દીકરીઓના પિતા લાંબુ જીવન જીવે છે, દરેક દીકરીનો જન્મ થવાથી 74 અઠવાડિયા ઉંમર વધી જાય છે

0
962

માતા-પિતાનું જીવન આનંદથી ભરી દેવાની સાથે દીકરીઓ પિતાના જીવનના થોડા વર્ષ પણ વધારી દે છે. પોલેન્ડની જેગીલોનીયન યુનીવર્સીટીના અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે, દીકરીના પિતા તે લોકોની સરખામણીમાં વધુ લાંબુ જીવન જીવે છે, જેમને ત્યાં દીકરીઓ નથી હોતી.

અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, દીકરા થાય તો પુરુષના આરોગ્ય કે ઉંમર ઉપર કોઈ અસર પડતી નથી. પરંતુ દીકરી થવાથી પિતાની ઉંમર ૭૪ અઠવાડિયા વધી જાય છે. પિતાને ત્યાં જેટલી વધુ છોકરીઓ થાય છે, તે એટલું વધુ જીવે છે.

યુનીવર્સીટીના શોધકર્તાઓએ બાળકોના પિતાનું આરોગ્ય અને ઉંમર ઉપર અસર જાણવા માટે ૪૩૧૦ લોકોનો ડેટા લીધો. તેમાંથી ૨૧૪૭ માતાઓ અને ૨૧૬૩ પિતા હતા. શોધકર્તાઓનો દાવો છે, અમારી તરફથી પહેલી આવી શોધ છે. આ પહેલા બાળકો જન્મવા ઉપર માતાના આરોગ્ય અને ઉંમરને લઈને અધ્યયન થયું છે.

દીકરા – દીકરીનું માતાના આરોગ્ય ઉપર નકારાત્મક અસર :

યુનીવર્સીટીના એક શોધકર્તાના જણાવ્યા મુજબ, દીકરીઓને બદલે દીકરાને પ્રાથમિકતા આપવા વાળા પિતા પોતાના જીવનના થોડા વર્ષ પોતે જ ઓછા કરી લે છે. દીકરીનો જન્મ થવું પિતા માટે તો સારા સમાચાર છે, પરંતુ માતા માટે નથી. એવું એટલા માટે કેમ કે, તે પહેલા થયેલા અમેરિકન જર્નલ ઓફ હ્યુમન બાયોલોજીના એક અધ્યયનમાં કહેવામાં આવ્યું હતું કે, દીકરા અને દીકરી બંનેમાં માતાના આરોગ્ય ઉપર નકારાત્મક અસર પડે છે, જેથી તેની ઉંમર ઓછી થાય છે.

પહેલા થયેલી શોધમાં આવા પણ દાવા :

તે પહેલા થયેલા એક બીજા અધ્યયનમાં અપરણિત મહિલાઓનું પરણિતની સરખામણીમાં વધુ ખુશ રહેવાની વાત સામે આવી હતી. આમ તો એક બીજી શોધમાં એ વાત પણ સામે આવી હતી કે, બાળકો થયા પછી માતા અને પિતા બંનેની ઉંમર વધી જાય છે. આ અધ્યયનમાં ૧૪ વર્ષ સુધી ડેટા લેવામાં આવ્યા હતા અને સંશોધન કર્યું હતું કે, બાળકો સાથે રહેતા દંપત્તિ બાળકો વગરના દંપત્તિની સરખામણીમાં વધુ ખુશ અને લાંબુ જીવે છે.

તો પછી તમે તમારી દીકરીનો આભાર માનજો કેમ કે તેના આવ્યા પછી તમારી ઉંમર અને ખુશી બંને વધી છે. આમ તો આપણા દેશમાં બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન ચાલે છે, પણ ઘણા બધા એવા પરિવાર છે જેમાં દીકરીને કોઈ ખાસ મહત્વ આપવામાં નથી આવતું. વહેલી તકે તેના લગ્ન કરાવીને તેને સાસરે મોકલી દેવામાં આવે છે, એવામાં તે પોતાનું કરિયર નથી બનાવી શકતી.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.