રાજ્ય સરકારના કર્મચારીઓની નવરાત્રી સુધરી ગઈ, સરકારોએ ખોલ્યો ખજાનો, આપી આ મોટી ભેંટ.

0
156

દશેરા પહેલા જ મળશે લાડુ, આ કર્મચારીઓના પગાર વધારવાની થઇ જાહેરાત, જાણો કેટલો પગાર વધ્યો.

કેન્દ્ર પછી હવે રાજ્ય સરકારના કર્મચારીઓને મજા જ મજા થવાની છે. કારણ કે રાજ્ય સરકારોએ તેમના માટે ખજાનાનો દ્વાર ખોલી દીધો છે. તેમાં બિહાર સરકારે દશેરા ઉપર સરકારી કર્મચારીઓને મોટી ભેંટ આપવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર વધેલા મોંઘવારી ભથ્થાની (Dearness Allowance) રકમ ઓક્ટોબરમાં કર્મચારીઓને બે મહિનાના એરીયર્સ સાથે આપશે.

બિહાર કેબીનેટે હાલમાં તે નિર્ણયને મંજુરી આપી છે. તેની સાથે જ મધ્ય પ્રદેશમાં પણ મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત વહેલી તકે થઇ શકે છે. એમપી સરકાર 7 લાખ કર્મચારીઓને મોંઘવારી ભથ્થા અને પેન્શનરોને મોંઘવારી રાહત ભથ્થા આપવાના આદેશ ઓક્ટોબરમાં જાહેર કરશે.

ઉત્તરાખંડમાં પણ મોંઘવારી ભથ્થામાં 11 ટકાના વધારાની જાહેરાત કરી દેવામાં આવી છે. કેબીનેટે શુક્રવારની સાંજે તેનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. તેનાથી ઓક્ટોબરમાં સરકારી કર્મચારીઓનો પગાર વધીને આવશે. સરકારી પ્રવક્તાના જણાવ્યા મુજબ ઉત્તરાખંડના કર્મચારીઓને ઓક્ટોબરથી કેન્દ્ર જેટલું ડીએ મળશે. તેનાથી રાજ્ય ઉપર દર મહીને 150 કરોડ રૂપિયાનો બોજ આવશે. આ રાજ્યોમાં ડીએ વધવાથી 15 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.

કેટલો થશે ફાયદો?

મોંઘવારી ભથ્થાની ગણતરી કરવા વાળા એજી ઓફીસ બ્રધરહુડના પૂર્વ અધ્યક્ષ હરીશંકર તિવારીએ 7th Pay Matrix Level 1 કર્મચારીના પગારની ગણતરી કરી છે, જે આ મુજબ છે :

બેઝીક પગાર : ઓછામાં ઓછા 18,000 રૂપિયા માસિક

મોંઘવારી ભથ્થું (17 ટકા) જે પહેલા મળી રહ્યું હતું – 3060 રૂપિયા મહીને

ડીએમાં વધારો (11 ટકા) કેટલો થયો – 1980 રૂપિયા મહીને

કુલ ડીએ (28 ટકા) હવે મળશે – 5040 રૂપિયા મહીને

House Rent Allowance (HRA) – 5400 રૂપિયા મહીને

Transport Allowance (TA) (જો દિલ્હી જેવા મેટ્રોમાં રહે છે તો) – 1728 રૂપિયા મહીને

ટોટલ પગાર : લગભગ 30,168 રૂપિયા મહીને (Excluding other Perks)

કેટલો વધ્યો TA અને HRA?

હરીશંકર તિવારીના જણાવ્યા મુજબ મોંઘવારી ભથ્થું વધવાને કારણે HRA અને TA માં પણ જોરદાર વધારો થયો છે. Level 1 ના કર્મચારીના HRA માં, જે X કેટેગરીના શહેરોમાં રહે છે, તેમને મહિને લગભગ 540 રૂપિયા ફાયદો થયો છે. જોકે આ શહેરોમાં ઓછામાં ઓછું HRA નક્કી છે. તેમજ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ (TPTA Cities) માં લગભગ 230 રૂપિયા મહીનાનો વધારો થયો છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.