અમદાવાદમાં દેહ વ્યાપાર કરતી મહિલાના ઘરે પહોંચી 4 યુવતીઓ, તેમણે જે માંગણી કરી તે જાણીને દંગ થઇ જશો.

0
495

અમુક ઠગ પુરુષો દ્વારા નકલી પોલીસ બનીને પૈસા લૂંટવાના બનાવો વિષે તો તમે ઘણી વાર સાંભળ્યું હશે, પણ હાલમાં જ અમદાવાદમાંથી મહિલાઓ દ્વારા નકલી મહિલા પોલીસ બનીને પૈસા પડાવવા પ્રયત્ન કરવાનો કેસ સામે આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, 4 યુવતીઓ ખાડિયા પોલીસ બનીને એક મહિલા પાસે ગઈ હતી. તેમણે તે મહિલાને ધાક ધમકી આપીને તે મહિલા પાસેથી 30 હજાર રૂપિયાની ખંડણી માંગી હતી, પણ અસલી પોલીસે તે યુવતીઓએ ઝડપી લીધી.

નકલી પોલીસ બનેલી 4 આરોપી યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે અને કેસની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. જેથી જાણી શકાય કે તેમણે આ પહેલા પણ બીજા કોઈને ઠગ્યા છે કે નહિ. તે 4 યુવતીઓ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં નકલી પોલીસ બનીને એક મહિલાના ઘરમાં ઘૂસી હતી, અને તે મહિલા પર દેહ વ્યાપારનો આરોપ લગાવ્યો હતો. પછી વાતચીત કરીને મામલો પતાવી દેવા અને તેની ફરિયાદ નહીં કરવા માટે રૂપિયા 30 હજારની માંગણી કરી હતી.

સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, ખાડિયામાં રહેતી એક વિધવા મહિલા પતિના મૃત્યુ બાદ પોતાના જીવન નિર્વાહ માટે દેહવેપાર કરતી હતી. પરંતુ તેણે છેલ્લા ઘણા સમયથી તે કામ બંધ કરી દીધું હતું. એવામાં હાલમાં 4 યુવતીઓ પોલીસની ઓળખ આપીને તેના ઘરમાં ઘૂસી ગઈ હતી. ત્યારબાદ તે ચારેય યુવતીઓએ તે મહિલાને ફસાવી દઈને જેલ ભેગી કરવાની ધમકી આપી હતી, અને કેસ નહીં કરવા માટે 30 હજાર રૂપિયા માંગ્યા હતા.

તે મહિલાના જણાવ્યા અનુસાર, 4 યુવતીઓ તેમના ઘરે આવી હતી અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. તે દરેક યુવતીઓએ પોતાના મોઢા પર દુપટ્ટો બાંધ્યો હતો. તે મહિલાને તેઓ નકલી પોલીસ હોવાની શંકા જતા તક જોઈને પોલીસ કંટ્રોલને જાણ કરી દીધી હતી. પછી અસલી પોલીસે તે ઠગ યુવતીઓને ઝડપી લીધી હતી.

તે યુવતીઓએ મહિલાને ધમકાવતાં કહ્યું હતું કે, તું તારા ઘરે દેહવેપાર કરે છે અને તારા વિરુદ્ધ અમને અરજી મળી છે. તેમણે મહિલાને પોલીસ સ્ટેશન લઇ જઇને મારવાની ધમકી પણ આપી હતી. આવી રીતની ધમકીથી તે મહિલા ગભરાઈ ગઈ હતી.

પછી તે મહિલાએ જણાવ્યું કે, હું પહેલા આવું કરાવતી હતી પણ છેલ્લા ઘણા સમયથી મેં આ ધંધો છોડી દીધો છે. ત્યારબાદ તે યુવતીઓએ સમાધાન કરવું હોય તો 30 હજાર રૂપિયા આપવા પડશે એવું કહ્યું હતું. તે મહિલાને યુવતીઓની વર્તણુક પર શંકા જતા તેણે તક જોઈને ખાડિયા પોલીસને તેની જાણ કરી દીધી અને અસલી પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી લીધી.