ગોકુલધામ સોસાયટીની મહિલા મંડળીએ સાથે લીધી સેલ્ફી તો દયાબેનને મિસ કરવા લાગ્યા ફેન, રોશન ભાભીએ કહ્યું…..

0
120

દયાબેન વગર તારક મેહતા શો ની મહિલાઓએ લીધી સેલ્ફી, ફોટો શેર કરી કહી આ મોટી વાત.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો ના ફેન્સ લાંબા સમયથી દયા બેનની રાહ જોઈ રહ્યા છે. અને શો ના બીજા સભ્યો અને શો મેકર પણ દયા બેનને ઘણા મિસ કરી રહ્યા છે. પણ દિશા વાકાણીને લઈને હજુ સુધી ચિત્ર સ્પષ્ટ નથી થઇ શક્યું કે, તે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં પાછી આવશે કે નહિ?

હાલમાં જ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની મહિલા મંડળીએ એક સાથે ઘણા ફોટા પડાવીને સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા. ફોટામાં દયા બેન સિવાય અંજલિ ભાભીથી લઈને રોશન ભાભી સુધી તમામ મહિલાઓ જોવા મળી રહી છે. ફોટામાં ગોકુલધામ સોસાયટીની તમામ મહિલાઓ સેલ્ફી લેતા ઘણી ખુશ જોવા મળે છે.

રોશન ભાભીએ આ ફોટા પોતાના ઈંસ્ટા એકાઉન્ટથી શેર કર્યા છે જેમાં તે સેલ્ફી લઇ રહી છે અને પાછળ માધવી ભાભી, અંજલિ ભાભી અને કોમલ ભાભી જોવા મળી રહી છે. આ ફોટાને કેપ્શન આપતા રોશન ભાભીએ લખ્યું, આ 13 વર્ષમાં પહેલી વખત એવું થયું જયારે અમે એક સાથે પોપટલાલની બાલ્કનીમાં આવીને ફોટો પડાવ્યો.

ગોકુલધામ સોસાયટીની આ મહિલા મંડળી પોપટલાલની બાલ્કનીમાં આવીને આટલા વર્ષોમાં પહેલી વખત સાથે સેલ્ફી લેતી જોવા મળી. આ ફોટામાં માત્ર દયા ભાભી ગાયબ છે જેને લઈને ફેન્સ એક વખત ફરીથી તે રટણ કરી રહ્યા છે કે, દયા ભાભી ક્યારે આવશે? ફેન્સને ફોટામાં દયા ભાભીની ગેરહાજરી સાલી રહી છે.

ફોટામાં જેનીફર મિસ્ત્રી ઉપરાંત, સુનૈના ફોઝદાર, અંબિકા રંજનકર અને સોનિકા જોશી પણ જોવા મળી રહી છે. તારક મેહતા શો માં સુનૈના ફોઝદાર અંજની ભાભી એટલે તારકની પત્નીનું પાત્ર ભજવી રહી છે. અંબિકા કોમલ ભાભીનું પાત્ર ભજવે છે અને સોનિકા જોશી શો માં માધવી ભીડે બનેલી જોવા મળે છે.

હાલમાં જ સમાચાર આવ્યા હતા કે, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો ના સેટ ઉપર દયા ભાભીનું પાત્ર ભજવતી દિશા વાકાણી આવી હતી. વેબસાઈટ કોઈમોઈના સુત્રોના જણાવ્યા મુજબ, દિશા વાકાણી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના સેટ ઉપર જોવા મળી છે. શો ના એક નજીકના સુત્રોએ જણાવ્યું કે, દિશા શો સાથે છેલ્લા ઘણા વર્ષોથી જોડાયેલી હતી. શો ના કો-સ્ટાર્સ સાથે તેમનો સંબંધ ગાઢ છે. જો કે શો માં તેમના પાછા ફરવા ઉપર હજુ પણ પ્રશ્ન છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.