બોયફ્રેન્ડ કોઈ બીજા સાથે લગ્ન ન કરી શકે એટલા માટે એના ચહેરા પર નાખ્યું એસિડ, ગર્લફ્રેન્ડની ધરપકડ

0
624

પ્રેમ એવી વસ્તુ છે જેના માટે લોકો કંઈ પણ કરવાં માટે તૈયાર થઈ જાય છે. તમને એવા ઘણા કિસ્સા જોવા મળશે જેમાં લોકો જે યુવતીને પ્રેમ કરતા હોય, તે એની સાથે લગ્ન કરવાં તૈયાર ન હોય તો તેઓ એની પર એસીડ ફેંકીને એનું જીવન બરબાદ કરી દે છે.

અને આ વખતે પણ એવું જ થયું છે, પણ એસીડ ફેંકનાર યુવક નહિ પણ યુવતી છે. એક યુવતી એના બોયફ્રેન્ડના બીજા સાથે લગ્ન ન થાય એટલા માટે એના પર એસીડ ફેંકે છે. આમ તો યુવક હોય કે યુવતી એસીડ ફેંકીને કોઈનું જીવન ખરાબ કરવું એ માનવતા વિરુદ્ધ કૃત્ય છે. આવો તમને થોડું વિસ્તારથી જણાવીએ.

વિકાસપુરી વિસ્તારમાં યુવક પર એસિડ નાખવાના કેસમાં પોલીસે એની ગર્લફ્રેન્ડની ધરપકડ કરી લીધી છે. યુવતીએ ખુલાસો કર્યો છે કે, યુવક એની સાથે બ્રેકઅપ કરવા માંગતો હતો. એનાથી નારાજ થઈને એણે આ કામ કર્યું છે, જેથી એનો ખરાબ ચહેરો જોઈને કોઈ અન્ય યુવતી એની સાથે લગ્ન ન કરી શકે.

આ બનાવ બન્યો એ દિવસે તે પીડિત સાથે સ્કૂટી પર હાજર હતી, અને પોતે પણ એસિડને કારણે સામાન્ય રૂપથી દાઝી ગઈ હતી. યુવતીએ એક બાઈક પર સવાર યુવકો પર એસિડ ફેંકવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર સાંજે 4 વાગ્યે વિકાસપુરી પોલીસને સૂચના મળી કે, સ્કૂટી પર સવાર યુવક અને યુવતી પર કોઈએ એસિડ ફેંક્યું છે.

યુવક ગંભીર રૂપથી ઘાયલ હતો, જયારે યુવતી સામાન્ય રૂપથી દાઝી ગઈ હતી. બંનેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં યુવકને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઇ જવા માટે કહ્યું. તપાસ કરતા જાણવા મળ્યું છે કે, 24 વર્ષનો યુવક મોહન ગાર્ડન વિસ્તારમાં રહે છે. એની 19 વર્ષની એક યુવતી સાથે મિત્રતા હતી.

બનાવ બન્યો એ સમયે તે યુવતીને અલીપુરમાં પરીક્ષા અપાવીને સ્કૂટી પર પાછો લાવી રહ્યો હતો. વિકાસ નગર નાળા પાસે કોઈએ એમની પર એસિડ ફેંક્યું હતું. પોલીસે યુવતી સાથે પૂછપરછ કરી તો યુવતીએ જણાવ્યું કે, બાઈક પર સવાર યુવકોએ એસિડ નાખ્યું છે. પછી પોલીસે એના જણાવેલા રસ્તા પર લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ ચેક કરી, પણ એમને કોઈ પણ યુવક એમનો પીછો કરતા નહિ દેખાયા.

પોલીસે પીડિતની પૂછપરછ કરી તો એણે જણાવ્યું કે, ઘટના પહેલા યુવતીએ એને હેલમેટ ઉતારવા કહ્યું હતું, અને જેવું જ એણે હેલમેટ ઉતાર્યું તો કોઈએ એના ચહેરા પર એસિડ નાખી દીધું. અને એ પછી પોલીસની યુવતી પર શંકા વધારે મજબૂત થઇ ગઈ. કડકાઈથી પૂછપરછ કરવામાં આવી તો એણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો. એ યુવતીએ જણાવ્યું કે, એના છેલ્લા ત્રણ વર્ષથી એ યુવક સાથે સંબંધ હતા.

અને તે એની સાથે લગ્ન કરવા માંગતી હતી, પણ યુવક એની સાથે બ્રેકઅપ કરવા માંગતો હતો. એટલે એણે એવું વિચારીને યુવકનો ચહેરો બરબાદ કરવાનું નક્કી કર્યું કે, ખરાબ ચહેરો હોવા પર કોઈ પણ એ છોકરી સાથે લગ્ન નહિ કરે. આ ઘટના બની એ જ દિવસે એણે સાઇકલ પર એસિડ વેચવા આવે એની પાસેથી એસિડની બોટલ ખરીદી હતી.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.