ગોળ ઉપર ચડે છે કીડીઓ તો જાણી લો, ગોળને સ્ટોર કરવાની રીત.

0
332

આ રીતે ગોળને કરશો સ્ટોર તો કીડી શું તેનો પિતા પણ ગોળ સુધી પહોંચી નહીં શકે. ઘરમાં સરળ કિચન ટીપ્સ અજમાવીને ગોળનો કરો લાંબા સમય સુધી સંગ્રહ. શીયાળાની ઋતુમાં ખાવા પીવાની ઘણી વસ્તુ બજારમાં જોવા મળે છે. ઠંડીની ઋતુમાં જ બજારમાં નવો ગોળ પણ આવે છે. ઘણા લોકો શીયાળાની ઋતુમાં ખાવા સાથે ગોળ જરૂર ખાય છે કેમ કે તે શરીરને ગરમ રાખે છે અને આરોગ્ય સાથે જોડાયેલા તેના બીજા પણ ઘણા ફાયદા પણ છે. આ ગોળ માંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.

આમ તો ગોળ શિયાળાની ઋતુમાં આવે છે. પરંતુ બજારમાં તે 12 મહિના મળી રહે છે. તેમ છતાં પણ મોટા ભાગના ઘરમાં શિયાળાની ઋતુમાં ઘણો બધો ગોળ લઈને રાખી લેવામાં આવે છે, જેથી વર્ષ આખું ગોળનો આનંદ ઉઠાવી શકાય. પરંતુ ઘણા લોકોની ફરિયાદ રહે છે કે ગોળ જલ્દી બગડી જાય છે અને વર્ષ આખું રાખવો તો દુર પણ મહિનાઓ માટે પણ તેનો રંગ અને સ્વાદ બંને ખરાબ થઇ જાય છે. સાથે કીડીઓ ચડી જાય એ અલગ.

ઘરમાં આ સરળ કિચન ટીપ્સ અજમાવીને ગોળનો કરો લાંબા સમય સુધી સંગ્રહ. ગોળને તમે સારી રીતે સંગ્રહ કરીને રાખો તો તમારો ગોળ ક્યારે પણ ખરાબ નહિ થાય. એટલું જ નહિ, તમે આરામથી 1 થી 2 વર્ષ સુધી ગોળનો સંગ્રહ કરી શકો છો. સારી વાત તો એ છે કે ન તો તેનો રંગ ખરાબ થશે અને ન તો સ્વાદ. તો આવો આજે અમે તમને જણાવીએ છીએ કે તમે ઘરે ગોળને લાંબા સમય સુધી કેવી રીતે સંગ્રહ કરીને રાખી શકો છો.

ઝીપ લોક બેગમાં સંગ્રહ કરો ગોળ : જો તમે ઈચ્છો છો કે ગોળનો ઉપયોગ 1 થી 2 વર્ષ સુધી કરવો છે અને તેનો સ્વાદ એકદમ નવો અને તાજા બનેલા ગોળ જેવો હોય તો તમારે તેનો સંગ્રહ કરતી વખતે ઘણી સાવચેતી રાખવાની જરૂર રહે છે. ગોળનો સંગ્રહ કરતી વખતે એ વાતનુ પુરતું ધ્યાન રાખવું જોઈએ કે તેમાં હવા જરાપણ ન લાગે. તેનાથી તમે પહેલા ગોળને પેપર ટોવલમાં સારી રીતે લપેટી અને પછી ઝીપ લોક બેગમાં રાખો. જયારે તમે ઝીપ લોક બેગને બંધ કરવા માગો તો નોર્મલ પ્લાસ્ટિક બેગમાં પણ ગોળનો સંગ્રહ કરી શકો છો. ત્યાર પછી પેક કરેલો ગોળ એક એયર ટાઈટ ડબ્બામાં રાખી લો. આ રીતે સંગ્રહ કરવામાં આવેલો ગોળ વર્ષો સુધી ખરાબ થતો નથી.

સુકા પાંદડામાં સંગ્રહ કરો ગોળ : સુકા પાંદડા માંથી બનેલા દાણા તમને સરળતાથી બજારમાં મળી જશે. તેમાં પણ તમે ગોળને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકો છો. તેમાં માટે એક સ્ટીલનો ડબ્બો લો અને તેમાં સુકા પાંદડાના બનેલા દાણા નાખો. ત્યાર પછી તમારો ગોળ ડબ્બામાં રાખો અને તેને બીજા પાંદડાના દાણાથી પેક કરી દો. એમ કર્યા પછી ડબ્બો બંધ કરી દો. જો તમે ગોળને આ રીતે સંગ્રહ કરો છો, તો તમારો ગોળ 4-5 મહિના સુધી ખરાબ નહિ થાય.

ફ્રીજમાં સંગ્રહ કરો ગોળ : ફ્રીજમાં પણ ગોળનો સંગ્રહ કરી શકાય છે, પરંતુ તેના માટે તમારે આ સંગ્રહ કરવા માટે સાચી પદ્ધતિ જાણવી જરૂરી છે. જો તમે બસ સામાન્ય એવા પ્લાસ્ટિકના ડબ્બામાં ગોળને સંગ્રહ કરીને રાખશો તો તે જલ્દી ખરાબ થઇ જશે. અને જો તમે સ્ટીલ કે એયર ટાઈટ ડબ્બામાં ગોળ રાખીને ફ્રીજની અંદર રાખો છો, તો મહિનાઓ સુધી તમારા ગોળનો સ્વાદ ખરાબ નહિ થાય અને ન તો તેનો રંગ કાળો પડશે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.