ગીતા અનુસાર જો આ કાળમાં થાય છે તમારું મૃત્યુ તો તમને નથી મળતો પુનર્જન્મ, જાણો વધુ વિગત.

0
1675

ગીતા હિંદુઓનો મુખ્ય ધર્મગ્રંથ છે અને ગીતામાં જણાવવામાં આવેલી વાતો જીવનને એક સાચો રસ્તો દેખાડવાનું કામ કરે છે. ગીતામાં લખાયેલા શ્લોકોની મદદથી આપણે લોકોને ઘણી વસ્તુનું જ્ઞાન પણ મળે છે. ગીતામાં જીવન અને મૃત્યુ સાથે જોડાયેલી ઘણા પ્રકારની વાતો બતાવવામાં આવી છે અને આ ધાર્મિક ગ્રંથમાં કહેવામાં આવે છે કે જે લોકોનું મૃત્યુ વદ પક્ષ દરમિયાન થાય છે, તો તે લોકો પાછા ફરીને નથી આવતા. જયારે જે લોકો સુદ પક્ષ દરમિયાન મૃત્યુને પ્રાપ્ત થાય છે, તો પાછા ફરીને આવે છે અને આ ધરતી ઉપર ફરીથી જન્મ લે છે.

એવું માનવામાં આવે છે કે મૃત્યુ થયા પછી માણસ પોતાના શરીરનો ત્યાગ કરી દે છે પરંતુ તેનો આત્મા સદા અમર અને જીવિત રહે છે. ગીતામાં એ વાતને કૃષ્ણજીએ ઘણા શ્લોકો દ્વારા સમજાવ્યું છે. કૃષ્ણજીએ એક શ્લોક દ્વારા અર્જુનને જણાવ્યું કે ઘણા લોકો વદ પક્ષ દરમિયાન મૃત્યુ પામે છે અને ઘણા લોકો સુદ પક્ષ દરમિયાન. જે વ્યક્તિ પુણ્ય કરે છે, તો મૃત્યુ પામ્યા પછી ફરી જન્મ લે છે.

પરંતુ જે પાપ કરે છે તેને બીજો જન્મ નથી મળતો અને ઘણી વખત તેનો આત્મા શાંત પણ નથી થતો. આમ તો સુદ પક્ષ દરમિયાન મૃત્યુ પામવા વાળા લોકો બીજો જન્મ જરૂર લેતા હોય છે. જયારે વદ પક્ષ દરમિયાન જે લોકોએ પોતાનું શરીર છોડ્યું હોય છે, તે લોકો ફરી વખત જન્મ નથી લેતા.

આ શ્લોક દ્વારા કૃષ્ણજીએ અર્જુનને કહ્યું છે કે આ દુનિયામાં બે પ્રકારના સનાતન હોય છે, જે વદ અને સુદ એટલે દેવયાન અને પિતૃયાન માર્ગ છે. વદ પક્ષમાં મૃત્યુને પ્રાપ્ત વ્યક્તિ પાછા નથી ફરતા અને સુદ પક્ષના સમયે મૃત્યુને પ્રાપ્ત લોકો ફરીથી જન્મ લે છે.

ભીષ્મે પોતાનું શરીરનો સુદ પક્ષ દરમિયાન ત્યાગ કર્યો હતો. મહાભારત મુજબ તેમણે પોતાનું શરીર ત્યાં સુધી ત્યાગ ન કર્યો, જ્યાં સુધી ઉત્તરાયણનો સુદ પક્ષ આવ્યો ન હતો.

તમે લોકો વિચારી રહ્યા હશો કે ખરેખર વદ પક્ષ અને સુદ પક્ષ શું હોય છે અને તે ક્યારે આવે છે. ખાસ કરીને હિંદુ ધર્મમાં એક મહિનાને બે ભાગમાં વહેચવામાં આવે છે. મહિનામાં આવતા ત્રીસ દિવસો ચંદ્ર ઘટવા અમે વધવા મુજબ ૧૫-૧૫ દિવસોમાં વહેવ્ચવામાં આવે છે. જેમાં એક ભાગને વદ પક્ષના નામથી ઓળખવામાં આવે છે અને બીજા ભાગને સુદ પક્ષ કહેવામાં આવે છે.

ચંદ્ર આવીને જયારે વધવા લાગે છે તે કાળને સુદ પક્ષ કહેવામાં આવે છે. અને જયારે ચંદ્ર આવીને ઘટવા લાગે છે, તો તે કાળને વદ પક્ષ કહેવામાં આવે છે. અને સુદ પક્ષની અંતિમ તિથીને પુનમ તરીકે મનાવવામાં આવે છે જયારે વદ પક્ષની છેલ્લી તિથીએ અમાસ આવે છે.

વદ પક્ષ અને સુદ પક્ષને દેવતાઓનો કાળ અને દક્ષીણાયં પિતૃનો કાળ પણ કહેવામાં આવે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.