આ ૩ ઘરોમાં ક્યારેય વાસ નથી કરતા લક્ષ્મી માં, પરિવાર ઉપર ઘેરાયેલા રહે છે ગરીબીના વાદળ.

0
4912

લક્ષ્મી માતા ધનની દેવી છે. અને દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેમના ઘરમાં હંમેશા એમનો વાસ રહે. તેમજ વિષ્ણુ પુરાણમાં પણ લક્ષ્મી માતાને લઈને ઘણી બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિંદુ ધર્મમાં લક્ષ્મી દેવીને ધનની દેવી માનવામાં આવે છે. તેવામાં લક્ષ્મી માં નું કોઈ પણ ઘરમાં આગમન પોતાની સાથે-સાથે સુખ સમૃદ્ધી અને ધનની વર્ષા લાવે છે. ઘરમાં લક્ષ્મીનો વાસ સુખ શાંતિનું પુરક છે, તેવામાં જો કોઈપણ ઘરમાં તમને સુખ શાંતિનો અનુભવ થાય તો તેની પાછળ માં લક્ષ્મીના આશીર્વાદ જ હશે.

વિષ્ણુ પુરાણ એક ધાર્મિક ગ્રંથ છે. એમાં લક્ષ્મી માતાએ ઇન્દ્ર દેવને ધન સંબંધી શું-શું ઉપદેશ આપ્યા હતા તે બધું દર્શાવ્યું છે. આ ગ્રન્થમાં એ વાત સ્પષ્ટ દર્શાવી છે, કે જે લોકોથી ધનની દેવી એટલે માં લક્ષ્મી રિસાય જાય છે, તે ભલે લાખ પ્રયાસ કેમ ન કરે, માં લક્ષ્મી તેની ઉપર ક્યારે પણ મહેરબાન થતા નથી. અને એમ થવું એમના માટે ઘણું નુકશાનકારક સાબિત થાય છે.

આપણા માંથી ઘણા બધા લોકો લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે સાચા મનથી તેમની ભક્તિ અને પૂજા પાઠ કરતા હોય છે. તો ઘણા લોકો લક્ષ્મી માતાને ઘરમાં રાખવા માટે ટોના ટોટકાનો ઉપયોગ કરે છે. પરંતુ ટોના ટોટકા સમજદારીની વાત નથી. તે માં લક્ષ્મીને વધુ ગુસ્સો અપાવે છે. જેથી તે એ ઘરમાં જવાથી હંમેશા માટે દુર રહે છે.

આજના આ લેખમાં અમે તમને એવા થોડા ઘરો વિષે જણાવીશું, જ્યાં માં લક્ષ્મી ક્યારે પણ જવાનું પસંદ નથી કરતા. જેના કારણે તે ઘરમાં ગરીબી અને કલેશ વધતા રહે છે, અને એ પરિવારને ક્યારે પણ શાંતિ નથી મળતી.

વાણી આપણા જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. તે આપણને સારા અને ખરાબ હોવાનો અનુભવ કરાવે છે. જો આપણે કોઈને કડવા શબ્દ કહીએ છીએ, તો સાંભળવા વાળા ઉપર તેની ખરાબ અસર પડે છે. તે પોતાને અપમાનિત અનુભવે છે, અને સાથે જ આપણને પણ નીચા માને છે.

એ સ્વાભાવિક વાત છે કે જો આપણે કોઈને કડવા શબ્દો કહીએ છીએ, તો બદલામાં તે પણ આપણને કડવો જ જવાબ આપશે. અને જો આપણે આપણી વાણીમાં થોડી મધ જેવી મીઠાશ ઉમેરી દઈએ તો સાંભળવા વાળા ઉપર આપણી સારી છાપ પડશે અને તે દિલથી આપણું સન્માન કરશે.

અને વિષ્ણુ પુરાણમાં આ વિષે સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે, જે લોકો કડવી વાણી અને અપશબ્દોનો ઉપયોગ કરે છે તેમનાથી લક્ષ્મી માતા રિસાઈ જાય છે, અને તેમના ઘરે ફરી ક્યારેય આવતા નથી. જેના કારણે તેમના પરિવારે ઘણા બધા સંકટોનો સામનો કરવો પડે છે. એટલે આપણે પૈસા કમાવા માટે ભલે લાખ પ્રયાસ કેમ ન કરી લઈએ, પરંતુ આપણા બોલાયેલા અપશબ્દો આપણને પૈસાદાર ક્યારેય નહિ બનવા દે.

તેમજ જે ઘરના સભ્યો વાત વાતમાં ગુસ્સો કરે છે, અને પોતાના પરિવારના સભ્યોને ગાળો આપીને અપમાનિત કરે છે, તેમના ઘરમાં પણ લક્ષ્મી માતા રહેવાનું પસંદ નથી કરતા. જણાવી દઈએ કે ગુસ્સો આપણને નકારાત્મક વસ્તુ કરવા ઉપર મજબુર કરે છે. ઘણા ઘરોમાં પતિ પત્નીના સંબંધો તૂટવાને કારણે તેમનો ગુસ્સો વધીને ઈગો જ બની જાય છે.

હવે આ પરિસ્થિતિથી વિપરીત જો કોઈ ઘરમાં ગુસ્સાની જગ્યાએ લોકો પ્રેમથી રહીતા હોય, તો તે એમની સકારાત્મક ઉર્જાને દર્શાવે છે. જે લોકો બીજાને સાચા દિલથી પ્રેમ કરે અને પોતાના પરિવારજનોની કદર જાણે છે, તેમના પર લક્ષ્મી માતા હંમેશા પોતાની કૃપા દ્રષ્ટિ બનાવી રાખે છે.

આ બે પ્રકારના ઘરો ઉપરાંત જે ઘરમાં પંડિતો કે ધાર્મિક ગ્રંથોનું અપમાન કરવામાં આવે છે, તે ઘર માંથી લક્ષ્મી માતા હંમેશા માટે રિસાયને જતા રહે છે, અને ફરી પાછા ફરતા નથી. ધાર્મિક ગ્રંથોને વિષ્ણુ પુરાણમાં ઘણું ઊંચું અને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. તે ઉપરાંત જે ઘરમાં દીવડા નથી પ્રગટાવવામાં આવતા, તે ઘરમાં પણ ધનની કૃપા વગેરે બંધ થઇ જાય છે, અને માં લક્ષ્મી ક્યારે પાછા ફરીને તે ઘર તરફ નથી જોતા.