આ છોકરી પ્રેમમાં એટલી હદે દીવાની થઈ કે સાપ સાથે જ કરી લીધા લગ્ન, પછી થયું કંઈક એવું કે…..

0
1677

ઘણા બધા લોકોને તમે એવું કહેતા સાંભળ્યા હશે કે, પ્રેમ આ દુનિયાની સૌથી અનમોલ વસ્તુ હોય છે. અને મોટાભાગની હિન્દી ફિલ્મો પ્રેમ પર જ આધારિત હોય છે. એવું કહેવાય છે કે, જેને પણ આ દુનિયામાં સાચો પ્રેમ મળે છે તેનું જીવન સ્વર્ગથી પણ સુંદર બની જાય છે.

તેમજ આની સાથે જ પ્રેમ વિષે એવું પણ કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે. કારણ કે પ્રેમમાં ન તો ઉંમર જોવામાં આવે છે કે ન ધર્મ અને જાતિ. જયારે કોઈ વ્યક્તિને પ્રેમ થાય છે, તો તેને આ દુનિયામાં પોતાના પ્રેમ સિવાય બીજું કંઈક જ નથી દેખાતું. અને એવો જ એક કિસ્સો ઓડિશામાં સામે આવ્યો છે. જેના વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

મળેલી જાણકારી અનુસાર અહીંયા રહેવા વાળી એક 30 વર્ષીય યુવતીને પ્રેમ થઈ ગયો. તમે કહેશો કે એમાં વળી અલગ શું છે? પ્રેમ તો બધાને થાય છે. તો જણાવી દઈએ કે, એ છોકરીને કોઈ માણસ સાથે નહિ પણ એક એવા જીવ સાથે પ્રેમ થયો છે, જેનું નામ સાંભળીને દરેક કંપી ઉઠે છે. હા, તમને પણ આ સાંભળવામાં થોડી નવાઈ લાગશે પણ આ યુવતને કોઈ બીજા જોડે નહિ પણ એક સાપ સાથે પ્રેમ થઈ ગયો. તેમજ એણે સાપ સાથે લગ્ન પણ કરી લીધા, અને તેની પત્ની બની ગઈ.

હવે આવું તો ફિલ્મો કે ટીવી સીરિયલમાં જ જોવા મળે કે, કોઈ ઈચ્છાધારી નાગ-નાગણને કોઈ માણસ સાથે પ્રેમ થઈ જાય છે, અને તે એક બીજા માટે પોતાનો જીવ પણ આપવા તૈયાર થઈ જાય છે. પણ આ છોકરી એ તો આ વસ્તુને પોતાના અસલ જીવનમાં જ કરી દીધી. અને આ ચકિત કરી દેનારૂ કામ છે. આવો જાણીએ વિસ્તારથી શું છે આખો મામલો?

અમે જેની વાત કરી રહ્યા છીએ તે ઓડિશાની રહેવા વાળી 30 વર્ષની છોકરીનું નામ બીમબાલા દાસ છે. અને એને પોતાના ઘરની નજીક આવેલા એક બિલમાં રહેવા વાળા સાપ સાથે પ્રેમ થઈ ગયો. એટલું જ નહિ બીમબાલા એ સાપ સાથે પ્રેમ કરવામાં એટલી હદે દીવાની થઈ ગઈ કે, તેણે તેની સાથે સાત ફેરા પણ લઈ લીધા. હા આ સત્ય ઘટના છે. બીમબાલાના ઘરની નજીક એક બિલમાં આ સાપ રહેતો હતો, અને બીમબાલા આ સાપના પ્રેમમાં એટલી બધી દીવાની થઈ ગઈ કે તેની સાથે લગ્ન કરી લીધા.

અને બીજી સૌથી રસપ્રદ અને ચકિત કરી દેનાર વાત એ પણ છે કે, સાપ અને માણસના આ લગ્નમાં ગામના બધા લોકો હાજર પણ રહ્યા હતા. અને આ કિસ્સામાં છોકરીને આવું કરવાથી રોકવાના બદલે ગામ વાળા પણ લગ્નમાં તેનો સાથ આપી રહ્યા હતા. ઓડિશાના ખુર્દ જિલ્લાથી 14 કિમી. દૂર અતાલા ગામમાં હિન્દૂ રીતિ-રિવાજથી સાપ અને છોકરીના લગ્ન કરવામાં આવ્યા.

અને આ છોકરીએ સંપૂર્ણ વિધિ સાથે લગ્ન કરીએ એ સાપની પોતાનો પતિ માની લીધો. જણાવી દઈએ કે આ લગ્નમાં સાપ આવી શક્યો નહિ, એટલા માટે તાંબાના સાપ સાથે એના ફેરા કરાવવામાં આવ્યા. આ લગ્નને લઈને બીમબાલા જણાવે છે કે, ઘરની પાસે જ એક બિલમાં રહેવા વાળા સાપ સાથે તેને પ્રેમ થઈ ગયો. કારણ કે બાળપણથી જ તે ઘરની નજીક બિલમાં રહેવા વાળા આ સાપને રોજ દૂધ પીવડાવવા જતી હતી, અને સાપ બિલ માંથી બહાર આવતો અને પછી દૂધ પી પાછો અંદર ચાલ્યો જતો.

બીમબાલાએ આ વિષે આગળ જણાવતા કહ્યું કે, સાપ પણ તેને પસંદ કરે છે. એટલે જ તો રોજ તેના બિલની પાસે તે દૂધ પીવડાવવા જાય છે, છતાં પણ સાપે તેને ક્યારેય ડંખ મારવાનો પ્રયત્ન કર્યો નથી. તમને જણાવી દઈએ કે આ અનોખા લગ્નમાં લગભગ 2000 થી પણ વધારે લોકો આવ્યા હતા. જયારે છોકરી સાપની સાથે લગ્નની વાત થઈ તો ગામ વાળા ખુશ થઈ ગયા. તેમનું માનવાનું હતું કે લગ્ન પછી ગામનું નસીબ બદલાઈ જશે.

અને આવું પહેલી વાર નથી થયું કે, કોઈ માણસને જાનવર સાથે પ્રેમ થયો હોય અને એની સાથે લગ્ન કર્યા હોય. જણાવી દઈએ કે, આ પહેલા આર્જેન્ટીનામાં આવો એક બનાવ બન્યો હતો. ત્યાં રહેવા વાળી રોમીના પીટરના મંગેતરે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પછી રોમીના પીટરે એક મોટો નિર્ણય લીધો અને પોતાના પ્રિય એવા પોતાના પાલતુ કુતરા સાથે લગ્ન કરી લીધા. કારણ કે તે તેને ખુબ પ્રેમ કરી રહી હતી.