ખુશખબર : પહેલી પ્રાઇવેટ ટ્રેન ચાલશે ગુજરાતની આ જગ્યાએથી, આઈઆરસીટીસી એ તેજસને લીધી છે ભાડે

0
851

ભારતીય રેલવેના ૧૬૬ વર્ષના ઇતિહાસમાં પહેલું મોટું પરિવર્તન પ્રાઇવેટ ટ્રેન ચલાવવાને લઈને કરવામાં આવ્યુ છે. પહેલી પ્રાઇવેટ ટ્રેન એટલે કે તેજસ એક્સપ્રેસ નવેમ્બરથી અમદાવાદ અને મુંબઈ વચ્ચે ચાલી શકે છે. કેન્દ્ર સરકારે આ ટ્રેનને આઈઆરસીટીસીને ભાડા પર આપી છે. ટ્રેનમાં યાત્રિની પરખ માટે સ્ટેશન પર ચેકીંગ કાઉન્ટર બનાવવામાં આવશે. ટ્રેન એક કલાકથી વધારે મોડી પડશે તો યાત્રીઓના બધા પૈસા પાછા આપવામાં આવશે. ટ્રેનનું ભાડું નક્કી કરવા માટે આઈઆરસીટીસી કામ કરી રહી છે. આ ટ્રેનને લખનઉ દિલ્હી વચ્ચે પણ ચલાવવાની યોજના છે.

વેસ્ટર્ન રેલવેના સીપીઆરઓ રવીન્દ્ર ભાકરે જણાવ્યું કે, તેજસ ટ્રેનને ચલાવવાની જવાબદારી હવે આઈઆરસીટીસીની છે. તે પરિચાલનની તૈયારી કરી રહી છે. આ માટે તે રેલવેને ભાડું આપશે. આના પર જલ્દી નિર્ણય લેવામાં આવશે. ટ્રેનનું સમય પત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે.

ભાડું શતાબ્દી એકપ્રેસ જેટલુ હોઈ શકે છે :

આઈઆરસીટીસીના એક વરિષ્ટ અધિકારીએ જણાવ્યું કે, તેજસનું ભાડું આજ રૂટ પર ચાલનારી શતાબ્દી એકપ્રેસ જેટલું હોઈ શકે છે. આ ટ્રેનના દરેક કોચમાં માત્ર બે ટોઇલેટ હશે, જયારે અન્ય ટ્રેનના કોચમાં ૪ ટોઇલેટ હોય છે. આની પાછળ થોડી ખુલ્લી જગ્યા અને ખૂબ સરસ ફૂડ સર્વિસ મેનેજમેન્ટ માટે નવી પેન્ટ્રી કારની યોજના છે. રેવન્યુ વધારવા માટે ટ્રેનની અંદર અને બહાર જાહેરાત લગાવવામાં આવશે. તેજસ ટ્રેનોમાં એસએલઆરની જગ્યા હશે જેમાં બુક કરેલો સામાન લઈ જઈ શકાશે.

એરપોર્ટની જેમ રેલવે સ્ટેશન પર બનાવવામાં આવશે ચેકીંગ કરંટ કાઉન્ટર :

ટ્રેનમાં બેસતા પહેલા સ્ટેશન પર ટિકિટ ચેક કરવામાં આવશે, જેમ ફ્લાઇટની ટિકિટની તપાસ થાય છે તેમ. કરંટ રીઝર્વેશન કાઉન્ટર પણ હશે. આ ટ્રેન માટે આઈઆરસીટીસી ટિકિટ જાહેર કરશે, જોકે ટ્રેન અને પ્લેટફોર્મ બંને પર ચાલશે. રેલવેનો ટીસી યાત્રીઓની તપાસ કરી શકશે નહીં. આઈઆરસીટીસીના જણાવ્યા મુજબ ટ્રેનમાં તે પોતાનો અધિકૃત સ્ટાફ નિયુક્ત કરશે.

દુર્ઘટનામાં રેલવે નિયમો મુજબ વળતર મળશે :

યાત્રીઓના વીમા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. યાત્રા દરમિયાન કોઈ દુર્ઘટના થાય તો રેલવેના નિયમો મુજબ જ યાત્રીઓને વળતર મળશે. આ નિયમમાં આઈઆરસીટીસી તરફથી કોઈ બદલાવ કરવામાં આવશે નહિ. આઈઆરસીટીસી આ ટ્રેનમાં વર્તમાન રેલવે દ્વારા વિભિન્ન પ્રકારની ટિકિટો પર જે છૂટ મળે છે તે આપશે નહિ.

ભાડે આપવાની મુદ્દત પર થઈ રહી છે વાત :

આ ટ્રેનને ચલાવવા માટે આઈઆરસીટીસી રેલવેને વાર્ષિક ભાડું આપશે. આ ભાડું કોચ અને તેના મેન્ટેનન્સ પર આધાર રાખશે. જો રેક વધશે તો તેમાં જે દિવસથી ટ્રેનનું સંચાલન થશે તે દિવસથી તેનું ભાડું આપવામાં આવશે. ટ્રેનનું સમારકામ રેલવે કરશે. ભાડે આપવાના સમયની મુદ્દત પર વાત ચાલી રહી છે.

૧૨ કોચવાળી ટ્રેનના કર્મચારી રેલવે ના હશે :

આઈઆરસીટીસીની તેજસ ટ્રેન પહેલા એક વર્ષ માટે માત્ર ૧૨ કોચ સાથે ચાલશે. પછી કોચ વધારવામાં આવી શકે છે. રેલવેની બીજી ટ્રેનોમાં ઓછામાં ઓછા ૧૮ કોચ હોય છે. આઈઆરસીટીસીએ જણાવ્યું કે, આ ટ્રેનનું ટાઈમ ટેબલ રેલવેએ નક્કી કર્યું છે. લોકોપાયલટ, ગાર્ડ, ઓપરેટિંગ સ્ટાફ રેલવેના હશે.

શિડયુલ :

રવાના : સવારે ૬:૧૦ વાગે અમદાવાદથી.

સ્ટેશન સમય :

અમદાવાદથી સવારે ૬:૧૦ વાગે નીકળશે.

વડોદરામાં સવારે ૮:૦૮ વાગે પહોંચશે

સુરતમાં સવારે ૯:૩૫ વાગે પહોંચશે.

મુંબઈમાં સેન્ટ્રલ બપોરે ૧:૧૦ વાગે પહોંચશે.

રિટર્ન : બપોરે ૩:૪૦ વાગે મુંબઈ સેન્ટ્રલથી.

સ્ટેશન સમય :

મુંબઈ સેન્ટ્રલથી બપોરે ૩:૪૦ વાગે નીકળશે.

સુરતમાં સાંજે ૬:૫૭ વાગે પહોંચશે.

વડોદરામાં રાતે ૮:૨૦ વાગે પહોંચશે

અમદાવાદમાં રાતે ૯:૫૫ વાગે પહોંચશે.

કોચમાં હશે આ સુવિધાઓ :

એલસીડી સ્ક્રીન, અટેંડેટ બટન, ચાર્જિંગ અને યુએસબી, ફ્રી ચા કોફી મશીન.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.