છોકરી ઘર છોડીને ભાગી રહી હતી, ત્યારે રીક્ષા વાળો ફરિશ્તા બનીને આવ્યો, પછી થયું કાંઈક એવું જે કોઈએ…..

0
3017

આજનો જમાનો ઘણો બદલાય ગયો છે. લોકો માત્ર પોતાના વિષે જ વિચારે છે. તેમજ આજના જમાનામાં જેને જુવો તે સ્વાર્થી થઈ ગયા છે. બીજાના જીવનમાં કોઈ દુ:ખ તકલીફ ચાલી રહી છે તેની સાથે કોઈને કાંઈ લેવા દેવા નથી હોતું. પરંતુ તેમ છતાં પણ ઘણા લોકો એવા પણ છે, જે બીજાને દુ:ખી નથી જોઈ શકતા અને કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર એમની મદદ પણ કરે છે. તેવામાં એક એવો જ મદદગાર રીક્ષા વાળો દિલ્હીમાં જોવા મળ્યો જેણે ઘરમાંથી ભાગેલી એક યુવાન દીકરીનું જીવન ખરાબ થવાથી બચાવી લીધું. આવો જાણીએ સંપૂર્ણ ધટના વિસ્તારથી.

છોકરીએ પોતાના ફેસબુક ફ્રેન્ડ માટે છોડ્યું ઘર.

ડીજીટલ જમાનો આવી ગયો છે. એવામાં આજના યુવાન ફેસબુક ઉપર કાંઈક વધુ જ એક્ટીવ રહે છે. તેવામાં તેમના સોશિયલ મીડિયા દ્વારા નવા નવા મિત્ર પણ બનતા જાય છે. ઘણી વખત તો તે અણસમજમાં કે નાદાનીમાં યુવાનો થોડા મહિનાની મિત્રતામાં મોટા મોટા પગલા સુધી ભરી લે છે. તેવામાં એક ઘટના દિલ્હીમાં જોવા મળી છે. અહિયાં એક ૨૪ વર્ષની છોકરી ફેસબુક ઉપર એક મિત્ર સાથે થોડા દિવસોની ચેટ પછી એ યુવક સાથે ગાઢ મિત્રતા થઇ ગઈ હતી.

અને એની જાણ જયારે છોકરીના ઘરવાવાળાને થઇ તો ઘરવાળા સાથે એનો ઝગડો થયો. ત્યાર પછી છોકરીએ તે મિત્ર માટે ઘર છોડવા જેવું મોટું પગલું ભરી લીધું. તે ૨૪ વર્ષની છોકરી ગુસ્સામાં પોતાનો બધો સમાન પેક કરીને ઘર છોડીને નીકળી ગઈ.

રીક્ષા વાળાને આ કારણથી ગઈ શંકા :

આ દરમ્યાન જસ્સી નામનો એક રીક્ષા ડ્રાઈવર સાંજના સમયે બંગલા સાહિબ ગુરુદ્વારા પાસે પેસેન્જરની રાહ જોઈ રહ્યો હતો. તેવામાં ઘરેથી ભાગેલી આ ૨૪ વર્ષની છોકરી જસ્સીની રીક્ષામાં બેસી ગઈ. છોકરી પાસે બે ત્રણ બેગ પણ હતી. તેણે રીક્ષા વાળાને કહ્યું કે કોઈ સારી હોટલમાં લઇ લો. એ રિક્ષા ડ્રાઈવરને છોકરી ઘણી ગભરાયેલી લાગી રહી હતી.

આ કારણે એમના મનમાં શંકા થઈ. આથી રીક્ષા વાળાએ તેને ફેરવી ફેરવીને પૂછ્યું કે ‘મેડમ હોટલમાં તો આઈડી પ્રૂફ માગશે. તમારી પાસે શું છે? એટલે છોકરીએ રીક્ષા વાળાને પોતાનું આધાર કાર્ડ બતાવ્યું, છોકરીના આધાર કાર્ડ ઉપર દિલ્હીનું જ સરનામું લખ્યું હતું. તેના ઉપર રીક્ષા વાળો વિચારવા વાગ્યો, કે અરે દિલ્હીની રહેવા વાળી છોકરીને હોટલમાં રહેવાની શું જરૂર પડી ગઈ.

છોકરીને બહેન બનાવીને કરી મદદ :

એ રીક્ષા વાળાએ છોકરીને કહ્યું તું મારી નાની બહેન જેવી છે. એટલા માટે તને કાંઈ પણ તકલીફ છે તો મને જણાવી શકે છે. એટલે છોકરી એ કહ્યું કે તે ગુસ્સામાં પોતાનું ઘર છોડીને આવી છે. હવે ફેસબુક પરના તેના એક મિત્રને ત્યાં જઈ રહી છે. તે તેની સાથે રહેશે અને નોકરી પણ કરશે. તે વાત સાંભળીને રીક્ષા વાળો સમજી ગયો કે કેસ ગંભીર છે અને છોકરી ત્યાં ગઈ તો ન થવાનું પણ થઇ શકે છે. એટલા માટે તેને પોતાની રીક્ષા સીધી સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની અંદર જવા દીધી. ત્યાં જઈને તેણે પોલીસને આખી બાબત જણાવી અને છોકરીને તેને સોપી દીધી.

કાઉન્સિલ પછી માની ગઈ યુવતી :

સંસદ માર્ગ પોલીસ સ્ટેશનના હેડ એવા વૈદ પ્રકાશ રાયએ છોકરીની પૂછપરછ (કાઉન્સિલ) કરી અને તેને તે વિષયમાં વિચારવા માટે કહ્યું. તેમણે જણાવ્યું કે આવી રીતે ઘણી વખત લોકો ફેસબુક ઉપર પ્રેમ નોકરીની લાલચ આપી છોકરીઓને ફસાવે છે. અને પછી પૈસાની માંગણી, બળજબરીથી શારીરિક સંબંધ બનાવવા જેવી ઘટના બને છે. ત્યારબાદ યુવતીના ઘર વાળાને પણ ત્યાં બોલાવવામાં આવ્યા. તે લોકોએ પણ યુવતીને ઘણી સમજાવી. છેવટે છોકરી પોતાના કુટુંબ વાળા સાથે જતી રહી.

આ ઘટનાના બીજા દિવસે એ રીક્ષા વાળો યુવતીની ખબર પૂછવા પોલીસ સ્ટેશન જાય છે. ત્યાં તેને જાણવા મળ્યું કે યુવતી પોતાના માતા પિતા સાથે પોતાના ઘરે પાછી જતી રહી છે. સાથે જ કુટુંબ વાળાનું એવું કહેવું છે, કે એમની છોકરીનું વર્તન પણ પહેલાથી સુધરી ગયું છે. આજે એક સમજુ રીક્ષા ચાલકને કારણે જ યુવતીનું જીવન બરબાદ થવાથી બચી ગયું.