અમદાવાદમાં આ છોકરી પોતાની ટૂ-વ્હીલર છોડાવવા 100 રૂપિયા આપવા તૈયાર હતી, પણ પોલીસે માગ્યા 350 પછી પોલીસ સાથે જે થયું એ

0
1940

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો, તમારા માંથી ઘણા લોકોની ગાડી ટો થઇ હશે. અને તમે એનો નક્કી કરાયેલો ચાર્જ ચૂકવીને પોતાની ગાડી છોડાવી હશે. ઘણી વાર ગાડી ટો કરેલા વાહન છોડાવવા માટે એ લોકો વધારે ચાર્જ માંગે છે, તો આપણે આપી દેતા હોઈએ છીએ, કારણ કે આપણે એની પાછળ ખોટો ટાઈમ બગાડવા નથી માંગતા, અથવા તો એમાં વધારે લાંબા ઉતરવા નથી માંગતા.

અને આપણા આવા વલણને લીધે તેઓ ખોટી રીતે વધુ ચાર્જ વસુલતા ગભરાતા નથી. પરિણામે લોકો લૂંટાય છે. ટો કરાયેલા વાહન છોડાવવા માટે નક્કી કરેલ ચાર્જ કરતા વધુ ચાર્જ લેવો કાયદાની વિરુદ્ધ છે. છતાં પણ ટો કરવા વાળા લોકો એવું કરતા હોય છે. અને એનું તાજું ઉદાહરણ અમદાવાદમાંથી બહાર આવ્યું છે. જેમાં ટ્રાફિક પોલીસની ક્રેન વાળાએ એક યુવતી પાસે પોતાની ગાડી છોડાવવા માટે 100 ને બદલે 350 રૂપિયા માંગ્યા. પણ એ યુવતીએ ગાંધીગીરી અપનાવી અને પોતાની ગાડી પાછી મેળવી.

ઘટના અમદાવાદની છે, જેમાં મંગળવારના રોજ બપોરના 1 વાગ્યે ટ્રાફિક પોલીસની એક ક્રેન ગુરુકુળ રોડ પર નીકળી હતી. ત્યાં આવેલી વિજ્યા બેન્કની નીચે રોડથી થોડુંક બહાર પાર્ક કરેલું એક ટૂ-વ્હીલર એમણે ટો કરી લીધું. આ જોઈને એ ટૂ-વ્હીલર જેનું હતું એ યુવતી ત્યાં આવી. અને તે પોતાની આ ભૂલ માટે 100 રૂપિયા દંડ ભરવા તૈયારી હતી.

પણ એ લોકો ટોઈંગના બીજા 250 રૂપિયા વધારાના માંગવા લાગ્યા. આથી એ યુવતી ગુસ્સે થઇ અને એણે ગાંધીગીરી કરી. મળેલી જાણકારી અનુસાર એ યુવતી 35 મિનિટ સુધી તે ક્રેનની આગળ ઊભી રહી. એવામાં આ દ્રશ્ય જોઈને આસપાસના સંખ્યાબંધ લોકો ત્યાં ભેગા થયા. એ યુવતી પાસેથી આ અંગે માહિતી મેળવ્યા પછી લોકોએ પોલીસની વધુ નાણાં ખંખેરવાની જોહુકમી સામે હુરિયો બોલાવ્યો હતો.

લોકોને રોષે ભરાયેલા જોઈને પોલીસે યુવતી પાસેથી દંડ લીધા વગર જ એનું ટૂ-વ્હીલર પાછું આપી દેવું પડ્યું. સૂત્રો દ્વારા મળેલી જાણકારી આખા શહેરમાં લગભગ 55 ક્રેનથી રોજના સંખ્યાબંધ વાહન ટો કરાય છે. તો એના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે, રોજ કેટલાય લોકો આ રીતે ખોટી લૂંટનો ભોગ બનતા હશે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.