આજે પણ જીવતા છે ‘ભગવાન રામના વંશજ’, અબજોની સંપત્તિ છે એમની પાસે, જાણો આખો ઇતિહાસ

0
5434

શ્રીરામ વિષે તો આપણે બધા જાણીએ જ છીએ. એમના દીકરા લવ અને કુશ વિષે પણ આપણને ખબર છે. પણ એમના પછીની પેઢી વિષે લગભગ જ કોઈ જાણતું હોય. પણ મીડિયામાં આ સ્ટોરી ચાલી રહેલી છે જેમાં કહેવાયું છે કે મળી આવ્યા ભગવાન રામનાં વંશજ અને તેઓ પ્રાણ જાય પણ વચનના જાયને આજે પણ અનુસરે છે.

આપણા દેશને 15 ઓગસ્ટ 1947 ના રોજ અંગ્રેજોથી આઝાદી મળી. અને આઝાદી મળ્યાની સાથે જ રાજશાહીનો પણ અંત આવ્યો. ત્યાર બાદ પણ ઘણા રાજપરિવારો એવા રહ્યા જે આજે પણ તે જ મહિમા માટે ઓળખાય છે. લોકો આજે પણ તેમને પોતાના રાજા માને છે. એવું જ છે જયપુર રાજવંશો. તમને જણાવી દઈએ કે અંગ્રેજી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જયપુરની મહારાણી પદ્મિની દેવીએ કહ્યું હતું કે તે રામના વંશજ છે.

જોકે ભારતનાં બધા જ રામનાં વશંજ કહી શકાય પણ રાજા મહારાજાઓ પણ એની બહાર નાં નથી. આ ઇન્ટરવ્યુમાં પદ્મિની દેવીએ કહ્યું હતું, કે તેમનો પરિવાર રામના પુત્ર કુશના પરિવારના વંશજ છે. તેમના પતિ અને જયપુરના પૂર્વ મહારાજ ભવાની સિંહ કુશના 309 માં વંશજ હતા. 21 ઓગસ્ટ 1912 માં જન્મેલ મહારાજા માનસિંહે ત્રણ લગ્ન કર્યા હતા (ભગવાન રામે એક પત્નીવ્રતની ટેક આપેલી પણ આ જાળવી નાં શક્યા). પહેલા લગ્ન 1924 માં 12 વર્ષની ઉમરમાં જોધપુરના મહારાજા સુમેરસિંહની બહેન મરુધરકંવર સાથે થયા હતા.

એમના બીજા લગ્ન તેમની પહેલી પત્નીની ભત્રીજી કિશોર કંવર સાથે 1932 માં થયા. ત્યાર બાદ 1940 માં તેમણે ગાયત્રીદેવી સાથે ત્રીજા લગ્ન કર્યા. મહારાજા સવાઈ માનસિંહ અને તેમની પહેલી પત્ની મરુઘરકંવરના પુત્ર ભવાનીસિંહના વિવાહ પદ્મિની દેવી સાથે થયા. તેમની એક માત્ર પુત્રી છે દિયા કુમારી. અને દિયા કુમારીના લગ્ન નરેન્દ્રસિંહ સાથે થયા. તેમના બે પુત્ર પદ્મનાભસિંહ અને લક્ષ્યરાજસિંહ છે અને પુત્રીનું નામ ગૌરવી છે. પદ્મનાભસિંહ 12 વર્ષની ઉંમરે જયપુર રિયાસત સંભાળવા લાગ્યો તો બીજો પુત્ર લક્ષ્યરાજસિંહે માત્ર 9 વર્ષમાં આ જવાબદારી સંભાળી.

તમને જણાવી દઈએ કે મહારાજા બ્રીગેડીયર ભવાનીસિંહને કોઈ પુત્ર ન હતો. તેમણે 2002માં પોતાની પુત્રી દિયા કુમારીના પુત્રોને અપનાવ્યા હતા. ભવાનીસિંહના મૃત્યુ બાદ 2011 માં તેમના વારસદારના રૂપમાં પદ્મનાભસિંહનો રાજતિલક થયો હતો અને નાનો પુત્ર લક્ષ્યરાજ 2013 માં ગાદી પર બેઠો. દેશમાં રજવાડા પૂર્ણ રૂપથી નાશ કરી દેવાયા છે, પણ અત્યારે હજુ પણ આ રાજવંશોમાં પરંપરામાં સમાયેલ રાજતિલકની વિધિ કરી રાજ્યના વારસાના હકના પ્રતીકાત્મક રૂપે ટ્રાન્સફર કરાય છે.

ગાયત્રીદેવીના પૂત્ર જગતસિંહે થાઈલેન્ડની રાજકુમારી પ્રિયનંદના રંગસીત સાથે લગ્ન કર્યા. દેવરાજ અને લાલિત્યા તેમના જ સંતાન છે. આગળ જઈને જગતસિંહ અને પ્રિયનંદનાના સંબંધોમાં ખટાશ આવી અને છુટાછેડા થઇ ગયા (પોતાને ભગવાન રામનાં વંશજ ગણાવનારને ત્યાં છુટાછેડા પણ થાય?). રાજકુમારી પ્રિયનંદના પોતાના પુત્ર દેવરાજ અને પુત્રી લાલિત્યાને લઈને થાઈલેંડ પાછી જતી રહી. જગતસિંહ1997માં મરી ગયા હતા.

હજુ પણ ઘણીવાર પદ્મિની દેવી શહેરમાં થતા નાના-મોટા કાર્યક્રમોમાં મુખ્ય મેહમાન બનીને આવે છે. ત્યાંજ, તેમની પુત્રી સવાઈ માધોપુરથી એમએલએ છે. તે ઘણી વાર રાજસ્થાનમાં થતા કેટલાક કાર્યક્રમોમાં દેખાય છે. પદ્મનાભસિંહ જે દિયા કુમારીના પુત્ર અને જયપુરના રાજા છે તે ભારતની પોલો ટીમના ખેલાડી છે. આ પરિવાર જયપુરમાં થતી ભવ્ય પાર્ટીઓમાં ઘણીવાર દેખાય છે. રામના વંશજ હોવાની વાત એમણે એક ઈન્ટરવ્યુંમાં જણાવી હતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.