ગર્લફ્રેન્ડ સાથે ફિલ્મ જોઈ રહ્યો હતો પતિ, ત્યારે સિનેમા હોલમાં પહોંચી પત્ની અને સાળી પછી જે થયું….

0
527

દરેક પત્ની એવું ઈચ્છે છે કે તેના પતિ તેની સાથે વફાદાર રહે. તેવામાં જયારે પતિ તેની જાણ વગર કોઈ બીજી છોકરી સાથે લફરું ચલાવે છે તો તેનો ગુસ્સો સાતમાં આસમાન ઉપર પહોચી જાય છે. આવું જ કાંઈ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં બન્યું અહિયાં નંદાનગરમાં રહેતા એક પરણિત યુવક પોતાની સાથે કામ કરતી મહિલા અને કહેવાતી પ્રેમિકા સાથે ખજરાના ક્ષેત્રના વેલોસીટી સિનેમા હોલમાં ફિલ્મ જોવા આવ્યો હતો.

તે બંને ‘સાંડ કી આંખ’ નામની ફિલ્મ જોઈ રહ્યા હતા. ત્યાં પરણિત યુવકની પત્નીને તે વાતની ખબર પડી ગઈ. તેવામાં તે તેની બહેન સાથે તે સિનેમા હોલમાં પહોચી ગઈ. હવે જેવા જ પતિ પોતાની પ્રેમિકા સાથે સિનેમા હોલ માંથી બહાર નીકળ્યા તો તેની પત્ની અને સાળીએ પકડી પાડ્યા. બંને બહેનોએ મળીને યુવકની મહિલા સાથીની જોરદાર ધોલાઈ કરી.

જયારે પતિ તેને વચ્ચે બચાવવા આવ્યો તો પત્ની અને સાળીએ તેને પણ સારો એવો મેથીપાક ચખાડ્યો. ત્યાં રહેલા લોકો આ દ્રશ્ય જોઇને આશ્ચર્યચકિત રહી ગયા. ઘણા લોકો વચ્ચે પણ પડ્યા, પરંતુ ગુસ્સામાં લાલ થયેલી પત્ની અટકવાનું નામ જ લેતી ન હતી. તેણે યુવતીની સૌથી વધુ ધોલાઈ કરી. સિનેમા હોલમાં રહેલા સિક્યોરીટી પણ બચાવ કરવા આવ્યા પરંતુ પત્ની અને સાળીના ગુસ્સા આગળ તેનું પણ ન ચાલ્યું. છેવટે પોલીસને ફોન કરી બોલાવવામાં આવ્યા. જયારે પોલીસ સ્થળ ઉપર આવી ત્યારે મામલો શાંત થયો.

પોલીસ પરણિત યુવક, તેની પ્રેમિકા અને પત્ની ત્રણેને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઇ ગઈ. મહિલાએ પોતાના પતિ અને તેની સાથે કામ કરતી યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી. હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. જાણકારી મુજબ પોલીસ સ્ટેશનની અંદર પણ તેનો ઝગડો ઘણી વાર સુધી ચાલતો રહ્યો.

આ આખી ઘટના ગયા રવિવારે બપોરની છે. જયારે મહાયુદ્ધ ચાલી રહ્યું હતું તો ત્યાં હાજર રહેલા લોકો મોબાઈલ ઉપર વિડીયો બનાવવા લાગ્યા. બસ પછી તો શું થયું તે વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઘણો જ વાયરલ થઇ ગયો છે. લોકો આ ઘટના ઉપર પોતાના અલગ અલગ પ્રતિભાવ આપવા લાગ્યા, ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે મહિલાએ પોતાના પતિને મારવા જોઈએ પરંતુ તે યુવતીને ન મારવી જોઈએ.

આમ તો મહિલાના પતિ જે યુવતી સાથે ફિલ્મ જોવા ગયા હતા તે તેની ખરેખર ગર્લફ્રેન્ડ હતી કે બસ એક સાથે કામ કરતી યુવતી તે વાત હજુ સ્પષ્ટ નથી. પણ મહિલાનો ગુસ્સો જોઈને એવું લાગી રહ્યું છે કે વાત દોસ્તીથી થોડી વધુ આગળ હતી. તમે આ વાયરલ વિડીયો અહિયાં જોઈ શકો છો.

આમ તો તમને શું લાગે છે મહિલાએ પોતાના પતિની ધોલાઈ કરી સારૂ કર્યું કે ખોટું? શું તેણે પ્રેમિકાને છોડી પતિને વધુ મારવો જોઈતો હતો? તમારા જવાબ જરૂર આપશો. અમારી પણ લોકોને એવી સલાહ છે કે તમારા જીવનસાથીને આવી રીતે દગો ન આપો. નહિ તો પરિણામ આવા પ્રકારનું આવી શકે છે. હંમેશા લોકો પોતાના જીવનસાથીને અંધારામાં રાખીને આવા પ્રકારની કુપ્રવૃત્તિ કરે છે જે એકદમ ખોટી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

જુઓ વિડીયો :