૧૨ માંથી ૮ મહિના સુધી પાણીમાં ડૂબેલું રહે છે ભગવાન શિવનું આ મંદિર, પાંડવો દ્વારા બનાવેલી સ્વર્ગની સીડી પણ છે અહી

0
4358

ભગવાન શિવનું આ મંદિર 12 માંથી 8 મહિના પાણીમાં ડૂબેલું રહે છે, પાંડવો દ્વારા બનાવેલી સ્વર્ગની સીડી પણ છે અહી

આપણા દેશમાં ઘણા બધા ફરવા લાયક સ્થળો આવેલા છે. અહિની સુંદરતા જોઇને લોકો મંત્રમુગ્ધ બની જાય છે. અને હિમાચલ પ્રદેશમાં તો રમણીય વાદીઓ અને બરફથી ઢંકાયેલા પર્વતો છે. એના માટે તે ખુબ જ પ્રખ્યાત છે. તેમજ એના સિવાય અહીના દેવસ્થાનો પણ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં એવા ઘણા રમણીય દેવસ્થાનો આવેલા છે, જે પ્રાચીન કાળથી અહીં આવેલા છે. આજે અમે તમને એવા જ એક દેવસ્થાન વિશે જણાવીશું, જે ઘણું વિશેષ છે.

અમે જે મંદિરની વાત કરવાના છીએ એનું નામ છે બાથુંની લડી. એવું કહેવામાં આવે છે કે આનો ઉદભવ મહાભારતકાળ દરમિયાન પાંડવો દ્વારા કરવામાં આવ્યો હતો. આ દેવસ્થાનની એક ખાસિયત એ છે કે તે વર્ષમાં ૮ મહિના પાણીમાં ડૂબેલૂ રહે છે, અને માત્ર ૪ મહિના જ બહાર દેખાય છે. બાથુંની લડીના નામથી જાણીતુ આ દેવસ્થાન હિમાચલ પ્રદેશના કાંગડા જીલ્લામાં જ્વાલી કસ્બાની પાસેથી ૩૦ મિનીટના અંતરે આવેલુ છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ૧૯૭૦ના સમયમાં પોંગ ડેમના નિર્માણના કારણે મહારાણા પ્રતાપ સાગર ડેમમાં ૮ મહિનાના સમયગાળા સુધી પાણીમાં ડૂબેલું રહે છે. આ દેવસ્થાનને માત્ર મે અને જુન મહિના દરમિયાન જ આખું જોઈ શકાય છે. કારણ કે ત્યારે તેનુ જળ સ્તર ઓછુ હોય છે. (પોંગ ડેમને મહારાણા પ્રતાપ સાગર ડેમ પણ કહે છે.)

એવું જણાવવામાં આવે છે, કે બાથું નામના પથ્થરનો ઉપયોગ કરીને આ દેવસ્થાનનું નિર્માણ કરવામાં આવ્યુ હતું. બાથું નામથી ઓળખાતું આ દેવસ્થાન બીજા આઠ દેવસ્થાનો સાથે જોડાયેલુ છે, અને આ દેવસ્થાનોને એક નજરે જોવામાં આવે તો તેઓ એક માળામાં પોરાવાયેલ મોતી જેવા લાગે છે. એટલે તે એક માળાનુ પ્રતિક છે. એટલા માટે આ રમણીય દેવસ્થાનને બાથુંની લડી નામ આપવામા આવ્યુ હતું.

મળેલી જાણકારી અનુસાર આ દેવસ્થાન ૫૦૦૦ વર્ષ કરતા પણ વધુ જુનું દેવસ્થાન છે. જૂની લોકકથાઓનું માનીએ તો આ દેવસ્થાનનું નિર્માણ મહાભારતના સમયગાળા દરમિયાન કરવામા આવ્યું હતું. પાંડવો દ્વારા અજ્ઞાતવાસ દરમિયાન મહાદેવની પૂજા કરવાના ઉદેશ્યથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

આ મંદિરને લઈને એવી માન્યતા છે, કે મહાભારતના સમયગાળા દરમિયાન પાંડવોએ અહિયાં સ્વર્ગમાં જવા માટેની સીડીનું પણ નિર્માણ કર્યુ હતું. તો મિત્રો પ્રસંગ કંઇક એવો છે કે ૧ વર્ષના અજ્ઞાતવાસ માટે નીકળેલા પાંડવોએ અહિ આવીને સૌથી પહેલા મહાદેવના આ મંદિરનું એટલે કે બાથુંની લડીનું નિર્માણ કર્યુ, અને ત્યારબાદ અહિયાંથી જ સ્વર્ગમાં જવા માટે સીડીનુ નિર્માણ કરવાનો નિશ્ચય કર્યો.

હવે એમના માટે સ્વર્ગમાં જવા માટે સીડી બનાવવી એ કોઈ રમવાની વાત ન હતી. આ કામ માટે તેમણે ભગવાન શ્રીકૃષ્ણને વિનંતી કરી અને ત્યારે શ્રીકૃષ્ણ દ્વારા ૬ માસની એક રાત્રિ કરી દેવામાં આવી હતી. પરંતુ છ મહિનામાં પણ આ સીડી તૈયાર થઇ હતી નહોતી. એટલા માટે હાલ પણ આ દેવસ્થાનમાં સ્વર્ગ જવાની અધુરી સીડી આપણે જોઈ શકીએ છીએ.

