ખુશખબર, હવે 10 વાગ્યે નહિ પણ આ સમયે ખુલશે બધી સરકારી બેંક, સપ્ટેમ્બરથી લાગુ થશે નવો નિયમ

0
1033

બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર છે. સામાન્ય રીતે સરકારી બેંકો (PSU Banks) માં કામકાજ 10 વાગ્યા પછી શરુ થાય છે. એવામાં ફાઇનાન્સ મિનિસ્ટ્રના બેન્કિંગ ડિવિઝને નિર્ણય લીધો છે કે, બધી સરકારી અને ક્ષેત્રીય ગ્રામીણ બેંક (RRB) સવારે 9 વાગ્યે ખુલી જશે. હકીકતમાં આખા દેશની બેંકોના ખોલવાના સમયને એક સમાન કરવાના હેતુથી કેન્દ્રીય ફાઇનાન્સ મિનિસ્ટ્રીના બેન્કિંગ ડિવિઝને વિડીયો કોન્ફરન્સ દ્વારા જૂનમાં બેઠક કરી હતી.

આ બેઠકમાં નક્કી થયું હતું કે બેંક શાખાઓ ગ્રાહકોની સુવિધા અનુસાર ખુલવી જોઈએ. આથી બેંક શાખાઓના ખુલવાના સમયમાં પરિવર્તન કરવાના વિચારને મંજૂરી મળી ગઈ છે.

IBA એ 24 જૂનના રોજ ગ્રાહક સુવિધા પર રચાયેલી ઉપસમિતિની બેઠકમાં બેંક શાખા ખોલવા માટે ત્રણ વિકલ્પ આપ્યા હતા. જેમાં પહેલો વિકલ્પ સવારે 9 થી બપોરે 3 વાગ્યાનો, બીજો વિકલ્પ સવારે 10 થી સાંજે 4 વાગ્યાનો, અને ત્રીજો વિકલ્પ સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યાનો હતો. IBA એ બેંકોને કહ્યું છે કે, 31 ઓગસ્ટ સુધી જિલ્લા સ્તરીય ગ્રાહક સમન્વય સમિતિની બેઠક કરી સમય નક્કી કરી લે, અને એની સૂચના સ્થાનિક સમાચાર પત્રમાં પણ આપે.

સપ્ટેમ્બરથી લાગુ થઇ શકે છે નવો નિયમ :

જો કે જ્યાં ગ્રાહક મોડે સુધી બેન્કિંગ સેવા ઈચ્છે છે, ત્યાં પહેલાની જેમ સવારે 10 અથવા 11 વાગ્યાથી પણ બેંક ખોલવાનો વિકલ્પ રહેશે. નિર્ણય બધી સરકારી બેંકો તથા ક્ષેત્રીય ગ્રામીણ બેંકો (RRB) પર લાગુ થશે. આ બાબત સાથે જોડાયેલા અધિકારીનું કહેવું છે કે, બેંક ખુલવાનો નવો સમય સપ્ટેમ્બરમાં અમલમાં આવી જવાની સંભાવના જણાવવામાં આવી રહી છે.

જો બેંક ખુલવાનો સમય 9 વાગ્યાનો થઈ જાય તો લોકોએ સવારે વધારે રાહ જોવી નહિ પડે. પણ ઘણા બધા લોકો એવું ઈચ્છે છે કે, બેંકના કામના સમયમાં થોડો વધારો કરવામાં આવે, જેથી દિવસ દરમ્યાન બેંક દ્વારા વધારે લોકોના કામ પુરા થાય, અને લોકોએ બેંકનો સમય પૂરો થઈ જવાના કારણથી પોતાના કામને બીજા દિવસ પર ધકેલવું ન પડે. જોઈએ હવે શું નક્કી થાય છે અને બેંકના ગ્રાહકોને એનો કેટલો ફાયદો પહોંચે છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.