જઈ રહ્યા છો અમદાવાદ તો આ સ્થળો ઉપરથી કરો સસ્તી અને સારી ખરીદી

0
2199

અમદાવાદની સાંસ્કૃતિકતાને કારણે તમને ખરીદી માટે ઘણા વિકલ્પ મળી જાય છે. અમદાવાદમાં સ્ટ્રીટ શોપિંગની વાત જ નિરાળી છે. તો આવો જાણીએ એના વિષે.

અમદાવાદમાં ખરીદી કરવી કોઈ પણ પ્રવાસી માટે સૌથી સારા અનુભવમાંથી એક માનવામાં આવે છે. અમદાવાદ ગુજરાતનું સૌથી લોકપ્રિય શોપિંગ ડેસ્ટીનેશન છે. જુના સમયમાં, શહેરમાં ઘણી કાપડ મિલો હોવાને કારણે તેને માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવતું હતું. અને હાલમાં અમદાવાદ ઘણું ઝડપથી આગળ વધતા કોમર્શીયલ હબ બનવા જઈ રહ્યું છે.

અમદાવાદમાં ભીડભાડ વાળી સ્ટ્રીટ ઉપર તમને લોકોને ફૂડ આઈટમથી લઈને ઘણી શોપિંગ માર્કેટ મળી જશે, જ્યાં તમને શોપિંગનો ઘણો જ યાદગાર અનુભવ થઇ શકે છે. આમ તો અહિયાં ખરીદી માટે ઘણું બધું છે, પરંતુ મહિલાઓ માટે અમદાવાદની માર્કેટ કોઈ સ્વર્ગથી ઓછી નથી. તો આવો વાત કરીએ અમદાવાદના વિશેષ માર્કેટ્સની.

લાલ દરવાજા માર્કેટ :

અમદાવાદમાં ઘણા એવા શોપિંગ પ્લેસ છે જ્યાં તમને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જોવા મળશે. ત્યાં સુધી કે તે તેના રોડ ઉપર પણ જોવા મળે છે. લાલ દરવાજા માર્કેટ પણ તેમાંની એક છે. લાલ દરવાજા માર્કેટ અમદાવાદના સૌથી સસ્તા માર્કેટમાંથી એક છે. અહિયાં તમને હોમ ફર્નીશીંગથી લઈને કપડા, ફૂટવિયર, ઇલેક્ટ્રોનીક્સ આઈટમ અને સ્ટ્રીટ ફૂડ વગેરે બધુ જ મળી જશે. જો અહિયાં તમે વ્યાજબી ભાવમાં વસ્તુ ખરીદવા માંગો છો, તો તમારી અંદર ભાવતાલ કરવાની આવડત હોવી જોઈએ.

સંસ્કૃતિ સ્ટોર :

જો તમે અમદાવાદ આવો છો, તો સંસ્કૃતિ સ્ટોરમાં એક વખત શોપિંગ માટે જરૂર આવો. અહિયાં તમને ઉત્તમ કોટન ફેબ્રિક ઉપર લોકલ પ્રિંટ જેવાકે બ્લોક પ્રિંટ, કલમકારી, ચંદેરી, ડાબુ પ્રિંટ, બાંધણી ટાઈ એંડ ડાઈ, બંધેજ વર્ક, જોધપુરી જેકેટ વિથ મિરર વર્ક વગેરે જોવા મળશે. અહિયાંથી તમે સલવાર કમીજથી લઈને કુતા, ગુજરાતી બ્લોક પ્રિન્ટ સાડી, બેડશીટ, દુપટ્ટા, કુશન કવર વિથ મિરર વર્ક વગેરે ખરીદી શકો છો.

રાણીનો હજીરો :

રાણીનો હજીરો અમદાવાદમાં મહિલાઓના શોપિંગ માટે ઘણું સારું સ્થળ છે. માણેક ચોક પાસે ગાંધી રોડ ઉપર આવેલ આ માર્કેટમાં તમને ગુજરાતી ટ્રેડીશનલ ડ્રેસીસથી લઈને કલરફૂલ ફેબ્રીક્સ અને ઘણા પ્રકારની એસેસરીજ વગેરે સરળતાથી મળી જશે. અહમદ શાહની રાણીઓનાં ઐતિહાસિક મકરબા પાસે આવેલ આ અનોખું બજાર મહિલાઓના શોપિંગનું ફેવરીટ સ્પોટ છે.

ઇકત, મશરૂમ અને અજરખ જેવા ઉત્તમ હેન્ડલૂમ કપડા અહિયાં જોવા મળી શકે છે. ખાસ કરીને, અહિયાં ટ્રેડીશનલ ગરબાના કપડા મળે છે, અને નવરાત્રીમાં તમે અહિયાથી ખરીદી નથી કરી તો સમજો કે તમારી નવરાત્રીની શોપીંગ અધુરી જ છે. અહિયાં તમે કોઈ પણ દિવસે સવારે ૧૧ વાગ્યાથી લઈને રાત્રે ૧૧ વાગ્યા સુધી સરળતાથી શોપિંગ કરી શકો છો.

કપાસી હેન્ડીક્રાફટ એમ્પોરિયમ :

જો તમે અમદાવાદ જઈને થોડી હેન્ડીક્રાફટ વસ્તુ ખરીદવા માંગો છો, તો કપાસી હેન્ડીક્રાફટ એમ્પોરિયમ જરૂર જાવ. અહિયાંના મોટા શો રૂમમાં તમને પેઈન્ટીંગસ, મૂર્તિઓ, ઘર મંદિર, પિત્તળ અને આરસના થોડા ઉત્તમ કલેક્શન જોવા મળશે. અહિયાં તમે તમારા કુટુંબ માટે ઘણું બધું ખરીદી શકો છો. અમદાવાદનો આ શોરૂમ સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૮ વાગ્યા સુધી ખુલ્લો રહે છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.