જણાવી દઈએ કે લોકોદ્વારા આ સીડીનુ ખુબ જ શ્રધ્ધાથી પૂજન કરવામાં આવે છે. લાંબા સમય સુધી પાણીમાં ડૂબેલું રહેતુ હોવા છતા પણ આ મંદિરની સ્થિતિ જેમ હતી એમની એમ જ રહે છે. તેમા કોઈપણ જાતનો ફરક નથી પડતો. જયારે આ મંદિરો પાણીમાં અંદર હોય છે, તો પહેલા આ મંદિરના પીલ્લર દેખાતા હોય છે. આ દેવસ્થાનની અંદર પણ અન્ય ૬ મંદિર આવેલા છે, જેમાંથી ૫ મંદિર એક જ હરોળમાં આવેલા છે. આ મંદિરમાં શેષનાગ, વિષ્ણુ વગેરેની મૂર્તિઓ સ્થાપિત છે. તથા આ બધાની વચ્ચે મુખ્ય દેવસ્થાન આવેલુ છે જે બહ્ગ્વન શિવને સમર્પિત છે.

આગળ જણાવતા જઈએ કે વર્ષમાં ૮ મહિના સુધી પાણીની અંદર રહેતા બાથુંની લડી મંદિરમાં એક પવિત્ર શિવલિંગ આવેલુ છે. તેમજ તેની સાથે દેવી કાળી અને ભગવાન ગણપતિની પણ પ્રતિમા રહેલી છે. અહિયા એવુ ચમત્કારિક રહસ્ય છુપાયેલુ છે, જેના વિશેનો અંદાજો કોઈ વૈજ્ઞાનિક પણ આજ સુધી નથી લગાવી શકયા, અને એ છે કે આ મંદિરનું નિર્માણ કેવી રીતે કરવામા આવ્યુ છે?

બીજી ખાસ વાત એ છે કે સૂર્ય જયારે આથમે છે, ત્યારે સૂર્યની સૌપ્રથમ કિરણ સૌથી પહેલા બાથું મંદિરમાં આવેલ શિવજીની પ્રતિમાના ચરણ સ્પર્શ કરે છે. શિવરાત્રી દરમિયાન આ મંદિરમાં લાખો ભક્તોની ભીડ થતી હોય છે. લાખો ભક્તો દુર દુરથી અહી પ્રભુના દર્શન કરવા માટે આવે છે. તમને આ મંદિરમાં આવેલા ભગવાન શિવના શિવલિંગના દર્શન થઇ શકે છે.

અહી સુધી પહોચવા માટે હોડીનો ઉપયોગ કરવામાં આવે છે. આ મંદિરની આસપાસ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર આઈલેન્ડ આવેલા છે, જે નાના નાના ટાપુમાં વિભાજીત થયેલા છે, જે રેનસરના નામથી ઓળખાય છે. રેનસરના અમુક જંગલ વિસ્તારમા રિસોર્ટ પણ આવેલા છે, અને અહિ પ્રવાસીઓના રહેવા માટે સારી સગવડો અને ઉત્તમ વ્યવસ્થા પ્રાપ્ત થાય છે.

અહીનું આસપાસનું વાતાવરણ રમણીય અને મનમોહક છે. આ મંદિરોની ચારેય તરફ ફક્ત પાણી જ પાણી છે, અને પાણીની વચ્ચે આવેલા આ મંદિરો અત્યંત મનમોહક લાગે છે. બહારથી આવતા પક્ષીઓ અહીયા વિહાર કરવા માટે આવે છે. અહી મંદિરની આજુબાજુ ડેમ આવેલ છે, અને તે અનેક કુદરતી રસિકોને પણ પોતાની તરફ ખેંચે છે. તમને આ મંદિરની આસપાસ ઘણા જુદા જુદા પ્રકારના પક્ષીઓ જોવા મળશે. આ મંદિરના દર્શન માટે માર્ચ થી જુન મહિનાનો સમયગાળો સૌથી ઉતમ ગણવામાં આવ્યો છે.

હવે જો તમે અહી જવા માંગો છો, તો આ મંદિર સુધી પહોંચવા માટે સૌથી નજીક ગગ્ગલ એરપોર્ટ છે. ત્યાંથી આ મંદિર ફક્ત દોઢ કલાકના અંતરે આવેલું છે. અહી રેલ્વે દ્વારા પણ આવી શકાય છે. આ મંદિર રેલ્વે સ્ટેશનથી ફક્ત ૩૭ કિલોમીટર દુર આવેલું છે. જ્વાલીથી બાથુંની લડી અને ત્યાંથી પાછા આવવા માટે બે રસ્તા છે. એક બિલકુલ સહેલો છે જેનાથી તમે બાથું સુધી ૩૦ મીનીટમાં પહોંચી જશો, અને બીજો છે તેમા આ દેવસ્થાન સુધી પહોંચવા માટે ૪૦ મિનીટ જેટલો સમય લાગશે.