ગર્લફ્રેન્ડ સાથે પતિ જોઈ રહ્યો હતો Mardaani-2, પત્નીએ રંગે હાથ પકડ્યો અને કરી દંગલ વાળી ધોલાઈ

0
489

પતિ પત્ની વચ્ચે લડાઈના તો ઘણા કિસ્સા સાંભળ્યા હશે, પણ શું થાય જયારે આ લડાઈ ઘરની જગ્યાએ રસ્તાની વચ્ચે થાય. જ્યાં પત્ની કાંઈ પણ જોયા વગર પોતાના પતિને રસ્તા પર મારવાનું શરુ કરી દે. એવું જ કાંઈ થયું ગુજરાતના અમદાવાદ શહેરમાં, જ્યાં પત્નીએ જાહેરમાં પતિને મારવાનું શરૂ કરી દીધું.

હવે તમે આ વાત જરૂર વિચારી રહ્યા હશો કે ભલું તે પત્નીએ આવું કેમ કર્યું? હકીકતમાં થયું એવું કે પતિ કથિત રૂપથી ગર્લફ્રેન્ડ સાથે રાની મુખર્જીની ફિલ્મ મર્દાની -2 જોવા પહોંચ્યો. અને પત્નીને આ વાતની ખબર પડી તો તેણે સિનેમા હોલમાં જઈને જોરદાર બબાલ કરી.

મહિલાને પહેલીવારમાં આ વાત મોટી ન લાગી, પણ જયારે કોલ પર હાજર તેની મિત્રએ જણાવ્યું કે તેની સાથે એકે 35 વર્ષીય મહિલા છે, તો પત્નીને તરત શંકા ગઈ અને તે તપાસ કરવા થિએટરમાં આવી ગઈ. જ્યાં તેના પતિની પાસે એક મહિલા બેઠી હતી અને બંને રોમાંસ કરી રહ્યા હતા.

પોતાના પતિને બીજી મહિલા સાથે આ રીતે જોઈ મહિલા પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખી શકી નહિ અને પત્ની પોતાના પતિને કોર્નરની સીટમાંથી ઘસડીને હૉલની બહાર લઈ ગઈ અને પોલીસને બોલાવી લીધી. મહિલાની આ હરકતથી લોકોને મર્દાની – 2 લાઈવ જોવા મળી.

આ દરમિયાન જયારે બીજી મહિલા વચ્ચે આવી તો પત્નીએ એના વાળ પકડીને એને મારવાનું શરૂ કરી દીધું. એ પછી પત્નીએ પોલીસને બોલાવી અને એને પોતાના પતિની બેવફાઈ વિષે જણાવ્યું. જો કે બેવફાઈનો અપરાધ નહિ હોવાને કારણે પોલીસ પણ અસહાય હતી અને એમના સમજાવ્યા પછી ત્રણેયને એમના ઘરે મોકલી દીધા.

નવરંગપુરા પોલીસે જણાવ્યું કે, ‘દબંગ’ બનેલી પત્નીને એની એક મિત્રએ જણાવ્યું કે, એનો પતિ સિનેમા હોલમાં મર્દાની – 2 જોઈ રહ્યો છે. આના પર આરોપીની પત્નીએ કહ્યું કે, એમાં શું મોટી વાત છે? એ પછી તેની મિત્રએ કહ્યું કે, તેના પતિ સાથે એક મહિલા પણ છે. આટલું સાંભળતા જ પત્ની સિનેમા હોલ પહોંચી ગઈ અને તેણે બીજી મહિલા સાથે રોમાંસ રહેલા પોતાના પતિને રંગે હાથ પકડી લીધો અને બંનેને જોરદાર ધોલાઈ કરી.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.