ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે પોતાના ગુરુને શું આપવી ભેટ? પોતાની રાશિ અનુસાર જાણો કઈ ભેટ આપવી?

0
118

પોતાના ગુરુ માટે ગિફ્ટ લેવામાં થઈ રહ્યા છો કનફયુઝ? તો રાશિ અનુસાર જાણો ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુને શું આપવું?

23 જુલાઇ 2021 ના રોજ ગુરુ પૂર્ણિમાનો પવિત્ર પર્વ આવી રહ્યો છે. ગુરુ પૂર્ણિમાના દિવસે તમે ગુરુના આશીર્વાદ લેવા જાવ છો અને તેમનું પૂજન કરીને તેમને કાંઈક ભેટ આપો છે. આમ તો પોતાની શક્તિ અને મન અનુસાર પણ તમે ગિફ્ટ આપી શકો છો. પણ જો તમે રાશિ અનુસાર ગુરુને ગિફ્ટ આપો છો તો તેમના આશીર્વાદ ફળદાયક રહેશે.

પોતાની રાશિ અનુસાર જાણો ગુરુ પૂર્ણિમાના દિવસ પોતાના ગુરુને કઈ ભેટ આપવી જોઈએ?

મેષ રાશિ : ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના વિશેષ આશીર્વાદ લેવા માટે તમે તેમને અન્નની સાથે મૂંગા રત્ન પણ ભેટમાં આપો.

વૃષભ રાશિ : આમ તો ગુરુના જ્ઞાનથી જીવનમાં ચાંદી ચાંદી થઈ જાય છે, એટલા માટે વૃષભ રાશિના લોકોએ ગુરુના આશીર્વાદ લેતા સમય તેમને ચાંદી કે ચાંદીથી બનેલી કોઈ વસ્તુ ભેટમાં આપવી જોઈએ.

મિથુન રાશિ : મિથુન રાશિના લોકોએ ભેટ સ્વરૂપે ગુરુને શાલ આપવી જોઈએ જેથી તેમના વિશેષ આશીર્વાદ તમારા પર બન્યા રહે.

કર્ક રાશિ : ગુરુને ભેટ સ્વરૂપે કર્ક રાશિના લોકોએ ચોખા આપવા જોઈએ.

સિંહ રાશિ : ગુરુ આપણને પંચ તત્વથી લઈને દરેક વસ્તુનું જ્ઞાન આપે છે. એટલા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના વિશેષ આશીર્વાદ માટે પંચ ધાતુની વસ્તુ ભેટ સ્વરૂપે આપો.

કન્યા રાશિ : કન્યા રાશિના લોકો ગુરુને ડાયમંડ ભેટ કરી શકો છો. આમ તો ગુરુને કોઈ પણ ભેટ આપો તે ખુશી-ખુશી સ્વીકારી લે છે, અને તેઓના આશીર્વાદ હંમેશા શિષ્યો પર બન્યા રહે છે.

તુલા રાશિ : તુલા રાશિના લોકો ગુરુ પૂર્ણિમાના દિવસ ગુરુને ધાબળો (કામળો) ભેટમાં આપીને તેમના ખાસ આશીર્વાદ મેળવી શકો છો.

વૃશ્ચિક રાશિ : ગુરુ પૂર્ણિમાના દિવસે વૃશ્ચિક રાશિના લોકો ગુરુને માણેક ભેટ કરો.

ધનુ રાશિ : ધનુ રાશિના લોકો ગુરુને સોનું ભેટ કરો.

મકર રાશિ : ગુરુના આશીર્વાદ હંમેશા તમારા પર બન્યા રહે તે માટે મકર રાશિના જાતકો પીળું વસ્ત્ર ભેટ કરો.

કુંભ રાશિ : સફેદ મોતી ગુરુને ભેટ કરીને ગુરુનો વિશેષ આશીર્વાદ મેળવો.

મીન રાશિ : ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુને ભેટમાં હળદરની સાથે ચણાની દાળ પણ આપો.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.