ગોવાની સરકાર ખૂબ ઝડપી બનાવવા જઈ રહી છે અલગ કાયદો, લગ્ન પહેલા થશે HIV ટેસ્ટ

0
511

આરોગ્ય માટે સરકાર તરફથી અનેક પગલા લેવામાં આવતા હોય છે, અને તે જરૂરી પણ છે. આવા કાયદાથી કોઈપણ રોગને ફેલાતો અટકાવી શકાય છે. અગાઉ પણ આવા ઘણા કાયદા બનાવવામાં આવ્યા છે. અને હાલમાં જ ગોવા સરકાર પણ એક આવો નવા પ્રકારનો આરોગ્ય અંગેનો કાયદો બનાવવા ઉપર વિચાર કરી રહી છે.

ગોવાના આરોગ્ય મંત્રી વિશ્વજીત રાણેએ મંગળવારે જણાવ્યું કે, સ્થાનિક રાજ્યની સરકાર લગ્નની નોંધણી પહેલા એચઆઈવી ટેસ્ટ ફરજીયાત કરવા ઉપર વિચાર કરી રહી છે.

પણજી : ગોવા સરકાર હવે લગ્નને લઈને એક નવો નિયમ બનાવવા જઈ રહી છે. નવા નિયમ મુજબ ગોવામાં કોઈપણ લગ્ન કરતા પહેલા એચઆઈવી ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે. આ નિયમ ટૂંક સમયમાં લાગુ કરી દેવામાં આવશે. તે અંગે ગોવાના આરોગ્ય મંત્રી વિશ્વજીત રાણેએ કહ્યું છે કે, સરકાર આ નિર્ણય ઉપર વિચાર કરી રહી છે. ચર્ચા વિચારણા પછી ટૂંક સમયમાં તેને લાગુ કરી દેવામાં આવશે.

આરોગ્ય મંત્રીએ ચોમાસુ સત્ર દરમિયાન વિધાનસભામાં કહ્યું કે, એક કાયદા મંત્રી હોવાને લીધે લોકોના હિત વિષે વિચારવું મારી જવાબદારી છે. હું ઈચ્છું છું કે લગ્ન પહેલા એચઆઈવી ટેસ્ટ કરાવવાનો કાયદો બને. તેના માટે પબ્લિક હેલ્થ એક્ટમાં ફેરફાર કરવામાં આવશે.

રાણેએ કહ્યું કે, આ કાયદાને મંજુરી આપવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. હાલમાં થોડા વિભાગોમાં તેને મોકલી દેવામાં આવ્યો છે. જ્યાં ચર્ચા વિચારણા પછી કાયદો લાગુ કરવા તરફ પગલું ભરવામાં આવશે. તેમણે કહ્યું કે, બીજા વિભાગો માંથી તેને મંજુરી મળ્યા પછી, અમે રાજ્ય વિધાનસભાના ચોમાસા સત્રમાં કાયદો બનાવીશું. ગોવા વિધાનસભાનું ચોમાસું સત્ર ૧૫ જુલાઈથી શરુ થશે.

જો લગ્ન કર્યા પહેલા એચઆઈવી ટેસ્ટ કરાવવાનો કાયદો પાસ થઇ ગયો, તો આવા પ્રકારનો કાયદો કરવા વાળું ગોવા પહેલું રાજ્ય બનશે. તે પહેલા ૨૦૦૬માં પણ આવા પ્રકારનો પ્રસ્તાવ સામે મુકવામાં આવ્યો હતો. તે સમયના આરોગ્ય મંત્રી દયાનંદ નારવેકરે એક પ્રસ્તાવ રજુ કર્યો હતો. આમ તો તે લાગુ થઈ શક્યો ન હતો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી એબીપીન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.