જો તમે પણ પોતાની પત્નીને આપશો આ 4 વસ્તુ, તો ક્યારેય થશે નહિ ધનનું નુકશાન કે અછત

0
918

દરેકના જીવનમાં પત્નીનું એક વિશેષ સ્થાન હોય છે. જે તેને લક્ષ્મીની જેમ ઘરમાં રાખે છે, તેમનું ભાગ્ય ઉજ્વળ રહે છે. પરંતુ સોશિયલ મીડિયા ઉપર પત્નીને લઈને ઘણા જોક્સ પણ બને છે, જે એક ખોટી વાત છે. કેમ કે એક મહિલા વગર પુરુષનું અસ્તિત્વ જ નથી. પરંતુ એક પુરુષના લગ્ન ન થયા હોય કે પછી તેના જીવનમાં કોઈ ન હોય, તો તે સારી રીતે જીવન પણ નથી પસાર કરી શકતા.

જે લોકો પોતાની પત્નીને ખર્ચનું મૂળ માને છે, તેમણે આ લેખમાં જણાવેલી વાત માનવી જોઈએ. અને જો તમે પણ તમારી પત્નીને આપશો આ ૪ વસ્તુ આપશો, તો તેનાથી તમારે ધન ભેગું કરવામાં કોઈ તકલીફ નહિ રહે. આવો આપણે પણ તેને અપનાવીને અને આપણું જીવન ધન્ય બનાવીએ.

જો તમે પણ તમારી પત્નીને આપશો આ ૪ વસ્તુ :

પત્ની હંમેશા ખર્ચનું કારણ માનવામાં આવે છે. જો મનુસ્મૃતિની વાત માનો તો તે તમને પૈસાદાર પણ બનાવી શકે છે. શાસ્ત્રોમાં આ વાતનું વર્ણન થયું છે કે, દેવી લક્ષ્મીના ઘણા રૂપોમાં એક રૂપ એવું છે જેને ગૃહલક્ષ્મી કહે છે. આ સ્વરૂપમાં દેવી દરેક ઘરમાં નિવાસ કરે છે. જે ઘરમાં ગૃહલક્ષ્મી પ્રસન્ન અને આનંદમય રહે છે, તે ઘરમાં દેવીની કૃપા જળવાયેલી રહે છે.

ગૃહલક્ષ્મીને ખુશ કરવા માટે તમારે વધુ નહિ બસ તમારી પત્નીને સમય સમયે આ વસ્તુ આપવી જોઈએ. જ્યોતિષશાસ્ત્ર ઉપરાંત મનુસ્મૃતિ અને પુરાણોમાં પણ તે વાતનું વર્ણન છે કે, જે ઘરમાં ગૃહલક્ષ્મી પ્રસન્ન રહે છે, તે ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા ધન ધાન્ય બનાવી રાખે છે અને ત્યાં મન દુઃખી પણ નથી રહેતું.

બુધવાર કે શુક્રવારના દિવસે જો તમે તમારી પત્નીને કપડા ભેંટ આપો છો, તો તમને તેનો લાભ મળશે. પત્ની ઉપરાંત તમે પોતાની માં, બહેન કે પછી ઘરની કોઈ બીજી પરણિત સ્ત્રીને પણ ભેટ આપી શકો છો.

શાસ્ત્રો મુજબ, ઘરેણા વગર દેવી પૂજન પૂર્ણ જ નથી થતું, એટલા માટે દેવીની પૂજામાં ઘરેણા જરૂર ચડાવવામાં આવે છે. એવી રીતે ઘરની લક્ષ્મીને ઘરેણા સમય સમયે જરૂર આપો. પછી તે કોઈ નાનું એવું જ કેમ ન હોય પરંતુ આપો.

સુહાગની સામગ્રી પણ તમારે સમયે સમયે તમારી પત્નીને આપવી જોઈએ. તેમાં સિંદુર, ચાંદલા, બંગડી કે કોઈ બીજી સુહાગની વસ્તુ આપો. તેનાથી દેવી ઘણા પ્રસન્ન થાય છે, અને આવું તમારે સમય સમયે કરવું જોઈએ.

ગૃહલક્ષ્મીની પ્રસન્નતા માટે તે ભેંટો ઉપરાંત એક વિશેષ ભેંટ પણ તેને આપવી જોઈએ. પૈસા ખર્ચ્યા વગર તમારે આ વસ્તુ તેને આપવાની છે, અને એ વસ્તુનું નામ છે મીઠા શબ્દો. તમારી પત્નીને ભેંટમાં તેને પ્રેમ, આનંદ અને સન્માન આપો. એમ કરવાથી તમારું વિવાહિત જીવન હંમેશા જળવાઈ રહે છે. તો આજે આપણે પણ એક સંકલ્પ કરે કે આપણે પણ આપણી પત્નીને હંમેશા ખુશ રાખીશું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.