવાનગી નથી મળી. ફક્ત અમુક ઉદ્યોગોને કામ કરવાની પરવાનગી મળી હતી, જે તે સમયની સ્થિતિમાં જરૂરી હતા અને આવશ્યક શ્રેણીમાં આવતા હતા.

રિટ અરજી (યાચિકા) નો થયો નિકાલ : પીઠે કહ્યું કે, અમે હાલની રિટ યાચિકાનો નિકાલ કરીએ છીએ, અને પ્રતિવાદ કરનારને તે સુનિશ્ચિત કરવાનો આદેશ આપીએ છીએ કે, તે નિર્ણયને લાગુ કરવા માટે દરેક જરૂરી પગલાં ભરે. રિઝર્વ બેંકે 27 માર્ચે પરિપત્ર જાહેર કર્યું હતું. તેમાં બેંકો અને અન્ય લોન આપવાવાળી સંસ્થાઓને ગ્રાહકો પાસેથી 1 માર્ચ 2020 થી 31 મે 2020 વચ્ચે લોનનો હપ્તો નહિ લેવાની પરવાનગી આપી હતી. પછીથી હપ્તો નહિ આપવાની સમય મર્યાદાને 31 ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવી.

વ્યાજ પર વ્યાજ વસૂલીમાં મળી રાહત : લોકડાઉનના સમયગાળા દરમિયાન લોનના માસિક હપ્તા (EMI) ને લઈને ગ્રાહકોને વ્યાજ પર વ્યાજ વસૂલવા પર રાહત આપવા માટે યાચિકા દાખલ કરવામાં આવી હતી. આગ્રાના ગજેન્દ્ર શર્માએ સુપ્રીમ કોર્ટમાં આ બાબતમાં યાચિકા દાખલ કરી હતી. તેમાં આરબીઆઈની 27 માર્ચ, 2020 ની સૂચનાના તે ભાગને રદ્દ કરવાનો આગ્રહ કર્યો હતો, જેમાં તે સમયગાળા દરમિયાન લોનની રાશિ પર વ્યાજ વસૂલવાની વાત કહેવામાં આવી હતી.

આ માહિતી ઇન્ડિયા ટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.