સોનુ થતું જાય છે સસ્તું, જાણો દિવાળી સુધીમાં સોનાનો ભાવ ક્યાં સુધી જઇ શકે છે

0
3081

આજના સમયમાં સોનું સૌથી મોંઘી ધાતુ છે, અને તેના ભાવ પણ રોજે રોજ વધતા રહે છે. પણ સોનું હવે સસ્તું થઇ રહ્યું છે. આમ તો ચાંદીના ભાવમાં ઘણી તેજી આવી ગઈ છે. તો જાણો દિવાળી સુધી સોનું અને ચાંદીના ભાવ કેટલા થઇ જશે અને શું તમારે અત્યારે એની ખરીદી કરવી જોઈએ? સોનાના ભાવમાં હાલમાં ઘટાડો થયો છે. થોડા સમય પહેલા દિલ્હીની સર્રાફા બજારમાં સોનાના ભાવ ઘટીને ૩૫,૫૦૦ રૂપિયાની સપાટી ઉપર પહોચી ગયા.

ચાંદીના ભાવમાં તેજીની પાછળ આંતરરાષ્ટ્રીય કારણ છે. આમ તો ન્યુયોર્કમાં સોનાના ભાવ ૧૪૦૨ ડોલર અને ચાંદીના ભાવ ૧૫.૬૩ ઉપર ટ્રેડ કરી રહ્યા છે. થોડા સમય પહેલા દિલ્હી સર્રાફ બજારમાં ૯૯.૯ ટકા અને ૯૯.૫ ટકા શુદ્ધ સોનું ૭૦-૭૦ રૂપિયા ઘટીને ૩૫,૫૦૦ રૂપિયા અને ૩૫,૩૩૦ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર રહ્યું. આઠ ગ્રામ વાળા સિક્કા ૨૭,૪૦૦ રૂપિયા પ્રતિ ઇકાઈ ઉપર સ્થિર રહ્યા. ચાંદી સિક્કા લેવાના ભાવ ૮૧ હજાર રૂપિયા અને વેચવાના ભાવ ૮૨ હજાર રૂપિયા રહ્યા હતા.

મોટાભાગની જાણકારી મુજબ દિવાળી સુધી સોનાના ભાવમાં તેજી જ જણાવી રહ્યા છે. નિર્મળ બંગમાં કમોલીટી રીસર્ચના વડા કુણાલ શાહના જણાવ્યા મુજબ ડીસેમ્બર સુધી ઇન્ટરનેશનલ લેવલ ઉપર સોનાના ભાવ ૧૫૦૦ ડોલર સુધી જઈ શકે છે. તે મુજબ દિવાળી સુધી MCX ઉપર સોનાના ભાવ ૩૬,૦૦૦ રૂપિયાનો લેવલ ટેસ્ટ કરી શકે છે.

અને ચાંદીના ભાવ ૪૨ હજાર રૂપિયાની સપાટીને સ્પર્શી શકે છે. શાહના જણાવ્યા મુજબ દિવાળી સુધી ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવ ૧૪૬૦ ડોલર સુધી જઈ શકે છે. તેમના જણાવ્યા મુજબ સોનામાં તેજીની પાછળનું કારણ સેન્ટ્રલ બેંકની ખરીદી, ફેડરલ રીઝર્વના વ્યાજ દર, અમેરિકા, ઈરાન તંગદીલીનું મુખ્ય કારણ રહેશે. મુંબઈના જવેલર્સ કુમાર જૈનના જણાવ્યા મુજબ બજારમાં પણ દિવાળી સુધી તેજીનું અનુમાન છે.

તેમના જણાવ્યા મુજબ દિવાળી સુધી સોનું ૩૮ હજાર રૂપિયા સુધી જવાની આશા છે. કાનપુરમાં પંકજ ચેન અને જવેલર્સના પ્રમુખ પંજક અરોરાના જણાવ્યા મુજબ દિવાળી સીધી MCX ઉપર સોનાના ભાવ ૩૬૦૦૦ રૂપિયા સુધી જઈ શકે છે. અને ચાંદીના ભાવ ૪૫ હજાર રૂપિયા સુધી થઇ શકે છે.

ભોપાલમાં અખિલ ભારતીય ઉદ્યોગ વેપાર મંડળના રાજ્યના મહાસચિવ નવનીત અગ્રવાલના જણાવ્યા મુજબ દિવાળી સુધી સોનાના ભાવ ૩૮ હજાર રૂપિયા થવાની આશા છે. અને ચાંદીના ભાવ ૪૨૫૦૦ રૂપિયા થઇ શકે છે. અને ચંદીગઢ સરાફા એસોસીએશનના સુરજ ચોહાણના જણાવ્યા મુજબ દિવાળી સુધી સોનાના ભાવ ૩૮૦૦૦ રૂપિયા જઈ શકે છે. એંજેલ કમોડીટીમાં ડેપ્યુટી વી.પી. અનુજ ગુપ્તાના જણાવ્યા મુજબ MCX ઉપર સોનાના ભાવ ૩૬૦૦૦ રૂપિયા અને ચાંદીના ભાવ ૪૧ હજાર રૂપિયા સુધી આવી શકે છે.

આનંદ રાઠી શેયર્સ અને સ્ટોક બ્રોકર્સમાં ફંડામેંટલ અનાલીસ્ટ જીગર ત્રિવેદીના જણાવ્યા મુજબ કોમેકસ ઉપર સોનાના ભાવ ૧૩૬૦ થી ૧૪૪૦ ડોલરની રેંજમાં દિવાળી સુધી રહી શકે છે. અને MCX ઉપર ૩૬૦૦૦ થી ૪૧૦૦૦ રૂપિયા રહેશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ટાઈમ નાવ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.